________________
૩૩૬
પંચસંગ્રહ-૧
પુદ્ગલના સંસર્ગથી અરતિનો વિપાકોદય થાય છે. અને પુષ્પની માળા અને ચંદનાદિના સંબંધથી રતિ મોહનીયનો ઉદય થાય છે. આ પ્રમાણે પુદ્ગલને પ્રાપ્ત કરી તે બંનેનો ઉદય થતો હોવાથી તે બંને પુદ્ગલવિપાકી કહેવી યોગ્ય છે. જીવવિપાકી કહેવી યોગ્ય નથી અને કહી છે તો જીવવિપાકી.
- તેના ઉત્તરમાં કહે છે કે–પુગલના સંબંધ વિના શું રતિ અરતિ મોહનીયનો ઉદય થતો નથી ? અર્થાત્ પુદ્ગલમાં સંબંધ વિના પણ થાય છે. તે આ પ્રમાણે-કટકાદિના સંબંધ વિના પણ પ્રિય અપ્રિય વસ્તુના દર્શન અને તેના સ્મરણાદિ વડે રતિ અરતિનો વિપાકોદય જણાય છે. પગલવિપાકી તો એને કહેવાય જેનો ઉદય પુદ્ગલના સંબંધ વિના થાય જ નહિ. રતિ, અરતિ તો એવી નથી. પુદ્ગલના સંસર્ગથી થાય છે તેમ તેના સંસર્ગ વિના પણ થાય છે. માટે પુદ્ગલની સાથે વ્યભિચારી હોવાથી તે પુગલવિપાકી નથી પરંતુ જીવવિપાકી જ છે.
આ પ્રમાણે ક્રોધાદિના સંબંધમાં પણ પૂર્વ પક્ષનો તિરસ્કાર કરી તેનું જીવવિપાકીપણું સિદ્ધ કરવું તે આ પ્રમાણે-કોઈના તિરસ્કાર કરનારા શબ્દો સાંભળી ક્રોધનો ઉદય થાય છે, શબ્દ એ પુદ્ગલ થાય છે, એટલે કોઈ શંકા કરે કે ક્રોધનો ઉદય પણ પુગલને આશ્રયીને થાય છે માટે તે પુગલવિપાકી છે. સ્મરણાદિ વડે પુદ્ગલના સંબંધ વિના પણ ક્યાં નથી થતો ? એમ ઉત્તર આપી તે જીવવિપાકી છે એમ સિદ્ધ કરવું. એમ અન્યત્ર પણ સમજવું. ૪૬
હવે ભવવિપાકી પ્રકૃતિને આશ્રયી પ્રશ્ન કરનાર પૂછે છે કે—જેમ આયુકર્મનો જે ભવનું આયુ બાંધ્યું હોય તે પોતપોતાના ભવમાં જ વિપાકોદય થાય છે, અન્યત્ર થતો નથી; તેમ ગતિનામકર્મનો પણ પોતપોતાના ભવમાં જ વિપાકોદય થાય છે પોતપોતાના ભવ સિવાય અન્યત્ર થતો નથી. આ વસ્તુ જિન પ્રવચનના રહસ્યને સમજનારને પ્રતીત જ છે. માટે ગતિ પણ આયુની જેમ ભવવિપાકી કેમ કહેવાતી નથી ? શા માટે જીવવિપાકી કહેવાય છે ? એમ અન્ય કહ્યું છતે આચાર્ય મહારાજ તેનો અનુવાદ કરી ખંડન કરે છે–
आउव्व भवविवागा गई न आउस्स परभवे जम्हा । नो सव्वहावि उदओ गईण पुण संकमेणत्थि ॥४७॥
आयुरिव भवविपाकाः गतयः नायुषः परभवे यस्मात् । ___नो सर्वथाप्युदयो गतीनां पुनः संक्रमेणास्ति ॥४७॥
અર્થ—આયુની જેમ ગતિઓ ભવવિપાકી નથી, કારણ કે આયુનો પરભવમાં કોઈપણ રીતે ઉદય હોતો નથી. ગતિનો તો સંક્રમ વડે ઉદય હોય છે.
ટીકાનુ-આધુની જેમ ગતિઓ ભવવિપાકી નથી, કારણ કે આયુનો જે ભવનું આયુ બાંધ્યું હોય તે સિવાય અન્ય કોઈપણ ભવમાં વિપાકોદય વડે ઉદય થતો નથી પરંતુ સંક્રમ વડે સ્તિબુકસંક્રમ વડે પણ ઉદય થતો નથી. જે ગતિનું આયુ બાંધ્યું હોય ત્યાં જ તેનો ઉદય થાય છે, તેથી સર્વથા પોતાના ભાવ સાથે વ્યભિચારી હોવાથી આયુ ભવવિપાકી કહેવાય છે. પરંતુ ગતિઓનો તો પોતાના ભવ વિના અન્યત્ર પણ સંક્રમ-તિબુકસંક્રમ વડે ઉદય થાય છે તેથી પોતાના ભાવ સાથે વ્યભિચારી હોવાથી તે ભવવિપાકી નથી.