________________
૩૪૦
પંચસંગ્રહ-૧
સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી થાય છે. ત્યારે સત્તર સિવાય કોઈપણ અશુભપ્રકૃતિઓનો બંધ થતો નથી. તેથી સત્તર સિવાય કોઈપણ અશુભ પ્રકૃતિઓનો એકસ્થાનક રસબંધ થતો નથી. ગાથામાં કહેલ ક્ષપક શબ્દથી અપૂર્વકરણ ગુણસ્થાનક લેવાનું છે.
શુભપ્રકૃતિઓનો મિથ્યાષ્ટિ સંક્લિષ્ટ પરિણામી આત્મા પણ એક સ્થાનક રસ બાંધતો જ નથી. કારણ કે શુભપ્રકૃતિઓનો અતિસંક્લિષ્ટ મિથ્યાદષ્ટિ છતાં બંધ થતો નથી, પરંતુ કંઈક વિશુદ્ધ પરિણામ છતાં બંધ થાય છે. ઉત્કૃષ્ટ સંક્લેશ છતાં શુભપ્રકૃતિઓના એકસ્થાનક રસબંધનો સંભવ છે, પરંતુ ઉત્કૃષ્ટ સંક્લેશના અભાવે નહિ. તેથી શુભપ્રકૃતિઓનો પણ ઓછામાં ઓછો બેસ્થાનક રસનો જ બંધ થાય છે, એકસ્થાનક રસનો બંધ થતો નથી.
- અહીં એમ શંકા ધાય કે સાતમી નરક પ્રાયોગ્ય બાંધતાં અતિસંક્લિષ્ટ પરિણામિ મિથ્યાષ્ટિને પણ વૈક્રિયદ્ધિક તૈજસ આદિ શુભપ્રકૃતિઓ બંધાય છે તે સમયે તેનો એકઠાણિયો રસ કેમ ન બંધાય ? તેના ઉત્તરમાં કહે છે કે–નરકપ્રાયોગ્ય બાંધતાં વૈક્રિય તૈજસ આદિ જે શુભ પ્રકૃતિઓ બંધાય છે તેઓનો પણ તથાસ્વભાવે ઓછામાં ઓછો પણ બેઠાણિયો રસ જ બંધાય છે, એકઠાણિયો બંધાતો જ નથી, એમાં કારણ જીવસ્વભાવ છે. પર આ વિષયમાં પ્રાગ્નિક પ્રશ્ન કરે છે–
उकोसठिअज्झवसाणेहिं एगठाणिओ होही । सुभियाण तन्न जं ठिइ असंखगुणिया उ अणुभागा ॥५३॥ उत्कृष्टस्थित्यध्यवसायैः एकस्थानिको भविष्यति । ..
शुभानां तन्न यतः स्थित्यसंख्येयगुणास्तु अनुभागाः ॥५३॥ અર્થ–ઉત્કૃષ્ટ સ્થિતિબંધને યોગ્ય અધ્યવસાયો વડે શુભ પ્રકૃતિઓનો એકસ્થાનક રસ બંધ થશે, એમ પ્રશ્ન કરનારનો અભિપ્રાય છે. આચાર્ય મહારાજ કહે છે કે –શુભ પ્રવૃતિઓનું તેમ નથી. કારણ કે સ્થિતિબંધ યોગ્ય અધ્યવસાયોથી રસબંધ યોગ્ય અધ્યવસાયો અસંખ્યાતગુણા છે.
ટીકાનું–નરકાયુ સિવાય ત્રણ આયુ વિના શુભ અથવા અશુભ સઘળી કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંક્લેશ વર્તતાં થાય છે. ઉત્કૃષ્ટ સંક્લેશ વિના થતો નથી. કહ્યું છે કે
સઘળી સ્થિતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંક્લેશ વડે થાય છે. તેથી જે અધ્યવસાયો વડે શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થશે તે જ અધ્યવસાયો વડે તેઓનો એકસ્થાનક રસબંધ થશે. તો પછી એમ કેમ કહો છો કે શુભ પ્રકૃતિઓનો એકસ્થાનક રસબંધ થતો નથી ?
આ પ્રશ્ન કરનારના આશયને ધ્યાનમાં રાખી આચાર્ય મહારાજ ઉત્તર આપે છે–
તે જે કહ્યું તે બરાબર નથી. કારણ કે સ્થિતિબંધ યોગ્ય અધ્યવસાયોથી રસબંધ યોગ્ય અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. તાત્પર્ય એ છે કે
પ્રથમ સ્થિતિસ્થાનકથી આરંભી સમય સમય વધતાં સરવાળે અસખ્યાત સ્થિતિવિશેષો