________________
તૃતીયદ્વાર
૩૩૭
તાત્પર્ય એ કે આયુનો સ્વભવમાં જ ઉદય થાય છે માટે તે ભવવિપાકી છે, અને ગતિઓનો પોતાના ભવમાં વિપાકોદય વડે અને પરભવમાં સ્તિબુકસંક્રમ વડે એમ પોતાના અને પર બંને ભવમાં ઉદય થતો હોવાથી તે ભવવિપાકી નથી. ૪૭ હવે ક્ષેત્રવિપાકી આશ્રયી પર પ્રશ્નને દૂર કરવા કહે છે
अणपव्वीणं उदओ किं संकमणेण नत्थि संतेवि । जह खेत्तहेउणो ताण न तह अन्नाण सविवागो ॥४८॥
आनुपूर्वीणामुदयः किं संक्रमणेन नास्ति सत्यपि ।
यथा क्षेत्रहेतुकः तासां न तथाऽन्यासां स्वविपाकः ॥४८॥ અર્થ–શું આનુપૂર્વીનો ઉદય સંક્રમ વડે થતો નથી? સંક્રમ વડે ઉદય થાય છે છતાં પણ જે રીતે ક્ષેત્રહેતુક તેઓનો વિપાક છે તે રીતે અન્ય પ્રકૃતિઓનો નથી માટે આનુપૂર્વીઓ ક્ષેત્રવિપાકી છે.
ટીકાનુ–ઉપરોક્ત ગાથામાં ગતિનામકર્મને જીવવિપાકી કહી છે એમ આનુપૂર્વી નામકર્મ પણ કેમ જીવવિપાકી નથી? એ સંબંધમાં પૂર્વપક્ષીય શંકા કરે છે જેમ ગતિનામકર્મનો પોતપોતાના ભવં સિવાય અન્ય ભવમાં સંક્રમ વડે ઉદય થાય છે તેથી પોતાના ભાવ સાથે વ્યભિચારી છે માટે તેઓ ભવવિપાકી કહેવાતી નથી પરંતુ જીવવિપાકી કહેવાય છે, તેમ આનુપૂર્વીનામકર્મનો સ્વયોગ્ય ક્ષેત્ર સિવાય અન્યત્ર તિબુકસંક્રમ વડે શું ઉદય થતો નથી કે જેથી તે પ્રકૃતિઓ અવશ્ય ક્ષેત્રવિપાકી કહેવાય છે? સ્વયોગ્ય ક્ષેત્ર સિવાય અન્યત્ર પણ સંક્રમ વડે ઉદય થાય છે. માટે સ્વક્ષેત્ર સાથે વ્યભિચારી હોવાથી આનુપૂર્વીઓને ક્ષેત્રવિપાકી કહેવી યોગ્ય નથી. પરંતુ જીવવિપાકી જ કહેવી જોઈએ. એ પ્રશ્ન કરનારનો અભિપ્રાય છે.
તેનો આચાર્ય મહારાજ ઉત્તર આપે છે –
આનુપૂર્વીઓનો સ્વયોગ્ય ક્ષેત્ર સિવાય અન્યત્ર સંક્રમ વડે ઉદય હોય છે છતાં પણ જેવી રીતે તે પ્રકૃતિઓનો આકાશ પ્રદેશરૂપ ક્ષેત્ર નિમિત્તે રસોદય થાય છે તેમ અન્ય કોઈપણ પ્રકૃતિઓનો થતો નથી. તેથી આનુપૂર્વીઓના રસોઇયમાં આકાશ પ્રદેશરૂપ ક્ષેત્ર અસાધારણ હેતુ છે એ જણાવવા માટે તેઓને ક્ષેત્રવિપાકી કહી છે. ૪૮ હવે જીવવિપાકી આશ્રયી પરપ્રશ્નને દૂર કરવા કહે છે
संपप्प जीयकाले उदयं काओ न जंति पगईओ । एवमिणमोहहेउ आसज्ज विसेसयं नत्थि ॥४९॥ सम्प्राप्य जीवकालौ उदयं काः न यान्ति प्रकृतयः ।
एवमेतदोघहेतुमाश्रित्य विशेषितं नास्ति ॥४९॥
અર્થ જીવ અને કાળરૂપ હેતુને પ્રાપ્ત કરી કઈ પ્રકૃતિઓ ઉદયમાં આવતી નથી ? અર્થાત્ સઘળી આવે છે, માટે બધી પ્રવૃતિઓ જીવવિપાકી છે. એના ઉત્તરમાં કહે છેઓઘ પંચ૦૧-૪૩