________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
૨૪૩
જે વર્ગનો જે વર્ગ સાથે ગુણાકાર કરીએ અને તેથી જે સંખ્યા આવે તેમાં તે બન્ને વર્ગના છેદનકો આવે છે, છઠ્ઠા વર્ગમાં ૬૪, અને પાંચમા વર્ગમાં ૩૨ છેદનકો હોવાથી કુલ ૯૬ છેદનક પ્રમાણ આ સંખ્યા કહેવાય છે. છેદનક એટલે વિવક્ષિત સંખ્યાને અર્પી અર્ધી કરવી તે.
ઉપર જણાવેલ ત્રણે પ્રકારના મનુષ્યો જગતમાં જ્યારે વધારેમાં વધારે હોય ત્યારે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો પ્રમાણ અને ક્ષેત્રથી અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં રહેલ પ્રદેશરાશિના પહેલા અને ત્રીજા વર્ગમૂળનો ગુણાકાર કરતાં જેટલા પ્રદેશો આવે તેટલા તેટલા પ્રદેશ પ્રમાણ સાત રાજની એક શ્રેણિના જેટલા ખંડ થાય તેથી એક મનુષ્ય ઓછો છે.
મિથ્યાદૅષ્ટિઓ અનંત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. સાસ્વાદનાદિ ચાર ગુણસ્થાનકવાળા જીવો પ્રત્યેક ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશરાશિ પ્રમાણ. અસંખ્યાતા છે, તેમાં સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનકે કોઈ વખત જીવો નથી પણ હોતા, જ્યારે હોય છે ત્યારે જઘન્યથી એક, બે ચાવત્ ઉત્કૃષ્ટથી કહેલ સંખ્યા પ્રમાણ હોય છે.
ચોથા, પાંચમા ગુણસ્થાનકવાળા જીવો કાયમ હોય છે. વળી જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી પણ કહેલ સંખ્યા પ્રમાણ જ હોય છે. છતાં જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્ય ગુણ છે.
અહીં સામાન્યથી ચારેનું પ્રમાણ સમાન બતાવેલ હોવા છતાં જ્યારે દરેક ગુણસ્થાનકે ઉત્કૃષ્ટપણે જીવો હોય ત્યારે પાંચમા ગુણસ્થાનકવાળા થોડા અને તેથી બીજા, ત્રીજા તથા ચોથા ગુણસ્થાનકવાળા જીવો અનુક્રમે અસંખ્યાતગુણ હોય છે.
પ્રમત્તસંયત જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર ક્રોડ અને અપ્રમત્તસંયતો તેથી ઘણી જ ઓછી સંખ્યામાં હોય છે.
ઉપશમ શ્રેણિ સંબંધી આઠ, નવ, દસ એ ત્રણ તેમજ ઉપશાન્તમોહ આ ચારમાં કોઈ પણ ગુણસ્થાનકે એક સમયમાં એક સાથે પ્રવેશ કરનાર જીવો વધુમાં વધુ ચોપ્પન અને આગળપાછળ પ્રવેશ કરેલ ઉપશમશ્રેણિમાં વર્તનાર કુલ જીવો સંખ્યાતા હોય છે.
પ્રશ્ન—અંતર્મુહૂર્તમાં અસંખ્યાતા સમયો થાય છે, તો અંતર્મુહૂર્તના કાળ પ્રમાણ ઉપશમશ્રેણિમાં પ્રતિ સમયે એકેક જીવ પ્રવેશ કરે તોપણ અસંખ્યાતા જીવો હોઈ શકે તો અહીં સંખ્યાતા જ કેમ કહ્યા ?
ઉત્તર—ઉપશમશ્રેણિમાં પ્રતિસમયે જીવો પ્રવેશ કરતા નથી, કોઈ કોઈ સમયે જ પ્રવેશ કરે છે માટે સંખ્યાતા જ જીવો હોય.
પ્રશ્ન—પ્રતિસમયે પ્રવેશ કરતા નથી પણ કોઈ કોઈ સમયે જ કરે છે એ કેમ જાણી
શકાય ?
ઉત્તર—પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો જ સંખ્યાતા છે. વળી તેમાં સંયતો તો કોટિસહસ્ર પૃથક્ક્સ જ હોય છે અને તે કંઈ બધા ઉપશમશ્રેણિ કરતા નથી. માટે જ પ્રતિસમયે પ્રવેશ કરતા નથી એમ સમજાય છે. આગળ ક્ષપકશ્રેણિમાં પણ આ પ્રમાણે જ સમજવું.
ક્ષપકશ્રેણિગત આઠ, નવ, દસ તથા ક્ષીણમોહ અને અયોગી આ પાંચમાંથી કોઈપણ