________________
તૃતીયદ્વાર
૩૨૯ બંધહેતુ હોવા છતાં પણ કોઈ વખતે જ તે પ્રકૃતિઓ બંધાય છે. અને ઔદારિકદ્ધિકાદિ શેષ સડસઠ પ્રકૃતિઓ પોતાના સામાન્ય બંધહેતુનો સદ્ભાવ છતાં પણ પરસ્પર વિરોધી હોવાથી નિરંતર બંધાતી નથી, માટે એ સઘળી પ્રકૃતિઓ અધુવબંધિની છે.
જે પોતાના સામાન્ય બંધહેતુ છતાં અવશ્ય બંધાય છે તે મતિજ્ઞાનાવરણાદિ સુડતાળીસ પ્રકૃતિઓ ધ્રુવબંધિની' કહેવાય છે, અને તે પ્રકૃતિઓ પહેલા બતાવી છે. હવે ધ્રુવોદયી પ્રકૃતિઓના અર્થને કહેવા ઇચ્છતાં પહેલાં ઉદયહેતુઓ બતાવે છે
दव्वं खेत्तं कालो भवो य भावो य हेयवो पंच । हेउ समासेणुदओ जायइ सव्वाण पगईणं ॥३६॥
दव्यं क्षेत्रं कालो भवश्च भावश्च हेतवः पञ्च । - દેતુસમાનોયો જાયતે સર્વાસા નામ્ રૂદા
અર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચ હેતુઓ છે. આ હેતુના સમુદાય વડે સઘળી કર્મપ્રકૃતિઓનો ઉદય થાય છે.
ટીકાન–અહીં સામાન્યથી સઘળી કર્મપ્રકૃતિઓના પાંચ ઉદયહેતુઓ છે. તે આ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, અને ભાવ. તેમાં કર્મનાં પુદ્ગલોરૂપ દ્રવ્ય છે. અથવા તથા પ્રકારનું કોઈપણ બાહ્ય કારણ કે જે ઉદય થવામાં હેતુ હોય. જેમ કે શ્રવણને પ્રાપ્ત થતા ગાળ વગેરે ભાષાવર્ગણાનાં પુદ્ગલો ક્રોધના ઉદયનું કારણ થાય છે. તેમ એવા જ પ્રકારનાં કોઈ પુદ્ગલદ્રવ્યો હોય કે જે કર્મનો ઉદય થવામાં હેતુ હોય તે દ્રવ્ય કહેવાય. એ પ્રમાણે આકાશપ્રદેશરૂપ ક્ષેત્ર. સમયાદિરૂપ કાળ, મનુષ્યભવાદિરૂપ ભવ, અને જીવના પરિણામ વિશેષરૂપ ભાવ, આ સઘળા હેતુઓ પ્રકૃતિઓના ઉદયમાં કારણ છે. તેમાં પણ એક એક ઉદયનું કારણ નથી પરંતુ પાંચેનો સમૂહ કારણ છે. એ જ કહે છે
જેનું સ્વરૂપ ઉપર કહ્યું તે દ્રવ્યાદિ પાંચે હેતુના સમૂહ વડે સઘળી કર્મપ્રકૃતિઓનો ઉદય થાય છે. એક જ પ્રકારના દ્રવ્યાધિ હેતુઓ સઘળી કર્મપ્રકૃતિઓના ઉદયમાં કારણ રૂપ થતા નથી પરંતુ ભિન્ન ભન્ન પ્રકારના દ્રવ્યાદિ હેતુઓ કારણરૂપે થાય છે. કોઈક દ્રવ્યાદિ સામગ્રી કોઈ પ્રકૃતિના ઉદયમાં હેતુરૂપે થાય છે, કોઈ સામગ્રી કોઈના ઉદયના હેતુરૂપે થાય છે, તેથી હેતુપણામાં કોઈ દોષ નથી. ૩૬
૧. જે પ્રકૃતિઓને જે જે ખાસ બંધહેતુ થાય છે તે તે હેતુઓ જ્યારે જ્યારે મળે ત્યારે ત્યારે તે પ્રકૃતિઓનો બંધ અવશ્ય થાય છે. પછી ભલે અધુવબંધિની હોય. તેથી અહીં ધ્રુવબંધિ અધુવબંધિપણામાં સામાન્ય બંધાતુની વિવેક્ષા છે. એટલે પોતાના સામાન્ય બંધ હેતુ છતાં જે પ્રકૃતિઓ બંધાય કે ન બંધાય તે અદ્ધવબંધિ અને અવશ્ય બંધાય તે ધ્રુવબંધિ કહેવાય છે. - ૨. જેમ ભાષાદિ દ્રવ્ય ક્રોધના ઉદયમાં, અયોગ્ય આહાર અસાતાના ઉદયમાં હેતુ થાય છે, તેમ ક્ષેત્ર કાળાદિ પણ ઉદયમાં હેતુ થાય છે. બંધાતી વખતે અમુક દ્રવ્યના યોગે અમુક ક્ષેત્રમાં અમુક કાળે અમુક ભવમાં અમુક પ્રકારની અધ્યવસાયની સામગ્રીના યોગે તે તે યોગ્ય પ્રવૃતિઓનો ઉદય થાય તેમ નિયત થાય છે. એટલે તેવા પ્રકારની દ્રવ્યાદિ સામગ્રીના યોગે તે તે પ્રકૃતિઓનો ઉદય થાય છે. પંચ૦૧-૪૨