________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
અંતર્મુહૂર્તકાળમાં આયુષ્યકર્મનાં ઘણાં પુદ્ગલોનો નાશ કરે તે મારણ સમુદ્દાત
(૪) જેમાં વૈક્રિયશરીરના પ્રારંભકાળે પોતાના કેટલાક આત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢી જાડાઈ-પહોળાઈથી સ્વશરીર પ્રમાણ અને લંબાઈથી સંખ્યાત યોજન પ્રમાણ જીવપ્રદેશોનો દંડ બનાવી પૂર્વે ઉપાર્જન કરેલ વૈક્રિય શરીરનામકર્મનાં ઘણાં કર્મપુદ્ગલોનો નાશ કરે તે વૈક્રિય સમુદ્દાત.
૨૪૫
(૫) તે જ પ્રમાણે જેમાં નિગ્રહ અને અનુગ્રહ હેતુથી અનુક્રમે તેજોલેશ્યા અને શીતલેશ્યા મૂકવા માટે પૂર્વે ઉપાર્જન કરેલ ઘણાં તૈજસ નામકર્મનાં પુદ્ગલોનો ક્ષય કરે તે તૈજસ સમુદ્દાત. (૬) એ જ પ્રમાણે જેમાં આહારકના પ્રારંભકાળે પૂર્વે ઉપાર્જન કરેલ આહારક શરીર નામકર્મનાં ઘણાં પુદ્ગલોનો ક્ષય કરે તે આહારક સમુદ્દાત.
(૭) આયુષ્ય કરતાં અધિક હોય તેવાં વેદનીયાદિ કર્મોને આયુષ્યની સમાન કરવા માટે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહ્યુ છતે સયોગી કેવળી ભગવંત જે સમુદ્દાત કરે તે કેવલી સમુદ્દાત. કેવળી સમુદ્દાત કાળ આઠ સમયનો છે. શેષ છએ સમુદ્ઘાતનો પ્રત્યેકનો કાળ અન્તર્મુહૂર્ત છે.
પ્રથમના ત્રણ સમુદ્દાતો ઉપયોગ વિના અને શેષ ચાર સમુદ્દાતો ઉપયોગપૂર્વક થાય છે.
મનુષ્યોમાં સાત, દેવોમાં તથા વૈક્રિય અને તેજોલેશ્યાલબ્ધિસંપન્ન સંશી-પંચેન્દ્રિય તિર્યંચોને પહેલા પાંચ, વૈક્રિયલબ્ધિ સંપન્ન વાયુકાય તથા નારકમાં પહેલા ચાર અને શેષ તિર્યંચોમાં પ્રથમના ત્રણ સમુદ્દાત હોય છે.
(૪) જીવ જેટલા ક્ષેત્રનો સ્પર્શ કરે તે સ્પર્શના.
સર્વ અપર્યાપ્ત તથા પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયજીવો સંપૂર્ણ લોકમાં રહેલ હોવાથી તેઓને · સ્વાભાવિક ચૌદ૨ાજની સ્પર્શના હોય છે.
શેષ બાર પ્રકારના જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહેલ હોવાથી તેઓને મરણ સમુદ્દાત વડે અને તેમાંના કેટલાક જીવોને પરભવમાં જતાં ઋજુશ્રેણિ વડે પણ ચૌદરાજ રૂપ સંપૂર્ણ જગતની સ્પર્શના હોય છે.
મિથ્યાર્દષ્ટિઓને તેમજ કેવળી સમુદ્ધાતમાં ચોથા સમયે સયોગીકેવળીઓને ચૌદરાજની, મિશ્રર્દષ્ટિ તથા અવિરતિ સમ્યગ્દષ્ટિને આઠ રાજની, સાસ્વાદન સમ્યગ્દષ્ટિને બાર રાજની, દેશવિરતિને છ રાજની, પ્રમત્ત, અપ્રમત્ત, ઉપશમશ્રેણિ-અંતર્ગત અપૂર્વકરણાદિ ત્રણ તથા ઉપશાંત મોહ તેમજ અયોગીકેવળી ગુણસ્થાનકવાળાઓને સાત રાજની સ્પર્શના હોય છે. ક્ષપકશ્રેણિગત અપૂર્વક૨ણાદિ ત્રણ તથા ક્ષીણમોહ ગુણસ્થાનકવાળાઓને એક રાજના અસંખ્યાતમા ભાગની સ્પર્શના હોય છે.
મિશ્રર્દષ્ટિ અથવા અવિરતિ સમ્યગ્દષ્ટિ સહસ્રાર કલ્પવાસી કોઈપણ દેવ અધિજ્ઞાનથી જાણીને પૂર્વભવના સ્નેહથી યા વૈરથી ત્રીજી નરક સુધી જાય ત્યારે સાતરાજની સ્પર્શના થાય અને