________________
૩૫૧
તૃતીયાર, સ્થિતિ પોતાના મૂળ કર્મ જેટલી બંધ સમયે બંધાતી જ નથી, પરંતુ સ્વજાતીય પ્રતિપક્ષ પ્રકૃતિઓના સંક્રમ વડે જ ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થાય છે. તે આ પ્રમાણે–
જ્યારે પ્રકૃતિઓની પ્રતિપક્ષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તેની બંધાવલિકા જે સમયે પૂર્ણ થાય તે પછીના સમયે ઉપરોક્ત પ્રકૃતિઓના બંધનો આરંભ કરે, બંધાતી તે પ્રકૃતિઓમાં પૂર્વે બંધાયેલી તેની પ્રતિપક્ષ નરકાનુપૂર્વી આદિનાં દલિકો સંક્રમાવે એટલે સંક્રમ વડે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થાય છે. તે પણ તેઓનો ઉદય ન હોય ત્યારે જ. કારણ કે જ્યારે ઉપરોક્ત પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે તેની—વિપક્ષપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ જ થતો નથી. જેમ કે મનુજાનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં હોય છે, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિકનો ઉદય વિકલેન્દ્રિય અને સૂક્ષ્માદિ જીવોમાં હોય છે, આહારકનો ઉદય આહારક શરીરીને હોય છે, મિશ્રમોહનીયનો ઉદય ત્રીજે ગુણઠાણે હોય છે, અને તીર્થંકરનામનો ઉદય તેરમે ગુણઠાણે હોય છે, ત્યાં તેની વિપક્ષપ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને યોગ્ય અધ્યવસાયો જ હોતા નથી અને દેવદ્રિકનો ઉદય દેવગતિમાં હોય છે પરંતુ ત્યાં તેનો બંધ નથી. માટે તે પ્રકૃતિઓ અનુદય સંક્રમોત્કૃષ્ટ છે. ૬૩
હવે અનુદય બંધોત્કૃષ્ટ અને ઉદય બંધોસ્કૃષ્ટ પ્રકૃતિઓ કહે છે— . ' नारयतिरिउरलदुगं छेवढेगिदिथावरायावं ।
निद्दा अणुदयजेट्ठा उदउक्कोसा पराणाऊ ॥६४॥ नारकतिर्यगौदारिकद्विकानि सेवातैकेन्द्रियस्थावरातपानि ।
निद्रा अनुदयज्येष्ठाः उदयोत्कृष्टाः परे अनायुषः ॥६४॥
અર્થ-નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, ઔદારિકશ્ચિક, સેવાર્તસંઘયણ, એકેન્દ્રિય, સ્થાવર, આતપ અને પાંચ નિદ્રા એ અનુદય બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓ છે, અને આયુકર્મ વિના શેષ પ્રકૃતિઓ ઉદયબંધોસ્કૃષ્ટ છે.
ટીકાનુ–નરકદ્ધિક, તિર્યશ્વિક, ઔદારિકદ્ધિક, છેવટ્ઠસંઘયણ, એકેન્દ્રિયજાતિ, સ્થાવરનામ, આતપનામ અને પાંચ નિદ્રા એ પંદર કર્મપ્રકૃતિઓ અનુદયબંધોત્કૃષ્ટ છે. આ સઘળી કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પોતાના મૂળકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલો જ થાય છે, પરંતુ તેઓનો ઉદય ન હોય ત્યારે થાય છે.
નરકદ્ધિકાદિ ઉપરોક્ત પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિના બંધાધિકારી કોણ છે તેનો વિચાર કરતાં જણાશે કે આ પ્રકૃતિઓનો જયાં ઉદય છે ત્યાં તેનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ થઈ શકતો જ નથી. તેમજ નિદ્રાનો જ્યારે ઉદય હોય છે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધને યોગ્ય ક્લિષ્ટ પરિણામ થતાં નથી. અને જ્યારે તેવા પ્રકારનાં ક્લિષ્ટ પરિણામ હોય છે ત્યારે નિદ્રાનો ઉદય હોતો નથી. કારણ કે નિદ્રામાં કષાયાદિ વૃત્તિઓ ઊલટી શાંત થાય છે. માટે તેનો ઉદય હોય ત્યારે તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો નથી.
ચાર આયુ વિના શેષ સાઠ કર્મપ્રકૃતિઓ ઉદય બંધોત્કૃષ્ટ છે. તે આ પ્રમાણે–પંચેન્દ્રિય