________________
૨૪૦
પંચસંગ્રહ-૧ ઇચ્છિત પદના સંયોગી ભાંગાઓ આવે.
જેમ કે–એક સંયોગી ૨ ભાંગા, તેને બેએ ગુણતાં ર૪ર૦૪ તેમાં ૨ ઉમેરતાં ૪+૨=૬ અને એની સાથે ગુણાકાર કરેલ હોવાથી પુનઃ ર ઉમેરતાં બે પદના સંયોગી ભાંગા ૬+૪=૮ થાય. એ જ રીતે ત્રિસંયોગી ર૬, ચતુઃસંયોગી ૮૦, પંચસંયોગી ૨૪ર, ષ સંયોગી ૭૨૮, સપ્તસંયોગી ૨૧૮૬ અને અષ્ટસંયોગી ૬૫૬૦ ભાંગા થાય છે.
અથવા એક પદના એક અને અનેક જીવ આશ્રયી જે બે ભાંગા છે તે પ્રત્યેક પદના ભાંગાને ત્રણ ગુણા કરી તે બે ઉમેરવાથી પછી પછીના પદની ભંગ સંખ્યા આવે. જેમ એક પદના બે ભાંગા છે તેને ત્રણ ગુણા કરી બે ઉમેરવાથી ર૪૩=૬+૪=૮ આઠ, તે આઠને ત્રણે ગુણી બે ઉમેરવાથી ત્રણ પદના ૮૪૩=૨૪+૨=૨૬ છવ્વીસ. ઈત્યાદિ.
(૨) વિવક્ષિત સ્થાનોમાં જીવ દ્રવ્યની સંખ્યા કેટલી છે? અર્થાત્ કેટલા જીવો છે તેની વિચારણા તે દ્રવ્ય પ્રમાણ પ્રરૂપણા.
પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ તથા બાદર એમ ચાર પ્રકારના સાધારણ જીવો અનંત લોકાકાશના પ્રદેશ રાશિ પ્રમાણ છે, છતાં તેમાં પર્યાપ્ત બાદર સર્વથી અલ્પ, તેથી અપર્યાપ્ત બાદર અસંખ્યાતગુણા. તે થકી અપર્યાપ્ત સૂક્ષ્મ અસંખ્યાતગુણા અને તેનાથી પણ પર્યાપ્ત સૂક્ષ્મ સંખ્યાતગુણા છે.
- ઘનીકૃત લોકના એકપ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવો છે.
પર્યાપ્ત બાદર પૃથ્વીકાય તથા પર્યાપ્ત બાદર અપ્લાયનું પ્રમાણ પણ તેટલું જ છે પરંતુ એક એકથી અનુક્રમે અસંખ્યાતગુણ છે.
અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદ હોવાથી તેમ માનવામાં કંઈ વિરોધ નથી.
આવલિકાના સમય પ્રમાણ સંખ્યાનો વર્ગ કરી તેને કંઈક ન્યૂન આવલિકાના સમય પ્રમાણ સંખ્યા સાથે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલા પર્યાપ્ત બાદર તેઉકાય જીવો છે. ઘનીકૃત લોકની સંખ્યામાં ભાગમાં રહેલ પ્રતરના પ્રદેશ રાશિ પ્રમાણ પર્યાપ્ત બાદર વાયુકાય જીવો છે.
પૃથ્વીકાયાદિ આ ચારેના શેષ ત્રણ ત્રણ પ્રકારના જીવભેદો અને અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવો અસંખ્ય લોકાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ અસંખ્યાતા છે.
તેમાં પણ વિશેષથી વિચારીએ તો પૂર્વે કહેલ પ્રમાણવાળા હોવાથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય પોતાના શેષ ત્રણ ભેદોની અપેક્ષાએ અલ્પ તે થકી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણ. તે થકી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય અસંખ્યાતગુણ અને તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય સંખ્યાતગુણ છે. એ જ રીતે અપ્લાય, તેઉકાય, વાયુકાય તથા પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ સમજી લેવું.
અંગુલના સંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશો વડે ભાગતાં ઘનીકૃત લોકના એક પ્રતરના