________________
તૃતીયદ્વાર
૩૩૫
આ પ્રમાણે થાય છે—વિપાક આશ્રયી પ્રકૃતિઓ ચાર પ્રકારે છે અથવા અન્યથા—અન્ય પ્રકારે પણ છે. એ અન્ય પ્રકારે કહેવાથી જ હેતુ અને રસના ભેદે બે પ્રકારે છે એમ જાણવું. ૪૦ હવે હેતુવિપાકપણાને આશ્રયી વિચાર કરતાં કહે છે—
जा जं समेच्च हेडं विवागउदयं उवेंति पगईओ । ता तव्विवागसन्ना सेसभिहाणाई सुगमाई ॥ ४५ ॥
या यं समेत्य हेतुं विपाकोदयमुपयान्ति प्रकृतयः । तास्तद्विपाकसंज्ञाः शेषाभिधानानि सुगमानि ॥४५॥
અર્થ—જે પ્રકૃતિઓ જે હેતુને પ્રાપ્ત કરી વિપાકોદયને પ્રાપ્ત થાય તે પ્રકૃતિઓ તે વિપાક સંજ્ઞાવાળી થાય છે. શેષ નામો તો સુગમ છે.
ટીકાનુ—જે સંસ્થાન, સંઘયણ, નામકર્માદિ પ્રકૃતિઓ પુદ્ગલાદિરૂપ જે કારણને પ્રાપ્ત કરી વિપાકોદયને પ્રાપ્ત થાય છે, તે પ્રકૃતિઓ તે વિપાક સંજ્ઞાવાળી એટલે કે પુદ્ગલવિપાક ભવવિપાક આદિ નામવાળી થાય છે. જેમ સંસ્થાન નામકર્માદિ પ્રકૃતિઓ ઔદારિકાદિ પુદ્ગલને પ્રાપ્ત કરી વિપાકોદયને પ્રાપ્ત થાય છે. માટે તે પ્રકૃતિઓ પુદ્ગલવિપાકી કહેવાય છે. ચાર આનુપૂર્વીઓ વિગ્રહગતિરૂપ ક્ષેત્રને આશ્રયી ઉદયમાં આવે છે, માટે તે ક્ષેત્રવિપાકી કહેવાય છે. ઇત્યાદિ
શેષ ધ્રુવ સત્કર્મ, અધ્રુવ સત્કર્મ ઉદ્ગલના આદિનાં નામો તો સુગમ છે માટે તેનો વિશેષ વિચાર કરતા નથી. તે દરેકનાં નામોના અર્થો પહેલાં આવી ગયા છે. માત્ર ઉદ્ગલનાનો અર્થ આવ્યો નથી. તેનું સ્વરૂપ પ્રદેશસંક્રમના અધિકારમાં આવશે. ૪૫
આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે પુદ્ગલવિપાકીપણાને આશ્રયી પરનું વક્તવ્ય જણાવી તેમાં દોષ આપે છે—
अरइरईणं उदओ किन्न भवे पोग्गलाणि संपप्प | अप्पुट्ठेहिवि किन्नो एवं कोहाइयाणंवि ॥ ४६ ॥
अरतिरत्योरुदयः किं न भवेत् पुद्गलान् सम्प्राप्य । अस्पृष्टैरपि किं नो एवं क्रोधादीनामपि ॥४६॥
અર્થ—અતિ અને રતિમોહનીયનો ઉદય શું પુદ્ગલને આશ્રયીને થતો નથી ? ઉત્તરમાં કહે છે કે પુદ્ગલના સ્પર્શ વિના પણ શું તે બન્નેનો ઉદય થતો નથી ? ક્રોધાદિનું પણ એ પ્રમાણે સમજવું.
ટીકાનુ—જે પ્રકૃતિઓ પુદ્ગલ રૂપ હેતુને પ્રાપ્ત કરી વિપાકોદયને પ્રાપ્ત થાય તે પુદ્ગલ વિપાકી એમ ઉપરની ગાથામાં કહ્યું તે સંબંધમાં પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે— રતિમોહનીય અને અતિ મોહનીયનો ઉદય શું પુદ્ગલરૂપ હેતુને આશ્રયીને થતો નથી ? અર્થાત્ તે બંનેનો ઉદય પણ પુદ્ગલોને પ્રાપ્ત કરીને જ થાય છે. તે આ પ્રમાણે—કંટકાદિ ખરાબ