________________
તૃતીયાર
-શેષ એકસો ત્રીસ કર્મપ્રકૃતિઓની ધ્રુવસત્તા છે.
શંકા–અનંતાનુબંધી કષાયની ઉદ્ધલનાનો સંભવ હોવાથી તેની સત્તાનો નાશ થયા પછી મિથ્યાત્વ નિમિત્તે ફરી બંધાય છે, અને સત્તામાં આવે છે, તેથી તેની અધુવસત્તા જ હોવી જોઈએ. ધ્રુવસત્તા કેમ કહી ?
ઉત્તર–અભિપ્રાયનું જ્ઞાન નહિ હોવાથી ઉપરોક્ત શંકા અયોગ્ય છે. કારણ કે જે કર્મપ્રકૃતિઓ કોઈ નિયત અવસ્થાને આશ્રયીને જ બંધાય છે, પરંતુ સર્વકાળ બંધાતી નથી. અને સમ્યક્તાદિ વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ વિના તથાપ્રકારના ભવપ્રત્યાદિ કારણ યોગે ઉદ્વલન યોગ્ય થાય છે, તેને અધ્રુવસત્તાવાળી માની છે. પરંતુ જે કર્મપ્રકૃતિઓ સર્વદા સર્વે જીવને બંધાય છે, અને વિશિષ્ટ ગુણની પ્રાપ્તિપૂર્વક ઉદ્વલન યોગ્ય થાય છે તેને અપ્રુવ સત્તાવાળી માની નથી. કેમ કે તેના ઉત્કલનમાં વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ હેતુ છે. અને વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ વડે સઘળા કર્મની સત્તાનો નાશ થાય છે. અહીં અનંતાનુબંધિની સત્તા સમ્યક્વાદિ વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ વિના તો સર્વ જીવોને સર્વકાળ હોય છે, તેની ઉઠ્ઠલનામાં સમ્યક્તાદિ ગુણની પ્રાપ્તિ હેતુ છે. પરંતુ સામાન્યથી ભવાદિ હેતુ નથી. માટે તેની અધુવસત્તા નથી પરંતુ ધ્રુવસત્તા જ છે.
- તથા ઉચ્ચ ગોત્રાદિ કર્મપ્રકૃતિઓ વિશિષ્ટ અવસ્થાની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે બંધાય છે, અને તથાવિધ વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ વિના જ ઉદ્ધલન યોગ્ય થાય છે, માટે તે અદ્ભવ સત્તાવાળી છે. ૩૩
- ઉપરોક્ત ગાથામાં ઉલન યોગ્ય પ્રકૃતિઓનાં નામ માત્ર કહ્યાં. તે પ્રસંગને અનુસરી કઈ પ્રકૃતિઓ શ્રેણિ પર ચડ્યા વિના ઉકલન યોગ્ય છે, તેનું પરિણામ કહે છે –
पढमकसायसमेया एयाओ आउतित्थवज्जाओ। સત્તરસુબ્રના તિરોનું કાળુપુત્રી રૂછા प्रथमकषायसमेता एता आयुस्तीर्थवर्जाः । .
सप्तदशोद्वतिन्यस्त्रिकेषु गत्यानुपूर्वयूंषि ॥३४॥ અર્થ–આયુ અને તીર્થંકરનામ વર્જીને પ્રથમ કષાયયુક્ત એ સત્તર પ્રવૃતિઓ ઉદ્ધલન યોગ્ય છે. જ્યાં ત્રિકનું ગ્રહણ કરે ત્યાં ગતિ, આનુપૂર્વી અને આયુ એ ત્રણ ગ્રહણ કરવા.
ટીકાનુ–તેત્રીસમી ગાથામાં જે અધુવસત્તાવાળી અઢાર પ્રકૃતિઓ કહી તેમાંથી ચાર આયુ અને તીર્થંકર નામકર્મ એ પાંચ પ્રકૃતિઓ કાઢી નાખતાં અને અનંતાનુબંધિ કષાયની ચાર
૧. અહીં એકસો અઠ્ઠાવનના હિસાબે એકસો ત્રીસ પ્રકૃતિઓ લીધી છે. જો પાંચ જ બંધન ગ્રહણ કરે તો એકસો છવ્વીસ પ્રકૃતિઓ થાય. મૂળ ટીકામાં અછુવ સત્તામાં અઢાર, અને ધ્રુવસત્તામાં એકસો ચાર લીધી છે. અહીં ઉદયની વિવેક્ષા છે. મૂળ ટીકાના સત્તાના હિસાબે ગણીએ તો અધુવસત્તામાં બાવીસ અને ધ્રુવસત્તામાં એકસો છવ્વીસ થાય છે. પૂર્વોક્ત અઢારમાં આહારકબંધન, સંઘાતન, અને વૈક્રિયબંધન, સંઘાતન એ ચાર મેળવતાં બાવીસ થાય. શેષ એકસો છવ્વીસ ધ્રુવસત્તાએ હોય છે. પંદર બંધનના હિસાબે પૂર્વોક્ત અઢાર આહારકના ચાર બંધન, એક સંઘાતન અને વૈક્રિયના ચાર બંધન અને એક સંઘાતન મેળવવા અઠ્ઠાવીસ અદ્ધવસત્તામાં અને શેષ એકસોત્રીસ ધ્રુવસત્તાએ હોય છે.