SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર પંચસંગ્રહ-૧ જાતિ, વૈક્રિયદ્રિક", હુડકસંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અશુભવિહાયોગતિ, અગુરુલઘુ, તૈજસ, કાર્મણ, નિર્માણ, ઉપઘાત, વર્ણાદિચતુષ્ક, અસ્થિરાદિષર્ક, ત્રસાદિચતુષ્ક, અસતાવેદનીય, નીચ ગોત્ર, સોળકષાય, મિથ્યાત્વમોહનીય, જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક, અને દર્શનાવરણચતુષ્ક આ પ્રકૃતિઓનો જ્યારે ઉદય હોય ત્યારે તેઓનો પોતાના મૂળકર્મનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, માટે તે પ્રકૃતિઓ ઉદય બંધાત્કૃષ્ટ છે. આયુકર્મમાં તો પરસ્પર સંક્રમ થતો નથી તેમજ બંધાતા આયુકર્મનાં દલિતો પૂર્વબદ્ધ આયુના ઉપચય માટે થતા નથી. પૂર્વબદ્ધઆયુ સ્વતન્ત્ર રહે છે, અને બદ્ધઆયુ પણ સ્વતન્ન જ રહે છે. તેથી ચાર પ્રકારમાંથી એક પણ પ્રકાર વડે તિર્યંચ મનુષ્પાયુની ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થતો નથી. માટે અનુદય બંધાત્કૃષ્ટાદિ ચારમાંની કોઈપણ સંજ્ઞા રહિત છે. જો કે દેવનારકા પરમાર્થથી અનુદાયબંધોત્કૃષ્ટ છે. કારણ કે એનો ઉદય ન હોય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તોપણ પ્રયોજનના અભાવે પૂર્વાચાર્યોએ ચારમાંની કોઈ પણ સંજ્ઞામાં, વિવલી નથી માટે ચારમાંની એક પણ સંજ્ઞામાં ગણેલ નથી. ૬૪ હવે ઉદયવતી અને અનુદયવતીનું સ્વરૂપ કહે છે– चरिमसमयंमि दलियं जासिं अन्नत्थ संकमे ताओ । अणुदयवइ इयरीओ उदयवई होति पगईओ ॥६५॥ चरमसमये दलिकं यासामन्यत्र संक्रमयेत् ताः । अनुदयवत्यः इतराः उदयवत्यः भवन्ति प्रकृतयः ॥६५॥ . અર્થ—જે કર્મપ્રકૃતિનાં દલિક અન્ય સમયે અન્યત્ર સંક્રમે તે પ્રકૃતિઓ અનુદયવર્તી છે, અને ઇતર પ્રવૃતિઓ ઉદયવતી છે. ટીકાનુ–જે કર્મપ્રકૃતિઓનાં દલિક અન્ય સમયે એટલે કે તે તે પ્રકૃતિઓની સ્વરૂપ સત્તાનો નાશ જે સમયે થાય તે સમયે અન્ય પ્રવૃતિઓમાં તિબુકે સંક્રમ વડે સંક્રમે, અને સંક્રમીને અન્ય પ્રકૃતિરૂપે અનુભવાય તે પ્રકૃતિઓ અનુદયવતી સંજ્ઞાવાળી છે. અને જે પ્રકૃતિનાં દલિકો પોતાની સત્તાનો જે સમયે નાશ થાય તે સમયે સ્વસ્વરૂપે અનુભવાય તે પ્રકૃતિઓ ઉદયવતી સંજ્ઞાવાળી છે. ૬૫ ૧. અહીં વૈક્રિયદ્ધિકને ઉદયબંધોત્કૃષ્ટમાં ગયું છે. જો કે તેનો ઉદય દેવ નારકીને ભવ પ્રત્યયિક છે ત્યાં તો તેનો બંધ નથી. પરંતુ ઉત્તરવૈક્રિયશરીરધારી મનુષ્યતિયો ક્લિષ્ટ પરિણામને યોગે તે બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તેથી ઉદયબંધોસ્કૃષ્ટમાં ગણેલ છે. ૨. દેવ નારકાયુને એક પણ સંજ્ઞામાં નહિ ગણવાનું કારણ એમ પણ હોય કે જ્યારે ઉદય બંધાત્કાદિ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સત્તાનો વિચાર કરે ત્યારે ઉદય બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની પૂર્ણ સત્તા હોય છે અને અનુદય બંધાત્કૃષ્ટની એક સમયે ન્યૂન હોય છે. હવે ઉપરોક્ત બે આયુને અનુદય બંધોત્કૃષ્ટમાં ગણે તો તેની ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા પણ એક સમય ન્યૂન કેમ ન હોય ? એ શંકા થાય એટલે એ શંકા જ ઉપસ્થિત ન થાય માટે પણ કોઈ સંજ્ઞામાં ન ગણી હોય. કેમ કે આયુની પૂર્ણ સત્તા જ હોય છે, જૂની હોતી નથી.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy