________________
૩૨૮
પંચસંગ્રહ-૧
પ્રકૃતિઓ મેળવતાં કુલ સત્તર પ્રવૃતિઓ શ્રેણિ પર ચડ્યા પહેલાં ઉઠ્ઠલન યોગ્ય છે એમ સમજવું. તેમાં અનંતાનુબંધિ અને આહારક સિવાયની સઘળી પ્રકૃતિની ઉદ્ધલના પહેલે ગુણઠાણે થાય છે. અનંતાનુબંધી કષાયની ઉદ્ધલના ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં અને આહારકની અવિરતિપણામાં થાય છે.
તથા શેષ છત્રીસ પ્રવૃતિઓ જે ઉકલન યોગ્ય છે, તે શ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારે જ છે, અન્યત્ર નહિ. તેથી તે પ્રકૃતિઓને અહીં કહી નથી. પરંતુ આગળ પ્રદેશસંક્રમના અધિકારમાં
રહેશે.
જે કોઈ સ્થળે દેવત્રિક, મનુષ્યત્રિક એમ ત્રિકનું ગ્રહણ કરવામાં આવે ત્યાં તેની ગતિ તેની આનુપૂર્વી અને તેનું આયુ એ પ્રમાણે ત્રણ સમજવી. ૩૪
આ પ્રમાણે સપ્રતિપક્ષ ધ્રુવસત્તાક પ્રકૃતિઓ કહી. હવે તારગાથામાં કહેલ ધ્રુવબંધિ આદિ પદોના અર્થને સ્પષ્ટ કરતાં કહે છે
नियहेउसंभवेवि हु भयणिज्जो जाण होइ पयडीणं । बंधो ता अधुवाओ धुवा अभयणिज्जबंधाओ ॥३५॥ निजहेतुसंभवेऽपि हु भजनीयो यासां भवति प्रकृतीनाम् ।
बन्धस्ता अध्रुवाः ध्रुवा अभजनीयबन्धाः ॥३५॥ અર્થ–પોતાના બંધહેતુનો સંભવ છતાં જે પ્રકૃતિઓનો બંધ ભજનાએ છે તે અધુવબંધિ, અને જેઓનો બંધ નિશ્ચિત છે તે ધ્રુવબંધિની કહેવાય છે.
ટીકાનુ–જે પ્રકૃતિઓનો બંધ પોતાના મિથ્યાત્વાદિ સામાન્ય બંધહેતુઓનો સંભવ છતાં પણ ભજનીય છે, એટલે કે કોઈ વખતે બંધાય અને કોઈ વખતે ન પણ બંધાય તે અધુવબંધિ કહેવાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે છે––ઔદારિકદ્ધિક, વૈક્રિયદ્રિક, આહારદ્ધિક, ગતિ ચતુષ્ક, જાતિપંચક, વિહાયોગતિદ્રિક, આનુપૂર્વી ચતુષ્ક, સંસ્થાનષક, સંઘયણષર્ક ત્રસાદિ વીસત્રસદશક અને સ્થાવરદશક, ઉચ્છવાસનામ, તીર્થંકરનામ, આતપ, ઉદ્યોત, પરાઘાત, સાતા અસાતા વેદનીય, ચાર આયુ, ઉચ્ચ નીચ ગોત્ર, હાસ્ય, રતિ, શોક, અરતિ અને ત્રણ વેદ– આ તોત્તર પ્રવૃતિઓ પોતાના સામાન્ય બંધ હેતુઓ મળવા છતાં પણ અવશ્ય બંધાય છે એમ નહિ હોવાથી આ અધુવબંધિ છે. એ જ બતાવે છે–
પરાઘાત અને ઉચ્છવાસનામકર્મના અવિરતિઆદિ પોતાના બંધહેતુ છતાં પણ જ્યારે પર્યાપ્તનામકર્મ યોગ્ય કર્મ બંધાય ત્યારે જ તે બંધાય છે, અપર્યાપ્તયોગ્ય કર્મ બંધાતાં તે પ્રકૃતિઓ બંધાતી નથી. આતપનામ એકેન્દ્રિયયોગ્ય પ્રકૃતિબંધ થતો હોય ત્યારે જ બંધાય છે, શેષકાળે બંધાતી નથી. તીર્થકર અને આહારકદ્વિકના અનુક્રમે સમ્યક્ત અને સંયમરૂપ પોતપોતાના સામાન્ય
૧. શ્રેણિમાં ઉદૂવલન યોગ્ય છત્રીસ પ્રવૃતિઓ જે નવમે ગુણઠાણે ઉવેલાય છે તે આ છે— અનંતાનુબંધિ ચતુષ્ક અને સંજવલન લોભ વિના અગિયાર કષાય, નવનોકષાય, થીણદ્વિત્રિક, સ્થાવરદ્રિક, તિર્યદ્ગિક, નરકદ્ધિક, આતપદ્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ અને સાધારણ નામકર્મ.