________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
તેની જુદી વિવક્ષા કરવામાં ન આવે તો તેનું અસ્તિત્વ પણ ન રહે—અર્થાત્ બંધનાદિ છે કે નહિ ? અને તેનું શું કાર્ય છે ? વગેરે તેનું સ્વરૂપ જ ન રહે અને તેથી જ સત્તામાં જુદી વિવક્ષા કરી છે.
૩૬૭
ઉદય-ઉદીરણા અને સત્તામાં મોહનીય કર્મની અઠ્યાવીસ પ્રકૃતિઓ હોવા છતાં સમ્યક્ત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો બંધ ન હોવાથી બંધમાં મોહનીયકર્મની છવ્વીસ પ્રકૃતિઓ ગણાય છે.
પ્રશ્ન—બંધ વિના મિશ્રમોહનીય અને સમ્યક્ત્વ મોહનીય ઉદયાદિમાં શી રીતે હોઈ
શકે ?
ઉત્તર—ઉપશમ સમ્યક્ત્વ રૂપ ઔષધિ વિશેષસ્વરૂપ વિશુદ્ધ અધ્યવસાય દ્વારા અશુદ્ધ એવા મિથ્યાત્વ મોહનીયનાં પુદ્ગલોને જ ઓછા રસવાળા કરીને અર્ધશુદ્ધ અને વિશુદ્ધ એમ બે નવા પુંજ રૂપે બનાવે છે. અને તે જ મિશ્રમોહનીય અને સમ્યક્ત્વ મોહનીય કહેવાય છે. તેથી સ્વસ્વરૂપે બંધ ન હોવા છતાં પણ આ બે પ્રકૃતિઓ ઉદયાદિમાં હોઈ શકે છે.
એમ આઠે કર્મની બંધમાં ૧૨૦, ઉદય તથા ઉદીરણામાં મોહનીયની બે પ્રકૃતિઓ વધવાથી ૧૨૨, અને સત્તામાં ઉપરોક્ત બે ઉપરાંત નામકર્મની ૬૭ ને બદલે ૯૩ પ્રકૃતિઓ લેવાથી ૧૪૮ અને નામકર્મની ૧૦૩ લેવાથી ૧૫૮ પ્રકૃતિઓ હોય છે.
જે શ્રીમાન્ ગગર્ષિ તથા અન્ય શિવશર્મસૂરિ આદિ મહર્ષિઓ પાંચને બદલે પંદર બંધનમાંની સત્તામાં એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓ માને છે. તેઓના મતે પંદર બંધનનાં નામ આ પ્રમાણે છે.
૧. ઔદારિક-ઔદારિક બંધન, ૨. વૈક્રિય-વૈક્રિય બંધન, ૩. આહારક-આહારક બંધન, ૪. તૈજસ-તેજસ બંધન, ૫. કાર્મણ-કાર્યણ બંધન, ૬. ઔદારિક-તૈજસ બંધન, ૭. વૈક્રિય. તૈજસબંધન, ૮. આહારક–તૈજસબંધન, ૯. ઔદારિક-કાર્યણબંધન, ૧૦. વૈક્રિય-કાર્યણબંધન, ૧૧. આહારક-કાર્યણબંધન, ૧૨. તૈજસ-કાર્યણબંધન, ૧૩. ઔદારિક-તૈજસ-કાર્યણ બંધન, ૧૪. વૈક્રિય-તૈજસ-કાર્મણ બંધન, ૧૫. આહારક–તૈજસ-કાર્મણ બંધન.
જેના ઉદયથી પૂર્વે ગ્રહણ કરાયેલ અને નવીન ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલોનો પરસ્પર એકાકાર રૂપે સંબંધ થાય તે ઔદારિક-ઔદારિક બંધન. એ પ્રમાણે દરેકની વ્યાખ્યા સમજવી.
પ્રશ્ન—જેના ઉદયથી ઔદારિકાદિ પુદ્ગલો સમૂહરૂપે થાય તે સંઘાતન નામકર્મ અને પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં ઔદારિકાદિ પુદ્ગલો પરસ્પર જોડાય તે બંધન નામકર્મ એમ પ્રથમ કહ્યું છે તો પુદ્ગલ સમૂહરૂપ થયા વિના બંધનનો સંભવ ન હોવાથી જે આચાર્યો બંધન પંદર માને છે તેઓના મતે સંઘાતન પણ પંદર હોવાં જોઈએ ? પાંચ જ કેમ કહ્યાં છે ? ઉત્તર—જેઓ બંધન પંદર માને છે તેઓ સંઘાતન નામકર્મની વ્યાખ્યા ઔદારિકાદિ પુદ્ગલોને એકઠાં કરવાં એવી નથી કરતા, કેમ કે તેઓનું કહેવું છે કે ગ્રહણ માત્રથી જ ઔદારિકાદિ પુદ્ગલો સમૂહરૂપે થઈ જ જાય એટલે સમૂહરૂપ થવામાં સંઘાતન નામકર્મ