________________
૩૨૬
પંચસંગ્રહ-૧
સ્પર્ધકો અનુક્રમે અનંતગુણા સમજવા.
આ પ્રમાણે પ્રસંગાનુપ્રસંગથી સઘળું કહ્યું. હવે તારગાથાના “ચ” શબ્દથી સૂચિત પ્રકૃતિઓની ધુવાધ્રુવ સત્તા કહે છે–
उच्चं तित्थं सम्मं मीसं वेउव्विछक्कमाऊणि । मणुदुग आहारदुगं अट्ठारस अधुवसत्ताओ ॥३३॥ उच्चं तीर्थं सम्यक्त्वं मिश्रं वैक्रियषट्कमायूंषि ।
मनुजद्विकाहारकद्विकमष्टादशाध्रुवसत्यः ॥३३॥ અર્થ–ઉચ્ચ ગોત્ર, તીર્થંકરનામ, સમ્યક્ત મિશ્રમોહનીય, વૈક્રિયષર્ક, ચાર આયુ, મનુષ્યદ્ધિક, અને આહારકશ્ચિક એ અઢાર પ્રકૃતિઓ અધુવસત્તાવાળી છે.
ટીકાનુ–ઉચ્ચ ગોત્ર, તીર્થકરનામ, સમ્યક્ત મોહનીય, મિશ્રમોહનીય, દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિયશરીર અને વૈક્રિય અંગોપાંગરૂપ વૈક્રિયષટ્રક, નરકાયુ આદિ ચાર આયુ, મનુષ્યગતિ મનુષ્યાનુપૂર્વીરૂપ મનુષ્યદ્ધિક અને આહારક શરીર આહારક અંગોપાંગરૂપ આહારાકદ્ધિક, એ અઢાર પ્રકૃતિઓ કોઈ વખતે સત્તામાં હોય છે, કોઈ વખતે નથી હોતી માટે અનિયત સત્તાવાળી છે. તે આ પ્રમાણે—
ઉચ્ચ ગોત્ર અને વૈક્રયષક એ સાત પ્રકૃતિઓ જ્યાં સુધી જીવોએ ત્રસપણે પ્રાપ્ત કરેલું હોતું નથી, ત્યાં સુધી સત્તામાં હોતી નથી. ત્રપણું પ્રાપ્ત થયા પછી બાંધે એટલે સત્તામાં હોય છે. આ પ્રમાણે સઘળા જીવોને સત્તામાં નહિ હોવાથી તેઓની અધુવસત્તા કહેવાય છે. અથવા ત્રણ અવસ્થામાં બંધ વડે સત્તામાં પ્રાપ્ત થવા છતાં પણ સ્થાવરભાવને પ્રાપ્ત થયેલો આત્મા અવસ્થા વિશેષને પ્રાપ્ત કરી લેવેલે છે, માટે તેઓની અધ્રુવસત્તા છે. તથા સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીય જ્યાં સુધી તથાભવ્યત્વનો પરિપાક થયો હોતો નથી અને સમ્યક્ત પ્રાપ્ત થયું હોતું નથી ત્યાં સુધી સત્તામાં પ્રાપ્ત થતી નથી. તથાભવ્યત્વનો પરિપાક થાય અને સમ્યક્ત પ્રાપ્ત થાય ત્યારે સત્તામાં આવે છે. અથવા સત્તામાં પ્રાપ્ત થવા છતાં પણ મિથ્યાત્વે ગયેલો આત્મા ઉવેલ છે; અને અભવ્યને તો સર્વથા સત્તા હોતી નથી, માટે તેઓની પણ અધુવસત્તા છે.
તીર્થંકરનામકર્મ તથા પ્રકારની વિશિષ્ટ વિશુદ્ધિ યુક્ત સમ્યક્ત હોય ત્યારે જ સત્તામાં પ્રાપ્ત થાય છે.
આહારકદ્ધિક પણ તથારૂપ સંયમ છતાં બંધાય છે, સંયમના અભાવે બંધાતું નથી. વળી બંધાવા છતાં પણ અવિરતિરૂપ નિમિત્તથી ઉવેલાય છે.
મનુષ્યદ્ધિકને પણ તેઉકાય અને વાઉકાયમાં ગયેલો આત્મા ઉવેલ છે. માટે તીર્થંકર નામાદિ પ્રકૃતિઓની અધ્રુવસત્તા છે.
- તથા દેવભવમાં નરકાયુની, નરકભવે દેવાયુની, આનતાદિ દેવોને તિર્યંચાયુની, તેઉકાય વાઉકાય અને સાતમી નરકપૃથ્વીના નારકીઓને મનુષ્યાયની સત્તા હોતી નથી માટે ચાર આયુની અધ્રુવ સત્તા છે.