________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ન–૧. અનુયોગદ્વાર એટલે શું? અને તે કેટલાં છે?
ઉત્તર–શાસ્ત્રના બોધ માટે જે અનુકૂલ વ્યાપાર તે અનુયોગ, અને શાસ્ત્રમાં પ્રવેશ કરવા માટે અનુકૂલ વ્યાપાર રૂપ દરવાજા તે અનુયોગદ્વાર અને તે શાસ્ત્રપ્રસિદ્ધ સત્પદપ્રરૂપણા આદિ નવ અનુયોગ દ્વારો છે.
પ્રશ્ન-૨. જીવ શું પદાર્થ છે? ઉત્તર–પશમિકાદિ ભાવોથી યુક્ત એવું જે દ્રવ્ય તે જીવ.
પ્રશ્ન-૩. ક્ષાયિક, ઔદયિકાદિ પ્રસિદ્ધ ભાવોને છોડી ઔપશમિકાદિ ભાવ યુક્ત દ્રવ્યને જીવ કહેવાનું શું કારણ ?
ઉત્તર–ઔદયિક અને પારિણામિક ભાવ જીવ સિવાય અન્ય દ્રવ્યમાં પણ હોય છે અને ક્ષાયિક ભાવ ઉપશમપૂર્વક જ થાય છે. તેમજ ક્ષાયોપશમભાવ ઔપથમિક ભાવથી તદ્દન ભિન્ન ન હોવાથી અન્ય ભાવોને ગ્રહણ ન કરતાં મૂળમાં ઔપશમિકાદિ ભાવયુક્ત દ્રવ્યને જીવ કહેલ છે. - પ્રશ્ન–૪. બૌદ્ધો મોક્ષનું સ્વરૂપ કેવું માને છે ?
ઉત્તર–બૌદ્ધોના મતે દરેક પદાર્થો ક્ષણધ્વંસી હોવાથી ક્ષણસંતાનનો નાશ થાય એટલે મોક્ષ થાય એમ માને છે. તેમનું કહેવું છે કે તેલ આદિ ખલાસ થવાથી જેમ દીપક ઓલવાઈ જાય
એટલે તે ક્યાંય દિશા કે વિદિશાઓમાં જતો નથી પણ ત્યાં જ નાશ પામે છે એટલે કે તેનું - અસ્તિત્વ રહેતું નથી. તેમ રાગાદિનો ક્ષય થવાથી આત્મા પણ ક્યાંય દિશા કે વિદિશાઓમાં જતો નથી પણ ત્યાં જ નાશ પામે છે એટલે તેનું ક્ષણ સંતાનરૂપ અસ્તિત્વ પણ રહેતું નથી અને તે જ મોક્ષ છે.
પ્રશ્ન-૫. જીવ કોના સ્વામી છે?
ઉત્તર–જીવ નિશ્ચયથી સ્વ-સ્વરૂપના સ્વામી છે. વ્યવહારથી સ્વામી-સેવકાદિ ભાવો કર્મભનિત ઉપાધિરૂપ હોવાથી તે વાસ્તવિક નથી.
પ્રશ્ન–૬. સાન્નિપાતિક ભાવો એટલે શું? અને તે કેટલા છે?
ઉત્તર–પાંચ મૂળ ભાવોમાંથી મૂળ બેથી પાંચ ભાવોનું જે મીલન તે સાન્નિપાતિક ભાવ, અને તે કુલ છવ્વીસ છે.
પ્રશ્ન–૭. ઔદયિક ભાવના ગ્રંથમાં બતાવેલ ૨૧ જ ભેદો કહી શકાય કે તેથી વધારે , પણ કહેવાય ?
ઉત્તર–ઔદયિક ભાવના સંખ્યાત અથવા અસંખ્યાત ભેદો કહી શકાય પરંતુ સ્કૂલ