________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
૨૩૯ અષ્કાય, તેઉકાય, વાયુકાય તેમજ સાધારણ વનસ્પતિકાય એમ વીસ તેમજ બાદર પર્યાપ્ત, અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય એમ કુલ બાવીસ પ્રકારના જીવો ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા નિરંતર હોય છે.
પર્યાપ્ત, અપર્યાપ્ત, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય આ નવ પ્રકારના જીવો ઉત્પન્ન થયેલા નિરંતર હોય છે. પરંતુ વિવક્ષિત સમયે ઉત્પન્ન થતા ક્યારેક હોય છે અને ક્યારેક નથી પણ હોતા.
પ્રશ્ન–અપર્યાપ્ત વિકસેન્દ્રિય અને અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય અન્તર્મુહૂર્તના જ આયુષ્યવાળા છે અને તેઓની ઉત્પત્તિ આશ્રયી વિરહકાળ પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે તો તે નિરંતર ઉત્પન્ન થયેલા હોય જ, એમ કેમ કહી શકાય ?
ઉત્તર–વિરહકાળના અંતર્મુહૂર્ત કરતાં તેઓના આયુષ્યનું અંતર્મુહૂર્ત મોટું હોવાથી એમ કહી શકાય છે.
પ્રશ્ન–પરંતુ એમ શી રીતે સમજી શકાય ?
ઉત્તર–અન્ય ગ્રંથોમાં આ જીવોને પણ નિત્યરાશિ રૂપે ગણાવ્યા છે માટે વિરહકાળના અંતર્મુહૂર્તથી આયુષ્યનું અંતર્મુહૂર્ત મોટું છે એમ સમજી શકાય છે.
લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી-પંચેન્દ્રિયો ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા ક્યારેક હોય છે અને કયારેક નથી હોતા, કારણ કે એ જીવોનો ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહકાળ બાર મુહૂર્ત પ્રમાણ છે, જ્યારે આયુષ્ય માત્ર અંતર્મુહૂર્તનું છે, માટે સાધિક અગિયાર મુહૂર્ત સુધી કોઈ વખતે ઉત્પન્ન થયેલા ન હોય એમ પણ બને છે.
મિથ્યાષ્ટિ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત અને સયોગીકેવલી આ છ ગુણસ્થાનકો અનેક જીવો આશ્રયી સામાન્યથી સર્વ ક્ષેત્રોની અપેક્ષાએ હંમેશાં . હોય છે.
* શેષ સાસ્વાદનાદિ આઠ ગુણસ્થાનકોમાંનું એક પણ ગુણસ્થાનક આખાય જંગતમાં કોઈ વખતે કોઈ પણ જીવોને ન હોય એવું પણ બને છે. કોઈક વખતે આઠમાંથી એક હોય શેષ સાત ન હોય એમ ક્યારેક બે હોય, ત્રણ હોય, ચાર, પાંચ, છ કે સાત હોય અને ક્યારેક આઠે આઠ ગુણસ્થાનક પણ હોય છે.
તેમાં પણ જ્યારે એકાદિ ગુણસ્થાનકે જ જીવો હોય ત્યારે પણ ત્યાં કોઈ વખત એક જીવ હોય, કોઈ વખત અનેક હોય, એથી જ્યારે આઠમાંથી જેટલાં ગુણસ્થાનક હોય ત્યારે તેટલા ગુણસ્થાનકના એક-અનેક જીવ આશ્રયી ભાંગાઓ થાય છે.
તેની રીત આ મુજબ છે–પ્રથમ વિકલ્પવાળાં ગુણસ્થાનકો આઠ છે માટે આઠ બિંદુઓ સ્થાપવાં. દરેક બિંદુની નીચે એક–અનેકની સંજ્ઞા રૂપે ૨ નો અંક સ્થાપવો, ત્યાર બાદ જે પદના સંયોગની ભંગ સંખ્યા કાઢવી હોય તેની પૂર્વના પદના સંયોગની ભંગ સંખ્યાને બેએ ગુણવા અને તેમાં બે ઉમેરવા, ત્યારબાદ જેની સાથે ગુણાકાર કરેલ છે તે સંખ્યા ઉમેરવાથી