________________
૨૬૪
પંચસંગ્રહ-૧
દૃષ્ટિએ જગત્પ્રસિદ્ધ એવા એકવીસ ભેદો જ કહ્યા છે. તેના ઉપલક્ષણથી ત્રસપણું સ્થાવરપણું ઇત્યાદિ અનેક ભેદો કહી શકાય.
પ્રશ્ન—૮. આકાશ અને સાકર કયા ભાવે છે ?
ઉત્તર—આકાશ એ અનાદિ પારિણામિક ભાવે અને સાકર એ સાદિ પારિણામિક ભાવે છે. તેમજ ઔયિક ભાવે પણ છે.
પ્રશ્ન—૯. ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક આ ત્રિસંયોગી ભાંગો જીવોમાં કેમ ન ઘટે ?
ઉત્તર—સાયોપશમિક ભાવ બારમા ગુણસ્થાનક સુધીના જીવોમાં જ હોય છે અને તે જીવોમાં મનુષ્યગતિ, શુક્લલેશ્યાદિક ભાવો અવશ્ય ઔયિક ભાવે હોય છે. માટે ઔયિક ભાવ વિના ક્ષાયોપશમિક ભાવ સંભવતો ન હોવાથી આ ભાંગો ન ઘટે.
પ્રશ્ન—૧૦. ઉત્પદ્યમાન અને ઉત્પન્ન એ બંને પ્રકારના જીવો ક્યારેક જગતમાં ન હોય એવા કયા જીવો છે.
ઉત્તર—સંમૂચ્છિમ મનુષ્યો.
પ્રશ્ન—૧૧. અઢીદ્વીપની બહાર રહેલ જીવોમાં કેટલાં ગુણઠાણાં હોય ?
ઉત્તર—અઢીદ્વીપની બહાર જન્મેલ જીવોને પ્રથમનાં પાંચ ગુણઠાણાં હોય અને અહીંથી ગયેલાઓની અપેક્ષાએ સાત ગુણઠાણાં હોય.
પ્રશ્ન—૧૨. કાયમ વિદ્યમાન હોય તેવાં ગુણસ્થાનકો કેટલાં અને કયાં કયાં ? ઉત્તર—પહેલું, તેરમું અને ચારથી સાત એમ કુલ છ ગુણસ્થાનકો કાયમ વિદ્યમાન હોય. પ્રશ્ન—૧૩. કયા કયા ગુણસ્થાનકે કેટલા કેટલા જીવો હોય ?
ઉત્તર—પહેલે અનંતા, ચોથે અને પાંચમે અસંખ્યાતા, બીજે અને ત્રીજે અસંખ્યાતા હોઈ શકે અને શેષ સર્વ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા જ હોય.
પ્રશ્ન—૧૪. એવાં કયાં ગુણસ્થાનકો છે કે જ્યાં જીવો ન પણ હોય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા પણ હોય.
ઉત્તર—સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનક.
પ્રશ્ન—૧૫. એક બટાટામાં કેટલાં શરીરો હોય ?
ઉત્તર—એક બટાટામાં ઔદારિક શરીરો અસંખ્યાતાં અને તૈજસ કાર્પણ અનંતા હોય છે.
પ્રશ્ન—૧૬. અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશોની સંખ્યા અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો પ્રમાણ કેમ થાય ?
ઉત્તર—વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે કાળ સૂક્ષ્મ છે અને ક્ષેત્ર તેથી પણ અત્યંત સૂક્ષ્મ છે માટે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીના સમયો પ્રમાણ પ્રદેશો હોઈ શકે છે.