________________
પંચસંગ્રહ-૧
જેની અંદર છાતી અને ઉદરાદિ અવયવો પ્રમાણ અને લક્ષણયુક્ત હોય અને હસ્તપાદાદિ અવયવો હીન હોય તે વામનસંસ્થાન, તે સંસ્થાન થવામાં હેતુભૂત જે કર્મ તે વામનસંસ્થાન નામકર્મ.
૨૮૮
જેની અંદર શરીરના સઘળા અવયવો પ્રમાણ અને લક્ષણહીન હોય તે હુડકસંસ્થાન. તેનું હેતુભૂત જે કર્મ તે કુંડકસંસ્થાન નામકર્મ કહેવાય છે.
જે કર્મના ઉદયથી શરીર શોભાયુક્ત થાય તે વર્ણ. તે પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણેશ્વેત, પીળો, લાલ, લીલો અને કાળો, તે તે પ્રકારના શરીરનો વર્ણ થવામાં હેતુભૂત કર્મ પણ પાંચ પ્રકારે છે.
તેમાં જેના ઉદયથી જીવોનાં શરીરોમાં બગલા વગેરે જેવો શ્વેતવર્ણ થાય તે શ્વેતવર્ણ નામકર્મ એ રીતે અન્ય વર્ણનામકર્મનો પણ અર્થ સમજી લેવો. શરીરમાં અમુક અમુક જાતનો વર્ણ–રંગ થવામાં વર્ણ નામકર્મ કારણ છે.
જે નાસિકાનો વિષય હોય, જે સૂંઘી શકાય તે ગંધ. તેના બે ભેદ છે ઃ ૧. સુરભિગંધ, ૨. દુરભિગંધ.
જે કર્મના ઉદયથી શતપત્ર અને માલતીઆદિનાં પુષ્પોની જેમ જીવોના શરીરનો સુંદર ગંધ થાય તે સુરભિગંધ નામકર્મ.
જે કર્મના ઉદયથી જીવોના શરીરમાં લસણ અને હિંગના જેવી ખરાબ ગંધ ઉત્પન્ન થાય તે દુરભિગંધ નામકર્મ. સારો કે ખરાબ ગંધ થવામાં ગંધનામકર્મ કારણ છે.
જેનો આસ્વાદ લઈ શકાય તે રસ. તે પાંચ પ્રકારે છે. તિક્ત—તીખો', કટુ-કડવો, કષાયેલ-કટાઈ ગયેલા જેવો, આમ્લ-ખાટો, અને મધુર. શરીરનો તેવો રસ-સ્વાદ થવામાં હેતુભૂત જે કર્મ તે પાંચ પ્રકારે છે.
તેમાં જે કર્મના ઉદયથી જીવોનાં શરીરોમાં મરિચાદિની-મરિઆદિના જેવો તિક્ત રસ થાય તે તિક્તરસનામકર્મ. એ પ્રમાણે અન્ય રસ નામકર્મનો અર્થ પણ સમજી લેવો. શરીરમાં તે તે પ્રકારનો રસ થવામાં રસ નામકર્મ કારણ છે.
જે સ્પર્શનેન્દ્રિયનો વિષય હોય, જેનો સ્પર્શ થઈ શકે તે સ્પર્શ. તે આઠ પ્રકારે છે— કર્કશ-કઠોર, મૃદુ–સુંવાળો, લઘુ-હલકો, ગુરુ-ભારે, સ્નિગ્ધ-ચીકણો, રૂક્ષ-લૂખો, શીત અને ઉષ્ણ, તેના હેતુભૂત જે કર્મ તે સ્પર્શનામકર્મ.
તેમાં જે કર્મના ઉદયથી જીવોનાં શરીરોમાં પથ્થર આદિના જેવો કઠોર સ્પર્શ થાય તે કર્કશસ્પર્શનામકર્મ.
R
એ પ્રમાણે શેષ સઘળા સ્પર્શનામકર્મનો અર્થ પણ સમજી લેવો. શરીરમાં તે તે પ્રકારનો
૧. પ્રથમ કર્મગ્રંથ ગાથા ૪૦ની ટીકામાં તિક્ત અને કટુનો અર્થ આનાથી વિપરીત કરેલ છે. અર્થાત્ નિંબ આદિના રસ જેવો તિક્ત રસ'અને મરી, સૂંઠ આદિના રસ જેવો કટુ રસ કહેલ છે.