________________
તૃતીયદ્વાર
•સંસ્થાન એટલે આકાર વિશેષ. ગ્રહણ કરાયેલ શરીરની રચનાને અનુસરી ગોઠવાયેલા અને પરસ્પર સંબંધ થયેલા ઔદારિકાદિ પુદ્ગલોમાં સંસ્થાન આકાર. આકાર વિશેષ જે કર્મના ઉદયથી ઉત્પન્ન થાય તે સંસ્થાન નામકર્મ. શરીરમાં અમુક અમુક જાતનો આકાર થવામાં સંસ્થાન નામકર્મ કારણ છે. તે છ પ્રકારે છે. આ પ્રમાણે—સમચતુસ્ર, ન્યગ્રોધપરિમંડલ, સાદિ, કુખ્ત, વામન અને કુંડક.
૨૮૭
તેમાં સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ લક્ષણ અને પ્રમાણને અવિસંવાદિ—મળતા ચાર ખૂણા, ચાર દિગ્વિભાગ વડે ઉપલક્ષિત-ઓળખાતા શરીરના અવયવો જેની અંદર હોય તે સમચતુરસ એટલે કે જેની અંદર સામુદ્રિક શાસ્ત્રમાં જે પ્રમાણે શરીરનું પ્રમાણ અને લક્ષણ કહ્યું છે તે પ્રમાણે શરીરનું પ્રમાણ અને લક્ષણ થાય, તથા જેની અંદર જમણો ઢીંચણ અને ડાબો ખભો, ડાબો ઢીંચણ અને જમણો ખભો, બંને ઢીંચણ, તથા મસ્તક અને પલાંઠી, એ ચારે ખૂણાનું અંતર સરખું હોય તે સમચતુરસ સંસ્થાન તેના હેતુભૂત જે કર્મ તે સમચતુરગ્ન સંસ્થાન નામકર્મ.
ન્યગ્રોધ—વડના જેવો પરિમંડલ—આકાર જેની અંદર હોય તે ન્યગ્રોધપરિમંડલ. જેમ વડનો ઉપરનો ભાગ શાખા, પ્રશાખા અને પાંદડાંઓથી સંપૂર્ણ પ્રમાણવાળો સુશોભિત હોય છે અને નીચેનો ભાગ હીન-સુશોભિત હોતો નથી, તેમ જેની અંદર નાભિની ઉપરના અવયવો સંપૂર્ણ લક્ષણ અને પ્રમાણયુક્ત હોય અને નાભિની નીચેના લક્ષણ અને પ્રમાણયુક્ત ન હોય તે ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન, તેના હેતુભૂત જે કર્મ તે ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન નામકર્મ.
અહીં આદિ શબ્દથી ઉત્સેધ જેની સંજ્ઞા છે એવો નાભિની નીચેનો શરીર ભાગ ગ્રહણ કરવાનો છે. તેથી આદિ-નાભિની નીચેના દેહભાગ યુક્ત જે હોય તે સાદિ કહેવાય, જો કે નાભિની નીચેના દેહભાગ યુક્ત તો સંપૂર્ણ શરીર છે, અને તેનો આકાર તો સમચતુરસ સંસ્થાનમાં આવી જાય છે, તેથી આ રીતે અહીં સાદિત્વ વિશેષણ નહિ ઘટતું હોવાથી આદિ શબ્દ વડે પ્રમાણ અને લક્ષણ યુક્ત વિશિષ્ટ-નાભિની નીચેનો શરીરભાગ જ ગ્રહણ કરવો. એટલે કે જેની અંદર નાભિની નીચેના શરીરના અવયવો સંપૂર્ણ અને લક્ષણ યુક્ત હોય અને નાભિની ઉપરના અવયવો પ્રમાણ અને લક્ષણયુક્ત ન હોય તે સાદિ સંસ્થાન.
અન્ય આચાર્યો સાદિ શબ્દને બદલે સાચી એવું નામ બોલે છે. સાચી એટલે શાલ્મલીવૃક્ષ એમ સિદ્ધાંતના રહસ્યને જાણનારાઓ કહે છે. સાચીના જેવું જે સંસ્થાન તે સાચી સંસ્થાન. જેમ શાલ્મલીવૃક્ષનો સ્કંધભાગ અતિપુષ્ટ અને સુંદર હોય છે, અને ઉપરના ભાગમાં તેને અનુરૂપ મહાન વિશાળતા હોતી નથી, તેમ જે સંસ્થાનમાં શરીરનો અધોભાગ પરિપૂર્ણ હોય ઉપરનો ભાગ તથાપ્રકારનો ન હોય તે સાદિ સંસ્થાન, તેના હેતુભૂત જે કર્મ તે સાદિસંસ્થાન નામકર્મ. જેની અંદર મસ્તક, ગ્રીવા અને હસ્તપાદાદિ અવયવો પ્રમાણ અને લક્ષણયુક્ત હોય અને છાતી ઉદર-પેટ આદિ અવયવો પ્રમાણ અને લક્ષણયુક્ત ન હોય તે કુબ્જસંસ્થાન, તેનું હેતુભૂત કર્મ તે કુબ્જસંસ્થાન' નામકર્મ.
૧. અહીં પહેલાં કુબ્જ પછી વામન કહ્યું છે. બૃહત્સંગ્રહણીમાં પહેલાં વામન પછી કુબ્જ કહ્યું છે. એટલે લક્ષણ સ્થિતિ વગેરે અહીં જે કુબ્જેનું તે ત્યાં વામનનું અને અહીં જે વામનનું તે ત્યાં કુબ્જેનું એમ મતાંતર સમજવો.