________________
૩૬૬
પંચસંગ્રહ-૧
નથી.
જેના ઉદયથી જિહ્વા આદિ શરીરના અવયવો અસ્થિર થાય તે અસ્થિર નામકર્મ.
જેના ઉદયથી નાભિની નીચેના અવયવો અશુભ થાય તે અશુભનામકર્મ. જેમ કોઈ માણસને પગ આદિ અડે તો તેને ક્રોધ થાય, જો કે કામી પુરુષને સ્ત્રીના પગાદિ અવયવો અડવાથી ક્રોધને બદલે આનંદ થાય છે પરંતુ ત્યાં આનંદ થવાનું કારણ મોહ છે. જ્યારે અહીં વસ્તુસ્થિતિની વિચારણા છે.
જેના ઉદયથી જીવોનો સ્વર કર્ણકટુક થાય અને સાંભળનારને અપ્રીતિનું કારણ બને તે દુઃસ્વર નામકર્મ.
જેના ઉદયથી જીવ સર્વને અપ્રિય થાય તે દૌર્ભાગ્ય નામકર્મ, સૌભાગ્ય નામકર્મના ઉદયવાળા તીર્થંકર પરમાત્મા જેવા મહાત્માઓ પણ કોઈ અભવ્ય આદિ જીવને અપ્રિય થાય છે. પરંતુ ત્યાં અભવ્યમાં પોતામાં રહેલ દોષ જ અપ્રીતિનું કારણ છે પરંતુ તીર્થંકર પરમાત્મા આદિને તો સૌભાગ્ય નામકર્મનો જ ઉદય હોય છે.
જેના ઉદયથી વ્યક્તિ અથવા તેનું વચન સર્વત્ર તિરસ્કાર પામે પણ આદરણીય ન થાય તે અનાદેય નામકર્મ.
જેના ઉદયથી એક અથવા સર્વદિશાઓમાં અપયશને પામે તે અયશકીર્તિ.
આ પ્રમાણે આઠ અપ્રતિપક્ષ પ્રત્યેક અને વસ સપ્રતિપક્ષ પ્રત્યેક એમ અઠ્યાવીસ પ્રત્યેક પ્રકૃતિઓ અને ચૌદ પિંડ પ્રકૃતિઓના ૬૫ અવાન્તર ભેદ મેળવતાં નામકર્મની ૯૩ પ્રકૃતિઓ થાય છે અને કેટલાક આચાર્યના મતે બંધન પાંચને બદલે પંદર ગણતાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ થાય છે.
આ ત્રાણું અથવા એકસો ત્રણ પ્રકૃતિઓ માત્ર સત્તામાં ગણાય છે પરંતુ બંધ-ઉદય અને ઉદીરણામાં સડસઠ જ ગણાય છે, કારણ કે પોતપોતાના શરીરમાં બંધન અને સંઘાતનોના સ્વશરીર સાથે જ બંધાદિ થતા હોવાથી તેઓની તેમાં ભિન્ન વિવક્ષા કરી નથી અને વર્ણાદિકના સર્વે અવાત્તર ભેદો પણ સર્વ જીવોને સાથે જ બંધ ઉદય-ઉદીરણામાં પ્રાપ્ત થતા હોવાથી તેના અવાન્તર ભેદોની બંધાદિમાં વિવક્ષા કરી નથી માટે પૂર્વોક્ત પિડપ્રકૃતિઓના ૬૫ ભેદમાંથી વર્ણચતુષ્કના કુલ વીસ ભેદોને બદલે માત્ર સામાન્યથી વર્ણ ચતુષ્ક ગણવાથી તેના સોળ ભેદો અને પાંચ બંધન અને પાંચ સંઘાતન એમ છવ્વીસ ભેદો ઓછા કરવાથી ૩૯ પિડપ્રકૃતિઓ અને ૨૮ પ્રત્યેક પ્રકૃતિઓ મળી નામકર્મની ૬૭ પ્રકૃતિઓ ગણાય છે.
પ્રશ્ન–બંધાદિકમાં ક્યાંય પણ બંધનો અને સંઘાતનો શરીરથી જુદાં હોતાં નથી અને વર્ણ ચતુષ્કના પેટા ભેદો પણ સર્વત્ર સાથે જ હોય છે માટે જુદા ગણેલ નથી તો સત્તામાં આ દરેકની જુદી વિવફા શા માટે કરી છે?
ઉત્તર–બંધન સંઘાતન અને વર્ણ ચતુષ્કના પેટાભેદો વાસ્તવિક રીતે અલગ તો છે જ પરંતુ જેમ બંધાદિકમાં બધાં સાથે જ આવતાં હોવાથી જુદી વિવક્ષા કરી નથી એમ સત્તામાં પણ