________________
પંચસંગ્રહ-૧
૨૬૨
અસંખ્યગુણ છે, તે થકી તિર્યંચગતિમાં મિથ્યાર્દષ્ટિઓ અનંતગુણ છે.
મનુષ્યગતિમાં રહેલ ચોથા ગુણસ્થાનકવાળા જીવોની અપેક્ષાએ ગર્ભજ મિથ્યાર્દષ્ટિ મનુષ્યો સંખ્યાતગુણ છે.
અપર્યાપ્ત સૂક્ષ્મ આદિ ચૌદ પ્રકારના જીવભેદો અને મિથ્યાર્દષ્ટિ આદિ ચૌદ ગુણસ્થાનકોનું સ્વરૂપ પ્રથમદ્વારથી જોઈ લેવું.
અયોગી-ગુણસ્થાનક સિવાયના તેર ગુણસ્થાનકે રહેલ જીવો યથાસંભવ આઠ, સાત છ અને એક કર્મના વિશેષપ્રકારે બંધ કરનારા છે તેથી કર્મ તે બંન્દ્વવ્ય છે. માટે હવે ત્રીજા દ્વારમાં બાંધવા યોગ્ય તે કર્મના મૂળ અને ઉત્તરભેદો કહેશે.
ઇતિ દ્વિતીય દ્વાર સારસંગ્રહ