________________
૩૬૮
- પંચસંગ્રહ-૧
માનવાની જરૂર નથી. પરંતુ જેના ઉદયથી ઔદારિકાદિ શરીરની રચનાને અનુકૂલ પુદગલોની રચના વિશેષ થાય તે સંઘાનત નામકર્મ એમ માને છે. તેથી ઔદારિકાદિ શરીર પાંચ જ હોવાથી બંધન પંદર હોવા છતાં સંઘાતનો પાંચ જ થાય છે, પરંતુ પંદર નથી.
પ્રશ્ન–વર્ણ ચતુષ્ક શુભ અને અશુભ એમ બન્ને પ્રકારની પ્રવૃતિઓમાં ગણાવેલ હોવાથી પરસ્પર વિરોધ કેમ ન આવે ?
ઉત્તર–વર્ણચતુષ્કના વિસ ભેદમાંથી નીલ-કૃષ્ણ એ બે વર્ણ, દુરભિગંધ, તિક્ત અને કરસ, કર્કશ, ગુર, રૂક્ષ, શીત એ ચાર સ્પર્શ એમ નવ ભેદ અશુભ અને શેષ અગિયાર પેટા ભેદો શુભ છે તેથી બન્નેમાં ગણાવેલ છે. ( આ પ્રમાણે કર્મની સર્વ ઉત્તર પ્રવૃતિઓ કહી. હવે તેની ઉપર ધ્રુવબંધી આદિ પ્રતિપક્ષ સહિત પાંચ અને “ચ” શબ્દથી પ્રતિપક્ષ સહિત ધ્રુવસત્તા અને વિપાક આશ્રયી ચાર પ્રકારનાં દ્વારા એમ કુલ સોળ દ્વારોની વ્યાખ્યા-સ્વરૂપ આ પ્રમાણે છે
૧. પોતપોતાના સામાન્ય બંધ હેતુઓ વિદ્યમાન હોતે છતે જે પ્રકૃતિઓ અવશ્ય બંધાય તે યુવબંધી કુલ ૪૭ પ્રકૃતિઓ છે.
મિથ્યાત્વ પ્રથમ ગુણસ્થાનક સુધી, થીણદ્વત્રિક અને અનંતાનુબંધી દ્વિતીય ગુણસ્થાનક સુધી, અપ્રત્યાખ્યાનીય કષાય ચતુર્થ ગુણસ્થાનક સુધી, પ્રત્યાખ્યાનાવરણ કષાય પાંચમા ગુણસ્થાનક સુધી, નિદ્રાદ્ધિક આઠમા ગુણસ્થાનકના, પ્રથમ ભાગ સુધીના વર્ણ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તૈજસ તથા કાર્પણ આ નવ પ્રકૃતિઓ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી, ભય અને જુગુપ્સા આઠમા ગુણસ્થાનકના ચરમ સમય સુધી અને સંજ્વલન ચતુષ્ક નવમા ગુણસ્થાનકના અનુક્રમે બીજાથી પાંચમા ભાગના ચરમ સમય સુધી, પાંચ જ્ઞાનાવરણીય ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓ દસમાં ગુણસ્થાનક સુધી સર્વ જીવો અવશ્ય બાંધે છે માટે આ સર્વ ધ્રુવબંધી છે. જ્યાં નામકર્મની ધ્રુવબંધી પ્રકૃતિઓ લખી હોય ત્યાં આ વર્ણચતુષ્કાદિ નવ પ્રકૃતિઓ જ સમજવી.
(૨) પોતપોતાના સામાન્ય બંધ હેતુઓ વિદ્યમાન હોતે છતે જે પ્રકૃતિઓ બંધાય અથવા ન પણ બંધાય તે અધુવબંધી પ્રકૃતિઓ ૭૩ છે.
ચતુર્થ આદિ ગુણસ્થાનકોમાં સમ્યક્તરૂપ સામાન્ય બંધહેતુ હોવા છતાં જિનનામકર્મ
૧. અહીં જિનનામ તથા આહારકદ્વિકના અનુક્રમે સમ્યક્ત તથા ચારિત્ર બંધ હતુ કહેલ છે. તે આ પ્રમાણે—જયારે સમ્યત્વ હોય છે ત્યારે જ જિનનામનો બંધ થાય છે. તેથી મિથ્યાત્વાદિ ગુણસ્થાને સમ્યક્તનો અભાવ હોવાથી જિનનામનો બંધ થતો નથી. એ જ રીતે અપ્રમત્ત ચારિત્ર હોય તો જ આહારકદ્વિકનો બંધ થાય, તેથી પ્રમત્ત સુધી અપ્રમત્ત ચારિત્ર ન હોવાથી આહારકટ્રિકનો બંધ પણ નથી. આ પ્રમાણે શતકચૂર્ણિમાં ખુલાસો કરેલ છે. આ ત્રણે પ્રકૃતિઓ અદ્ભવબંધી હોવાથી બંધહેતુ હોય ત્યારે બંધ થાય જ એવો નિયમ નથી. તેથી નવમા આદિ ગુણસ્થાનકે સમ્યત્ત્વ અને ચારિત્રરૂપ બંધહેતુ હોવા છતાં આ પ્રકૃતિઓ બંધાતી નથી.
અથવા ત્રણે પ્રકૃતિઓના બંધના જે સમ્યક્ત અને ચારિત્ર હેતુ કહેલ છે તે સહકારી ક્ષેતુ તરીકે