________________
૩૫૪
પંચસંગ્રહ-૧
અન્યત્ર સંક્રમતા હોવાથી પોતાના રસોદયનો અભાવ છે. તે આ પ્રમાણે–
ચરમોદય સંજ્ઞાવાળી મનુષ્યગતિ આદિ નામકર્મની નવ પ્રકૃતિઓ, નરકદ્ધિક, તિર્યદ્ગિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચઉરિન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને ઉદ્યોત એ બાવીસ પ્રકૃતિઓ વર્જીને નામ કર્મની શેષ ઈકોતેર પ્રકૃતિઓ અને નીચ ગોત્ર એ બોત્તેર પ્રકૃતિઓને તિબુકસંક્રમ વડે સંક્રમાવી ચરમ સમયે પરપ્રકૃતિના વ્યપદેશે ભગવાન અયોગીકેવળી અનુભવે છે. એ પ્રમાણે નિદ્રા અને પ્રચલાને ક્ષીણકષાય ગુણસ્થાનકવાળો અનુભવે છે. તથા મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયને સપ્તકલય કાળે સમ્યક્તમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી પરવ્યપદેશે અનુભવે છે. અનંતાનુબંધિના ક્ષયકાળે તેનાં દલિકોને બધ્યમાન ચારિત્રમોહનીયમાં ગુણસંક્રમ વડે સંક્રમાવી અને ઉદયાવલિકાનાં દલિતોને ઉદયવતી પ્રવૃતિઓમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી પરવ્યપદેશે અનુભવે છે. તથા સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, ઉદ્યોત, એકેન્દ્રિય, બેઇન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ, નરકદ્ધિક અને તિર્યદ્વિક એ નામકર્મની તેર પ્રકૃતિઓ બધ્યમાન યશકીર્તિમાં ગુણસંક્રમ વડે સંક્રમાવી ઉદયાવલિકાનાં દલિકોને ઉદય પ્રાપ્ત નામકર્મની પ્રકૃતિઓમાં તિબુકસંક્રમ વડે સંક્રમાવી પરરૂપે અનુભવે છે. તથા સ્વાર્દૂિધત્રિકને પણ પહેલાં તો બધ્યમાન દર્શનાવરણીય ચતુષ્કમાં ગુણસંક્રમ વડે સંક્રમાવે છે, ત્યારપછી ઉદયાવલિકાનાં દલિકોને તિબુકસંક્રમ વડે સંક્રમાવી અન્યવ્યપદેશે અનુભવે છે. એ પ્રમાણે આઠ કષાય, હાસ્યષક, પુરુષવેદ, અને સંજવલન ક્રોધ, માન અને માયા, એ પ્રકૃતિઓને યથાયોગ્ય રીતે પુરુષવેદાદિ ઉત્તરોત્તર પ્રવૃતિઓમાં નાખે છે અને પરરૂપે અનુભવે છે. માટે ઉપરોક્ત એકસો ચૌદે પ્રકૃતિઓ અનુદયવતી સંજ્ઞાવાળી છે. ૬૭
ત્રીજું બંધવ્ય દ્વાર સમાપ્ત