________________
તૃતીયદ્વાર
૨૮૯
સ્પર્શ થવામાં સ્પર્શનામકર્મ કારણ છે.
તથા કપૂર, લાંગલ, અને ગોમૂત્રિકાના આકારે અનુક્રમે બેત્રણ અને ચાર સમયપ્રમાણ વિગ્રહ વડે એક એક ભવમાંથી બીજા ભવમાં જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણિને અનુસરી જે ગતિ થાય તે આનુપૂર્વી. તેવા વિપાક વડે વેદ્ય એટલે તે પ્રકારના ફળને અનુભવ કરાવનારી જે કર્મપ્રકૃતિ તે આનુપૂર્વીનામકર્મ. તે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–નરકગત્યાનુપૂર્વી, તિર્યગ્નત્યાનુપૂર્વી, મનુષ્યગત્યાનુપૂર્વી, અને દેવગત્યાનુપૂર્વી.
તેમાં જે કર્મના ઉદયથી વક્રગતિ વડે નરકમાં જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણિને અનુસરી ગતિ થાય તે નરકાનુપૂર્વીનામકર્મ. એમ શેષ ત્રણ આનુપૂર્વીનામકર્મનો અર્થ સમજવો. વિગ્રહગતિ સિવાય જીવ ગમે તેમ જઈ શકે છે, પરંતુ વિગ્રહગતિમાં આકાશપ્રદેશની શ્રેણિને અનુસરીને જ જીવની ગતિ થાય છે, અને તેમાં આનુપૂર્વનામકર્મ કારણ છે.
તથા વિહાય–આકાશ વડે જે ગતિ તે વિહાયોગતિ.
પ્રશ્ન-આકાશ સર્વવ્યાપક હોવાથી આકાશ સિવાય ગતિનો સંભવ જ નથી તો પછી વિહાયસ્ એ વિશેષણ શા માટે ગ્રહણ કર્યું? કારણ કે વ્યવચ્છેદ્ય–પૃથક કરવા લાયક વસ્તુનો અભાવ છે. વિશેષણ લગભગ એક વસ્તુથી બીજી વસ્તુને જુદી પાડવી હોય ત્યાં મુકાય છે. આકાશ વિના ગતિનો સંભવ જ નહિ હોવાથી અહિ કોઈ વ્યવચ્છેદ્ય નથી, તેથી વિહાયસ એ વિશેષણ નકામું છે.
ઉત્તર–અહીં વિહાયસ્ એ વિશેષણ નામકર્મની પ્રથમ પ્રકૃતિ જે ગતિનામકર્મ છે તેનાથી પૃથફ કરવા માટે મૂક્યું છે. કારણ કે અહીં માત્ર ગતિનામકર્મ એટલું જ કહેવામાં આવે તો પહેલું ગતિનામકર્મ તો આવી ગયું છે. ફરી શા માટે મૂક્યું? એવી શંકા થાય, તે શંકા ન થાય માટે વિહાયસ્ એ વિશેષણ સાર્થક છે. તેથી આપણે જે ચાલીએ છીએ તે ગતિમાં વિહાયોગતિનામકર્મ હેતુ છે, પરંતુ નારકતાદિપર્યાય થવામાં હેતુ નથી.
તે બે પ્રકારે છે–૧. શુભવિહાયોગતિ, ૨. અશુભવિહાયોગતિ.
જે કર્મના ઉદયથી હંસ, હાથી અને બળદના જેવી સુંદર ગતિ ચાલ પ્રાપ્ત થાય તે શુભવિહાયોગતિનામકર્મ.
જે કર્મના ઉદયથી ગધેડું, ઊંટ, પાડો અને કાગડાના જેવી અશુભગતિ પ્રાપ્ત થાય તે
૧. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નામકર્મની પ્રકૃતિઓ દરેક જીવને દરેક સમયે ઉદયમાં હોય છે, કેમ કે ધ્રુવોદયી છે. તેથી એમ શંકા થાય કે શ્વેત અને કૃષ્ણ એવી પરસ્પર વિરોધી પ્રવૃતિઓનો એક સાથે ઉદય કેમ હોઈ શકે ? એના ઉત્તરમાં સમજવાનું કે આ સઘળી પ્રવૃતિઓ શરીરના અમુક અમુક ભાગમાં પોતપોતાનું કાર્ય કરી કૃતાર્થ થાય છે. જેમ કે વાળનો વર્ણ કૃષ્ણ, લોહીનો લાલ, દાંત હાડકા વગેરેમાં શ્વેત. પિત્તમાં પીળો કે લીલો વર્ણ હોય છે. એ પ્રમાણે ગંધ આદિ માટે પણ સમજવું. એટલે અહીં કોઈ જાતનો વિરોધ નથી.
. ૨. તત્ત્વાર્થભાષ્ય સૂત્ર ૮-૧૨માં જેના ઉદયથી નિર્માણ નામકર્મ વડે બનાવાયેલ ભુજા વગેરે અંગો ' તથા આંગળી વગેરે ઉપાંગો યોગ્ય સ્થાને ગોઠવાય તે આનુપૂર્વી નામકર્મ એ પ્રમાણે જણાવેલ છે.
પંચ૧-૩૭.