________________
૩૫૩
તૃતીયદ્વારા *હવે તે જ ઉદયવતી પ્રવૃતિઓ કહે છે
नाणंतरायआउदसणचउवेयणीयमपुमित्थी । चरिमुदयउच्चवेयग उदयवई चरिमलोभो य ॥६६॥ ज्ञानान्तरायायुष्कदर्शनचतुर्वेदनीयापुंस्त्रियः ।
चरमोदयोच्चवेदका उदयवत्यश्चरमलोभश्च ॥६६॥ અર્થજ્ઞાનાવરણીય, અત્તરાય, આયુ, દર્શનાવરણ ચતુષ્ક, વેદનીય, નપુંસકવેદ, સ્ત્રીવેદ અયોગીના ચરમસમયે ઉદયવતી નામકર્મની નવ પ્રકૃતિઓ, ઉચ્ચ ગોત્ર, વેદકસમ્યક્ત અને સંજ્વલન લોભ એટલી પ્રકૃતિઓ ઉદયવતી છે.
ટીકાનુ–જ્ઞાનાવરણીય પાંચ, અન્તરાય પાંચ, ચાર આયુ, દર્શનાવરણીયની, ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર, સાતા, અસતાવેદનીય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, અયોગીના ચરમ સમયે નામકર્મની જે પ્રકૃતિઓનો રસોદય છે તે નવ પ્રકૃતિઓ તે આમનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ અને તીર્થકર, ઉચ્ચ ગોત્ર, સમ્યક્તમોહનીય, અને સંજ્વલન લોભ-આ ચોત્રીસ પ્રકૃતિઓ ઉદયવતી છે, કારણ કે તેઓનો ઉદય અને સત્તાનો એક સમયે જ નાશ થાય છે. તે આ પ્રમાણે
જ્ઞાનાવરણ પાંચ, અંતરાય પાંચ, અને દર્શનાવરણ ચાર એ ચૌદ પ્રકૃતિઓ ક્ષીણકષાય ગુણસ્થાનકના ચરમ સમયે કે જે સમયે તેઓની સત્તાનો નાશ થાય છે તે સમયે સ્વસ્વરૂપે અનુભવાય છે, માટે તે ઉદયવતી છે. એ પ્રમાણે ચરમોદયવતી નામકર્મની મનુષ્યગતિ આદિ નવ પ્રકૃતિઓ સાતા અસાતા વેદનીય અને ઉચ્ચ ગોત્ર સઘળી મળી બાર પ્રકૃતિઓનો અયોગી કેવળી ગુણસ્થાનકના અન્ય સમયે, સંજ્વલન લોભનો ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મ સંપરાયના અન્ય સમયે, સમ્યક્વમોહનીયનો ક્ષાયિક સમ્યક્ત ઉપાર્જન કરતાં પોતાના ક્ષયના ચરમ સમયે, સ્ત્રીવેદ અને - નપુંસકવેદનો તે તે વેદના ઉદયે શ્રેણિ આરંભનારને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાત ભાગ ગયા પછી તે તે વેદના ઉદયના અન્ય સમયે, ચાર આયુનો પોતપોતાના ભવના ચરમ સમયે સ્વસ્વરૂપે અનુભવ થાય છે માટે તે સઘળી પ્રકૃતિઓ ઉદયવતી કહેવાય છે.
જો કે સાતા અસાતા વેદનીય અને સ્ત્રી નપુંસકવેદમાં અનુદયવતીપણું પણ સંભવે છે. કારણ કે ચૌદમા ગુણસ્થાનકે એક જીવને સાતા, અસાતા બેમાંથી એકનો જ ઉદય હોય છે. જેનો ઉદય હોય તે ઉદયવતી અને જેનો ઉદય ન હોય તે અનુદયવતી. એ પ્રમાણે જે વેદના ઉદયે શ્રેણિ આરંભી હોય તે વેદ ઉદયવતી સંજ્ઞક, અને બીજો અનુદયવતી સંજ્ઞક કહેવાય. આ પ્રમાણે ઉક્ત ચાર પ્રકૃતિઓમાં અનુદયવતીપણું પણ સંભવે છે છતાં મુખ્ય ગુણને અવલંબીને જ સપુરુષો કર્મપ્રકૃતિઓનું નામ આપે છે. એક જીવ આશ્રયી ભલે એક પ્રકૃતિ ઉદયવતી સંજ્ઞક અને અન્ય પ્રકૃતિ અનુદયવતી સંજ્ઞક હોય પરંતુ ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ એ ચારે પ્રકૃતિઓ ઉદયવતી હોય છે, એ ધ્યાનમાં રાખીને પૂર્વ પુરુષોએ ઉદયવતી કહી છે.
- શેષ એકસો ચૌદ પ્રકૃતિઓ અનુદયવતી છે. કારણ કે તે પ્રકૃતિનાં દલિકો ચરમ સમયે પંચ૦૧-૪૫