________________
૨૮૬
પંચસંગ્રહ-૧
કરાતા ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે બંધન નામકર્મ. પ્રજ્ઞાપના સૂત્રના મૂળ ટીકાકાર મહારાજ કહે છે કે–“એવું એક કર્મ છે કે જેના નિમિત્તે બે આદિનો સંયોગ થાય છે. જેમ બે કાઇને એકાકાર કરવામાં રાળ કારણ છે તે પાંચ પ્રકારે છે, તેનું સ્વરૂપ આગળ કહેશે. બંધન નામકર્મ આત્મા અને પુદ્ગલો અગર પરસ્પર પુગલોનો એકાકાર સંબંધ થવામાં કારણ છે.
જે વડે ઔદારિકાદિ પુદ્ગલો પિંડરૂપે કરાય તે સંઘાતન. એટલે કે જે કર્મના ઉદયથી ઔદારિકાદિ પુદ્ગલો ઔદારિકાદિ શરીરની રચનાને અનુસરી પિંડરૂપે થાય તે સંઘાતન નામકર્મ. તે પાંચ પ્રકારે છે, તેનું સ્વરૂપ આગળ ઉપર કહેશે.
અસ્થિની રચના વિશેષને સંઘયણ કહે છે, અને તે ઔદારિક શરીરમાં જ હોય છે. અન્ય શરીરોમાં હોતું નથી. કારણ કે ઔદારિક સિવાય કોઈપણ શરીરમાં અસ્થિ-હાડકાં હોતાં નથી. તે છ પ્રકારે છે. તે આ પ્રમાણે વજઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કાલિકા ' અને સેવાર્ત-છેવટું.
તેમાં વજ શબ્દનો અર્થ ખીલી, ઋષભનો અર્થ હાડકાને વીંટાનાર પાટો અને નારાચનો અર્થ મર્કટબંધ થાય છે. મર્કટબંધ એક પ્રકારના મજબૂત બંધનું નામ છે. હવે દરેક સંઘયણનો અર્થ કહે છે.
જેની અંદર બે હાડકાં બંને બાજુ મર્કટબંધ વડે બંધાયેલાં હોય, અને તે પાટાની આકૃતિવાળા ત્રીજા હાડકા વડે વીંટળાયેલા હોય, અને તેના ઉપર તે ત્રણ હાડકાને ભેદનાર ખીલીરૂપ હાડકું હોય. આવા પ્રકારના મજબૂત બંધને વજઋષભનારા કહે છે. તેવો મજબૂત બંધ થવામાં હેતુભૂત જે કર્મ તેને વજઋષભનારાચ સંઘયણ નામકર્મ કહેવાય છે.
તથા જે સંઘયણ ખીલીસરખા હાડકા રહિત છે, મર્કટબંધ અને પાટો જેની અંદર હોય છે તે ઋષભનારાચ, તેના હેતુભૂત કર્મને ઋષભનારાચ સંઘયણ નામકર્મ કહે છે.
જેની અંદર બે હાડકાં માત્ર મર્કટબંધથી જ બંધાયેલાં હોય તે નારાચ, તેના હેતુભૂત જે કર્મ તે નારાચ સંઘયણ નામકર્મ
જેની અંદર એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ હાડકારૂપ ખીલીનો બંધ હોય તે અર્ધનારીચ સંઘયણ, તેના હેતુભૂત જે કર્મ તે અર્ધનારાચ સંઘયણ નામકર્મ.
જેની અંદર હાડકાંઓ માત્ર કાલિકા–ખીલીથી બંધાયેલા હોય તે કાલિકા, તેના હેતુભૂત જે કર્મ તે કીલિકા સંઘયણ નામકર્મ.
જેની અંદર હાડકાના છેડાઓ પરસ્પર સ્પર્શીને જ રહેલા હોય અને જે હંમેશાં તૈલાદિનું મર્દન, ચંપી આદિની અપેક્ષા રાખે તે સેવાર્ત સંઘયણ, તેના હેતુભૂત કર્મને સેવાર્ત સંઘયણ નામકર્મ કહે છે.
આ પ્રમાણે છે પ્રકારે સંઘયણ નામકર્મ કહ્યું. હાડકાનો મજબૂત કે શિથિલ બંધ થવામાં સંઘયણ નામકર્મ કારણ છે.