SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીયદ્વાર ૩૩૯ • સુભગ આદિ પુણ્ય પ્રકૃતિઓનો અતિ સંક્લિષ્ટ પરિણામવાળો મિથ્યાદષ્ટિ એક સ્થાનક રસ કેમ ન બાંધે ? કારણ કે અતિ સંક્લિષ્ટ પરિણામનો સંભવ છતાં પુણ્ય પ્રકૃતિઓના પણ એકસ્થાનક રસબંધનો સંભવ છે. શા માટે પહેલાં એમ કહ્યું કે સત્તર પ્રવૃતિઓ જ એક, બે, ત્રણ અને ચાર ઠાણિયા રસે બંધાય છે ? એમ અન્ય સઘળી પ્રકૃતિઓ બે, ત્રણ કે ચાર ઠાણિયા રસે બંધાય છે.? ૫૦ ઉપર પ્રમાણે પ્રશ્નકારના આશયને ધ્યાનમાં રાખી આચાર્ય મહારાજ ઉત્તર આપે છે – जलरेहसमकसाएवि एगठाणी न केवलदुगस्स । जं तणुयंपि हु भणियं आवरणं सव्वघाई से ॥५१॥ जलरेखासमकषायैरप्येकस्थानिको न केवलद्विकस्य । .. यतस्तनुकमपि हु भणितमावरणं सर्वघाति तयोः ॥५१॥ અર્થ–જળરેખા સમાન કષાય વડે પણ કેવળદ્ધિકનો એકઠાણિયો રસબંધ થતો નથી, કારણ કે તે બંનેનું અલ્પ પણ આવરણ સર્વઘાતિ કહ્યું છે. ટીકાનુ–જળરેખા સમાન સંજ્વલન કષાયનો ઉદય છતાં પણ કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીય કર્મનો એકઠાણિયો રસબંધ થતો નથી, કારણ કે તે બંનેનું રસરૂપ અલ્પ પણ આવરણ તીર્થકરો અને ગણધરોએ સર્વઘાતિ કહ્યું છે. એટલે કે તેઓનો સર્વ જઘન્ય રસ પણ સર્વઘાતિ કહ્યો છે. અને સર્વઘાતિ રસ જઘન્યપદે પણ બેઠાણિયો જ બંધાય છે, એકઠાણિયો બંધાતો જ નથી. તે હેતુથી કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીયનો એકઠાણિયો રસબંધ થતો નથી. ૫૧ હવે હાસ્યાદિ પ્રકૃતિ આશ્રયી ઉત્તર કહે છે – सेसासुभाण वि न जं खवगियराणं न तारिसा सुद्धि । __ न सुभाणंपि हु जम्हा ताणं बंधो विसुझंति ॥५२॥ शेषाशुभानामपि न यत् क्षपकेतराणां न तादृक् शुद्धिः । न शुभानामपि हु यस्मात् तासां बन्धः विशुद्ध्यमाने ॥५२॥ અર્થશેષ અશુભપ્રકૃતિઓનો પણ એકસ્થાનક રસ બંધ થતો નથી. કારણ ક્ષેપક અને ઇતર ગુણસ્થાનકવાળાને તેવા પ્રકારની શુદ્ધિ હોતી નથી. શુભ પ્રકૃતિઓનો સંક્લિષ્ટ મિથ્યાષ્ટિને પણ એકસ્થાનક રસબંધ થતો નથી, કારણ કે તેઓનો બંધ પણ કંઈક વિશુદ્ધ પરિણામ છતાં થાય છે. ટીકાનુ–પૂર્વે કહેલ મતિજ્ઞાનાવરણીયાદિ સત્તર પ્રકૃતિ સિવાય શેષ અશુભ પ્રકૃતિઓનો પણ એક સ્થાનક રસબંધનો સંભવ નથી. કારણ કે ક્ષપક-અપૂર્વકરણ ગુણસ્થાનકમાં અને ઈતર-પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનકમાં તેવા પ્રકારની વિશુદ્ધિ હોતી નથી જેથી એકસ્થાનકરસનો બંધ થાય. જ્યારે એક સ્થાનક રસબંધ યોગ્ય પરમ પ્રકર્ષને પ્રાપ્ત થયેલ વિશુદ્ધિ અનિવૃત્તિ બાદર
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy