________________
૨૮૪
પંચસંગ્રહ-૧ જે જીર્ણ થાય, સુખદુઃખના ઉપભોગનું જે સાધન હોય તે શરીર. તેના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે–ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાર્પણ શરીર.
શરીરોનો વિસ્તત અર્થ પહેલા દ્વારમાં કહ્યો છે. તે શરીર પ્રાપ્ત થવામાં હેતુભૂત જે કર્મ તે શરીર નામકર્મ. તે પણ પાંચ ભેદે છે.
તેમાં જે કર્મના ઉદયથી ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ઔદારિક શરીરપણે પરિણમાવે, અને પરિણાવીને જીવપ્રદેશો સાથે પરસ્પર એકાકાર રૂપે જે જોડે તે ઔદારિક શરીર નામકર્મ. આ રીતે શેષ શરીર નામકર્મની પણ વ્યાખ્યા કરી લેવી. ઔદારિકાદિ શરીરો
નામકર્મ અને ઇન્દ્રિય પર્યાપ્તિ વડે થાય છે, અને ભાવેન્દ્રિયો મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વડે થાય છે. પરંતુ અનેક ભેદ પ્રભેદવાળા પૃથ્વીકાય અખાયાદિ એકેન્દ્રિય જીવોમાં સમાન આકાર-પરિણામ પ્રાપ્ત . થવામાં, તેમજ એકેન્દ્રિયની ચેતનાશક્તિ બેઈન્દ્રિયથી અધિક ન હોય, બેઈન્દ્રિયની ચેતના તે ઇન્દ્રિયથી અધિક ' ન હોય, એ પ્રમાણે ચેતનાશક્તિની વ્યવસ્થા થવામાં જાતિ નામકર્મ કારણ છે.
ઉપાધ્યાયજી મહારાજે કર્મપ્રકૃતિમાં જાતિ નામકર્મ સંબંધમાં આ પ્રમાણે જણાવ્યું છે–એકેન્દ્રિયાદિ જીવોમાં એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહારનું કારણ તથા પ્રકારના સમાન પરિણામરૂપ જે સામાન્ય તે જાતિ, તેના કારણભૂત જે કર્મ તે જાતિ નામકર્મ.
આ વિષયમાં પૂર્વાચાર્યનો અભિપ્રાય પણ આ પ્રમાણે છે દ્રવ્યરૂપ ઇન્દ્રિયો અંગોપાંગ નામકર્મ અને ઇન્દ્રિય પર્યાપ્તિ નામકર્મથી ઉત્પન્ન થાય છે. અને ભાવરૂપ ઇન્દ્રિયો સ્પર્શનાદિ ઇન્દ્રિયાવરણ (મતિજ્ઞાનાવરણ) કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. ઈન્દ્રિયો ક્ષયોપશમજન્ય છે એવું આગમનું વચન છે' પરંતુ આ એકેન્દ્રિય છે, બેઇન્દ્રિય છે ઇત્યાદિ શબ્દવ્યવહારમાં નિમિત્ત છે જે સામાન્ય તે અન્ય વડે અસાધ્ય હોવાથી જાતિનામકર્મજન્ય છે.
અહીં કોઈ શંકા કરે કે શબ્દવ્યવહારના કારણમાત્રથી જાતિની સિદ્ધિ નહિ થાય. જો એમ થાય તો હરિ-સિંહ આદિ શબ્દવ્યવહારમાં કારણરૂપે હરિત્નાદિ જાતિની પણ સિદ્ધિ થાય અને એમ થાય તો જાતિનો કોઈ પાર ન રહે માટે એકેન્દ્રિયાદિ પદનો વ્યવહાર ઔપાધિક છે, જાતિ નામકર્મ માનવાનું કોઈ કારણ નથી. વળી જો એકેન્દ્રિયત્નાદિ જાતિનો સ્વીકાર કરશો તો નારકત્વાદિકનો પણ તે નારકત્વ નારકાદિ વ્યવહારનું કારણ હોવાથી તેને પંચેન્દ્રિયની અવાન્તર જાતિ તરીકે માનવી પડશે, અને પછી ગતિ નામકર્મ માનવાની જરૂર પડશે નહિ.
આ પ્રશ્નનો અમે અહીં આ પ્રમાણે ઉત્તર આપીએ છીએ—અપકૃષ્ટ ચૈતન્યાદિના નિયામક તરીકે એકેન્દ્રિયત્યાદિ જાતિની સિદ્ધિ થાય છે. એટલે કે પંચેન્દ્રિયથી ચઉરિન્દ્રિયનું ચૈતન્ય અલ્પ, (અલ્પચૈતન્ય એટલે અલ્પ ક્ષયોપશમ લેવાનો છે) ચઉરિન્દ્રિયથી તેઇન્દ્રિયનું અલ્પ. આ પ્રમાણે ચૈતન્યની વ્યવસ્થા થવામાં એકેન્દ્રિયત્યાદિ જાતિ હેત છે, તેમજ શબ્દવ્યવહારનું કારણ પણ તે જાતિ જ છે. તેથી તેના કારણરૂપે જતિ નામકર્મ સિદ્ધ છે. નારકત્વાદિ જાતિ નથી, કેમ કે તિર્યક્તનું પંચેન્દ્રિયત્વ સાથેનું સાંકર્ય બાધક છે. (ભિન્ન ભિન્ન અધિકરણમાં રહેનાર ધર્મનો એકમાં જે સમાવેશ થાય તે સંકર કહેવાય છે.) નારકત્વાદિ જે ગતિ છે તે અમુક પ્રકારનાં સુખદુઃખના ઉપયોગમાં નિયામક છે, અને તેના કારણરૂપે ગતિ નામકર્મ પણ સિદ્ધ છે.
તાત્પર્ય એ કે ગતિ નામકર્મ સુખદુઃખના ઉપભોગમાં નિયામક છે અને જાતિ નામકર્મ ચૈતન્ય વિકાસમાં નિયામક છે.