________________
૨૮૫
તૃતીયાર પ્રાપ્ત થવામાં ઔદારિક નામકર્મ કારણ છે.
ગાથામાં ગ્રહણ કરેલ અંગ શબ્દથી અંગોપાંગ લેવાનું છે. તેમાં મસ્તક આદિ આઠ અંગ છે. કહ્યું છે કે –“મસ્તક, છાતી, પેટ, પીઠ, બે બાહુ, અને બે જંધા એ આઠ અંગ છે. તેના અવયવરૂપ આંગળી, નાક, કાન આદિ ઉપાંગ છે. અને તેના અવયવરૂપ નખ, વાળ, પાંપણ, રેખા વગેરે અંગોપાંગ કહેવાય છે. અંગ અને ઉપાંગની સંધિ અંગોપાંગ થાય, તેનો અને અંગોપાંગ શબ્દનો સમાસ થવાથી વ્યાકરણના નિયમ પ્રમાણે એક અંગોપાંગ શબ્દનો લોપ થઈ અંગોપાંગ શબ્દ સિદ્ધ થાય છે. તે ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે–ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અંગોપાંગ અને આહારક અંગોપાંગ.
તેમાં જે કર્મના ઉદયથી ઔદારિક શરીરપણે પરિણામ પામેલાં પુદ્ગલોનો ઔદારિક શરીરને યોગ્ય અંગ ઉપાંગ અને અંગોપાંગના સ્પષ્ટ વિભાગરૂપે પરિણામ થાય તે ઔદારિક અંગોપાંગ નામકર્મ. અંગોપાંગ નામકર્મનું કાર્ય શરીરપણે પરિણામ પામેલાં પુદ્ગલોનો અંગ ઉપાંગ અને અંગોપાંગ રૂપે સ્પષ્ટ વિભાગ કરી આપવો તે છે.
એ પ્રમાણે વૈક્રિય અને આહારક અંગોપાંગ નામકર્મનું સ્વરૂપ સમજવું.
તૈજસ અને કાર્યણશરીર જીવની આકૃતિને અનુસરતા હોવાથી તેને અંગોપાંગનો સંભવ નથી. ઔદારિકાદિ ત્રણ શરીરની આકૃતિને આત્મા અનુસરતો હોવાથી તેને અંગોપાંગ ઘટી શકે છે.
જે વડે બંધાયજોડાય તે બંધન. જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરાયેલ અને ગ્રહણ
''
૧. જે જે શરીર નામકર્મનો ઉદય થાય તે તે શરીર યોગ્ય લોકમાં રહેલાં પુદ્ગલો ગ્રહણ કરી તેને તે તે શરીરરૂપે પરિણાવવાં તે શરીર નામકર્મનું કાર્ય છે. જેમ કે ઔદારિક નામકર્મનો ઉદય થાય ત્યારે ઔદારિક વર્ગણામાંથી પુદ્ગલો ગ્રહણ કરી તેને ઔદારિકપણે પરિણમાવે છે. કર્મ એ કારણ છે, અને શરીર એ કાર્ય છે. કર્મ એ કામણ વર્ગણાનો પરિણામ છે, અનએ ઔદારિકાદિ શરીર એ ઔદારિકાદિ વર્ગણાઓનો પરિણામ છે.
ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ નામકર્મનો ઉદય થાય ત્યારે ઔદારિક વૈક્રિય આહારક અને તૈજસ વર્ગણામાંથી પુદ્ગલો ગ્રહણ કરી તેનું તે તે શરીર બનાવે છે. એ પ્રમાણે કાર્મણ શરીર નામકર્મ વડે કાશ્મણ વર્ગણામાંથી પુદ્ગલો ગ્રહણ કરે છે, અને તેને કર્મરૂપે પરિણાવે છે.
કાશ્મણ શરીર નામકર્મ એ પણ કર્મ વર્ગણાનો પરિણામ છે અને કાશ્મણ શરીર પણ કાર્મણ વર્ગણાનું જ બનેલું છે. આમ હોવાથી બંને એક જેવા જણાય છે પરંતુ તેમ નથી. બંને ભિન્ન ભિન છે. કાશ્મણ શરીર નામકર્મ નામકર્મની એક ઉત્તરપ્રકૃતિ છે, અને કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોના પ્રહણમાં હેતુ છે. જ્યાં સુધી કામણ શરીર નામકર્મનો ઉદય છે ત્યાં સુધી જ કામણવર્ગણામાંથી કર્મ યોગ્ય પગલો આત્માની સાથે એકાકાર થયેલ આઠે કર્મની અનંતવર્ગણાના પિંડનું નામ કાર્મણ શરીર છે. કાર્પણ શરીર એ અવયવી છે અને કર્મની દરેક ઉત્તરપ્રકૃતિઓ તેના અવયવો છે. કાર્પણ શરીર નામકર્મ બંધમાંથી આઠમાના છઠ્ઠા ભાગે, ઉદયમાંથી તેરમા ગુણઠાણે અને સત્તામાંથી ચૌદમાના દ્વિચરમ સમયે જાય છે. જયારે કાશ્મણ શરીરનો સંબંધ ચૌદમાના ચરમ સમયપર્યત છે. કાશ્મણ શરીર નામકર્મનો ઉદય તેરમાં ગુણસ્થાનક સુધી જ હોય છે માટે ત્યાં સુધી જ કર્મ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય છે, ચૌદમે થતું નથી. કાર્મણ નામકર્મનું કાર્ય કાશ્મણ શરીર ચૌદમાના ચરમ સમયપર્યત હોય છે.