________________
૨૪૪
પંચસંગ્રહ-૧
એક ગુણસ્થાનકે એક સમયે પ્રવેશ કરનારા જીવો એકથી માંડી એકસો આઠ સુધી હોય છે અને આગળ-પાછળ પ્રવેશ કરેલ સંપૂર્ણ ક્ષપકશ્રેણિમાં અને અયોગી-ગુણસ્થાનકે વિવક્ષિત સમયે સંખ્યાતા જ હોય છે.
સયોગી-કેવલી જઘન્યથી બે ક્રોડ અને ઉત્કૃષ્ટથી નવક્રોડ હોય છે.
(૩) જેટલી જગ્યાને વ્યાપ્ત કરી જે જીવી રહ્યા હોય તેટલી જગ્યા તે જીવોનું ક્ષેત્ર કહેવાય.
સર્વ અપર્યાપ્ત અને પર્યાપ્ત પૃથ્વીકાય વગેરે પાંચ સૂક્ષ્મ એકેન્દ્રિયો સંપૂર્ણ લોકમાં અને અપર્યાપ્ત-પર્યાપ્ત બાદર વાયુકાય મેરુપર્વતના મધ્યભાગ જેવા અત્યંત ગીચ અવયવવાળા લોકના અસંખ્યાતમા ભાગને છોડી લોકના અસંખ્યાતા ભાગોમાં તેમજ બાકી રહેલ અપર્યાપ્ત-પર્યાપ્ત બાદર એકેન્દ્રિય વગેરે બારે પ્રકારના જીવો લોકના અમુક નિયતસ્થાને જ હોવાથી લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
અહીં ગાથામાં માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયો સર્વ લોકમાં છે એમ ન કહેતાં અપર્યાપ્ત સૂક્ષ્મ અને અપિ શબ્દથી પર્યાપ્ત સૂક્ષ્મ ગ્રહણ કરેલ છે, તેનું કારણ પર્યાપ્ત સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ અપર્યાપ્ત સૂક્ષ્મ સંખ્યાતગુણ હીન હોવા છતાં સંપૂર્ણ લોકમાં રહેલ છે તે અર્થ જણાવવા માટે છે.
મિથ્યાષ્ટિઓ સંપૂર્ણ લોકમાં, કેવળી-સમુઠ્ઠાતમાં ચોથા સમયે સયોગી-કેવલીઓ સંપૂર્ણલોકમાં અને સાસ્વાદનાદિ શેષ બાર ગુણસ્થાનકવાળા જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં છે, કારણ કે મિશ્ર વગેરે અગિયાર ગુણસ્થાનકો સંજ્ઞીમાં જ હોય છે અને સાસ્વાદન ગુણસ્થાનક અપર્યાપ્ત બાદર કેટલાક એકેન્દ્રિય વગેરેને પણ હોય છે છતાં તે જીવો લોકના અસંખ્યાતમાં ભાગમાં જ હોવાથી સાસ્વાદનાદિ લોકના અસંખ્યાતમા ભાગમાં જ છે.
અહીં કેવળી-સમુદ્ધાતમાં ચોથા સમયે સયોગી કેવળીઓ સંપૂર્ણ લોકવ્યાપી હોય છે એમ કહ્યું, તેથી સમુઘાતના પ્રસંગથી તેનું સ્વરૂપ કહે છે. આ
વેદનાદિ સાથે તન્મય થવા પૂર્વક કાલાન્તરે ભોગવવા યોગ્ય ઘણાં કર્મોને ઉદયાવલિકામાં લાવી ક્ષય કરવો તે સમુદ્યાત તે (૧) વેદના (૨) કષાય (૩) મારણ, (૪) વૈક્રિય, (૫) તૈજસ, (૬) આહારક અને (૭) કેવળી એમ સાત પ્રકારે છે.
(૧) જેમાં વેદનાથી વ્યાકુળ થયેલ જીવ પોતાના કેટલાક આત્મપ્રદેશોને શરીર બહાર કાઢી વદન, ઉદર વગેરેના પોલાણ ભાગોને અને સ્કન્ધ આદિના આંતરાઓને પૂરી લંબાઈપહોળાઈથી સ્વશરીર પ્રમાણ ક્ષેત્રને વ્યાપ્ત કરી અંતર્મુહૂર્તકાળમાં કાલાન્તરે ભોગવવા યોગ્ય ઘણાં અસતાવેદનીય કર્મયુગલોનો નાશ કરે તે વેદના સમુદ્યાત.
(૨) એ જ રીતે જેમાં ઘણાં ચારિત્ર મોહનીય કર્મનાં પુગલોનો ક્ષય કરે તે કષાય સમુદ્દાત.
(૩) જેમાં અંતર્મુહૂર્ત આયુ શેષ રહ્યું છતે શરીરમાંથી પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢી જાડાઈ-પહોળાઈથી સ્વ-શરીર પ્રમાણ અને લંબાઈથી ઉત્પત્તિક્ષેત્ર સુધી તેનો દંડ બનાવી