________________
૪૦૦
પંચસંગ્રહ-૧ પ્રમત્ત ગુણસ્થાનકથી આરંભી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક પર્યત કષાય અને યોગ એ બે હેતુઓ વડે કર્મબંધ થાય છે. કારણ કે પ્રમત્તાદિ ગુણસ્થાનકોમાં મિથ્યાત્વ અને અવિરતિનો અભાવ છે.
તથા ઉપશાંતમોહ ગુણસ્થાનકથી આરંભી સયોગી કેવળી ગુણસ્થાનક સુધીમાં કેવળ યોગનિમિત્તે જ બંધ થાય છે. કેમ કે ઉપશાંતમોહાદિ ગુણસ્થાનકોમાં કષાયો પણ હોતા નથી.
અયોગી ભગવાન કોઈપણ બંધહેતુના અભાવે કોઈપણ કર્મનો બંધ કરતા નથી. ૪
આ પ્રમાણે ગુણસ્થાનકોમાં મિથ્યાત્વાદિ મૂળ હેતુઓ કહ્યા. હવે તે મૂળ હેતુઓમાંના કેટલાક અવાંતર ભેદો સંભવે છે તે કહે છે
पणपन्न पन्न तियछहियचत्त गुणचत्त छक्कचउसहिया ।
दुजुया य वीस सोलस दस नव नव सत्त हेऊ य ॥५॥ पञ्चपञ्चाशत् पञ्चाशत् त्रिकषट्काधिकचत्वारिंशत् एकोनचत्वारिंशत् षट्कचतुःसहिता । द्वियुता च विंशतिः षोडश दश नव नव सप्त हेतवश्च ॥५॥ .
અર્થ–પંચાવન, પચાસ, ત્રણ અને છ અધિક ચાળીસ, ઓગણચાળીસ, છ, ચાર અને બે સહિત વીસ, સોળ, દસ, નવ, નવ અને સાત એ પ્રમાણે અવાંતર ભેદો અનુક્રમે મિથ્યાત્વાદિ તેર ગુણસ્થાનકોમાં હોય છે.
ટીકાનુ–મિથ્યાત્વાદિ ચાર મૂળ બંધહેતુઓના ઉત્તરભેદોનો સરવાળો કરતાં કુલ સત્તાવન થાય છે.
તેમાં મિથ્યાદષ્ટિ ગુણઠાણે આહારક અને આહારકમિશ્ર એ બે કાયયોગ વિના પંચાવન બંધહેતુઓ હોય છે. આહારકદ્વિકનો અહીં અભાવ છે. કારણ કે આહારકદ્ધિક આહારક લબ્ધિસંપન્ન ચૌદપૂર્વધર મુનિઓને જ હોય છે. પહેલે ગુણઠાણે તેઓનો અભાવ હોવાથી તે બે યોગો હોતા નથી.
સાસ્વાદન ગુણઠાણે પાંચ પ્રકારના મિથ્યાત્વનો અભાવ હોવાથી તેને દૂર કરતાં પચાસ બંધ હેતુઓ છે.
- મિશ્રદષ્ટિ ગુણઠાણે તેતાળીસ બંધહેતુઓ હોય છે. કારણ કે “સમ્યશ્મિધ્યાદષ્ટિ કાળ કરતો નથી' એવું શાસ્ત્રનું વચન હોવાથી મિશ્રગુણઠાણું લઈ પરલોકમાં જતો નથી. તેથી અપર્યાપ્તાવસ્થામાં જેનો સંભવ છે, તે કામણ ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર એ ત્રણ યોગ ઘટતા નથી. તથા અહીં અનંતાનુબંધી કષાયનો પણ ઉદય હોતો નથી, પહેલા બે ગુણઠાણા સુધી જ તેનો ઉદય હોય છે. માટે અનંતાનુબંધી ચાર કષાય, કાર્મણ, ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર એ સાત હેતુઓ પૂર્વોક્ત પચાસમાંથી દૂર કરતાં શેષ તેતાળીસ બંધહેતુઓ હોય છે.
અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણઠાણે છેતાળીસ હેતુઓ હોય છે. કારણ કે આ ગુણસ્થાનકે મરણનો સંભવ હોવાથી તેને સાથે લઈ પરલોકગમન પણ થાય છે. તેથી પૂર્વે દૂર કરેલા અને અપર્યાપ્તાવસ્થામાં સંભવતા કાર્મણ, વૈક્રિયમિશ્ર અને ઔદારિકમિશ્ર એ ત્રણ યોગોનો અહીં