________________
૩૪૨.
પંચસંગ્રહ-૧
ગુણની પ્રાપ્તિ વડે જે સત્તાનો નાશ થાય છે. તે પ્રકૃતિઓની અધ્રુવ સત્તાના વ્યપદેશનો હેતુ નથી. ઉત્તર ગુણની પ્રાપ્તિ વડે થતો સત્તાનો નાશ એ અદ્ભવસત્તાના વ્યપદેશનો હેતુ હોય તો સઘળી કર્મપ્રકૃતિઓ અધુવસત્તાના વ્યપદેશને યોગ્ય થાય. કારણ કે ઉત્તરગુણના યોગે સઘળી કર્મપ્રકૃતિઓની સત્તાનો નાશ થાય છે. પરંતુ તેમ નથી. ધ્રુવસત્તાના લક્ષણમાં જ કહ્યું છે કે ઉત્તરગુણની પ્રાપ્તિ પહેલાં જે પ્રકૃતિઓની દરેક જીવને દરેક સમયે સત્તા હોય તે ધ્રુવસત્તા. ઉત્તરગુણની પ્રાપ્તિ પહેલાં તો દરેક જીવને દરેક સમયે અનંતાનુબંધિ અવશ્ય સત્તામાં હોય છે. માટે અનંતાનુબંધી કષાયની ધ્રુવસત્તા જ છે.
સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, તીર્થંકર નામ અને આહારકદ્ધિક એ પ્રકૃતિઓ ઉત્તર ગુણની પ્રાપ્તિ થયા પછી જ સત્તામાં આવે છે માટે તે પ્રકૃતિઓની અદ્ભવ સત્તા પ્રતીત જ છે અને શેષ વૈક્રિયષકદિ પ્રકૃતિઓ ઉત્તર ગુણની પ્રાપ્તિ થયા પહેલાં પણ નિરંતર સત્તામાં હોય એ કંઈ નિયમ નથી. માટે તેઓની પણે અછુવ સત્તા છે.
અહીં જે પ્રકૃતિઓનું સ્વરૂપ હવે પછી કહેવાશે તેનું પ્રતિપાદન કરનારી અન્યની બનાવેલી બે દ્વાર ગાથા છે, તે મંદમતિજીવોને સુખપૂર્વક જ્ઞાન થવામાં કારણ હોવાથી તે બે ગાથા પણ અહીં લખે છે–
अणदयउदओभयबंधणीउ उभबंधउदयवोच्छेया । संतरउभयनिरंतरबंधा उदसंकमुक्कोसा ॥१॥ अणुदयसंकमजेट्ठा उदएणुदए य बंधउक्कोसा ।
उदयाणुदयवईओ तितितिचउदुहा उ सव्वाओ ॥२॥
અર્થ—અનુદયબંધિ, ઉદયબંધિ અને ઉભયબંધિ સમક, ક્રમપૂર્વક અને ઉત્ક્રમથી બંધોદય જેઓનો વિચ્છેદ થાય છે તે. સાંતર, ઉભય અને નિરંતરબંધિ, ઉદય સંક્રમોત્કૃષ્ટ અનુદય સંક્રમોત્કૃષ્ટ, ઉદય બંધોસ્કૃષ્ટ ઉદયવતી અને અનુદયબંધોસ્કૃષ્ટ અને અનુદયવતી એમ સઘળી પ્રકૃતિઓ અનુક્રમે ત્રણ, ત્રણ, ત્રણ, ચાર અને બે પ્રકારે છે.
ટીકાનુ-કર્મપ્રકૃતિઓ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે–સ્વાનુદયબંધિ, સ્વોદયબંધિ અને ઉભયબંધિ. તેમાં પોતાનો ઉદય ન હોય ત્યારે જ જેઓનો બંધ થતો હોય તે સ્વાનુદયબંધિ, પોતાનો ઉદય છતાં જ જેઓનો બંધ થતો હોય તે સ્વોદયબંધિ અને પોતાનો ઉદય હોય કે ન હોય છતાં જે પ્રકૃતિઓ બંધાતી હોય તે ઉભયબંધિ કહેવાય.
વળી પણ કર્મપ્રકૃતિઓ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે–સમકવ્યવચ્છિદ્યમાનબંધોદયા, ક્રમવ્યવચ્છિદ્યમાનબંધોદયા અને ઉત્કમવ્યવચ્છિદ્યમાનબંધોદયા. તેમાં જે કર્મપ્રકૃતિઓનો બંધ અને
१. अनुदयोदयोभयबन्धिन्यः उभयबन्धोदयव्युच्छेदाः ।
सान्तरोभयनिरन्तरबन्धिन्य उदयसंक्रमोत्कृष्टाः ॥१॥
अनुदयसंक्रमज्येष्ठा उदयानुदययोश्च बन्धोत्कृष्टाः । उदयानुदयवत्यः तिस्त्रः तिस्त्रः तिस्त्रः चतस्त्रः द्विविधाश्च सर्वाः ॥२॥