________________
તૃતીયાર
૩૪૧
સ્થિતિસ્થાનકો થાય છે. એક એક સ્થિતિમાં અસંખ્યાતા રસસ્પર્ધકો હોય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જયારે થાય ત્યારે દરેક સ્થિતિમાં દરેક સ્થિતિસ્થાનકમાં જે અસંખ્યાતા રસસ્પર્ધકના સમૂહવિશેષ હોય છે, તે સઘળા બે સ્થાનક રસના જ ઘટે છે, એકસ્થાનક રસના નહિ, તેથી જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ યોગ્ય અધ્યવસાયો વડે પણ શુભ પ્રકૃતિઓનો રસબંધ જીવસ્વભાવે બેઠાણિયો જ થાય છે, એકઠાણિયો થતો નથી. પ૩ હવે સત્તા સંબંધ પર પ્રશ્નને દૂર કરવા કહે છે–
दुविहमिह संतकम्मं धुवाधुवं सूइयं च सद्देण । धुवसंतं चिय पढमा जओ न नियमा विसंजोगो ॥५४॥ द्विविधमिह सत्कर्म ध्रुवाधुवं सूचितं च शब्देन ।
ध्रुवसन्त एव प्रथमाः यतो न नियमात् विसंयोगः ॥५४॥ અર્થ ધ્રુવ અને અધ્રુવ એમ બંને પ્રકારની સત્તા દ્વારગાથામાં “ચ” શબ્દ વડે સૂચવી છે, તેમાં પહેલા અનંતાનુબંધિ કષાયોની અવશ્ય ધ્રુવસત્તા જ છે, કારણ કે ગુણપ્રાપ્તિ વિના તેની વિસંયોજના થતી નથી.
ટીકાનુ—તારગાથામાં કહેલ “ચ” શબ્દ વડે સત્તા બે પ્રકારે સૂચવી છે. તે આ પ્રમાણે વસત્તા અને અધુવસત્તા.
તેમાં જેઓને સમ્યક્તાદિ ઉત્તર ગુણોની પ્રાપ્તિ થઈ નથી તેવા સઘળા સંસારી જીવોને જે પ્રકૃતિઓની નિરંતર સત્તા હોય તે ધ્રુવસત્તા એ પહેલાં જ કહ્યું છે. તે ધ્રુવસત્તા પ્રકૃતિઓ એકસો ચાર છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીયપંચક, દર્શનાવરણની નવ, સાતા અસાતા વેદનીય, મિથ્યાત્વ, સોળ કષાય, નવ નોકષાય, તિર્યદ્ગિક, જાતિપંચક, ઔદારિકદ્વિક, તૈજસ, કાર્પણ, સંસ્થાનષદ્ધ, સંઘયણષક, વર્ણાદિ ચાર, વિહાયોગતિદ્ધિક, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસદશક, સ્થાવરદશક, નીચ ગોત્ર અને અંતરાયપંચક, અહીં વર્ણાદિ ચાર જ વિવક્યા છે અને બંધન સંઘાતન વિવસ્થા નથી માટે એકસો ચાર થાય છે.
તથા સમ્યક્તાદિ ઉત્તર ગુણોની જેઓને પ્રાપ્તિ થઈ નથી તેવા આત્માઓને પણ જે પ્રકૃતિઓની સત્તા કોઈ વખતે હોય અને કોઈ વખતે ન હોય તે અધુવસત્તા કહેવાય.
આ પ્રમાણે હોવાથી કોઈ શંકા કરે કે–અનંતાનુબંધિકષાયની ઉદ્ધલના થાય છે એટલે તેની સત્તાનો નાશ થાય છે. વળી મિથ્યાત્વના યોગે ફરી સત્તામાં આવે છે તો તેની અદ્ભવ સત્તા કેમ ન કહેવાય ? તેનું ખંડન કર્યું છે એમ સમજવું. કારણ કે અનંતાનુબંધિ કષાયની વિસંયોજના સમ્યક્વાદિગુણની પ્રાપ્તિ વિના તો થતી જ નથી પરંતુ ગુણની પ્રાપ્તિના વશથી થાય છે. ઉત્તર
૧. કોઈપણ એક સ્થિતિબંધ અસંખ્યાત સમય પ્રમાણ બંધાય છે, તેમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ અસંખ્યાત સમય પ્રમાણ જ થાય છે. પ્રત્યેક સ્થિતિસ્થાનમાં અસંખ્ય સ્પર્ધકો હોય છે. એટલે જ ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા સમય પ્રમાણ બંધાય છે તેનાથી સ્પર્ધ્વકસંઘાતો અસંખ્યગુણ થાય છે.