________________
૨૩૪
પંચસંગ્રહ-૧
અલ્પબદુત્વ ઘટે છે. નહિ તો કોઈ વખત હોય છે, કોઈ વખત નથી પણ હોતા, હોય ત્યારે જઘન્યથી એકબે હોય છે અને ઉત્કૃષ્ટથી ઉપરોકત સંખ્યા હોય છે.
તેઓથી પણ અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ મિશ્રદૃષ્ટિની અપેક્ષાએ અસંખ્યાતગુણા મોટા ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ છે, માટે. ૮૦ હવે શેષ ગુણસ્થાનક આશ્રયી કહે છે–
उक्नोसपए संता मिच्छा तिसु गईसु होतसंखगुणा । तिरिएसणंतगुणिया सन्निसु मणुएसु संखगुणा ॥८१॥ उत्कृष्टपदे सन्तः मिथ्यादृष्टयः तिसृषु गतिषु भवन्त्यसंख्येयगुणाः ।
तिर्यक्षु तेऽनन्तगुणाः संज्ञिषु मनुजेषु संख्येयगुणाः ॥८१॥
અર્થ—અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોથી તિર્યંચ સિવાય ત્રણ ગતિમાં ઉત્કૃષ્ટપદે વર્તતા" મિથ્યાદષ્ટિ જીવો અસંખ્યાત ગુણા છે, તેઓથી તિર્યંચ ગતિમાં મિથ્યાષ્ટિઓ અનંતગુણા છે. તથા સ્વજાતીય અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્યોથી મિથ્યાષ્ટિ મનુષ્યો સંખ્યાતગુણા છે.'
ટીકાનુ–અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોથી નારક, મનુષ્ય અને દેવ એ ત્રણ ગતિમાં ઉત્કૃષ્ટ પદે વર્તતા મિથ્યાદષ્ટિ જીવો અસંખ્યાતગુણા છે. તેઓથી પણ તિર્યંચગતિમાં વર્તતા મિથ્યાદૃષ્ટિ જીવો સઘળા નિગોદ જીવો મિથ્યાત્વી હોવાથી અનંતગુણા છે.
ગર્ભજ મનુષ્યોમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકવાળા મનુષ્યોથી મિથ્યાદષ્ટિ મનુષ્યો સંખ્યાતગુણા જ છે. કેમ કે તેઓ સઘળા મળી સંખ્યાતા જ છે.
તથા જે ભવસ્થ અયોગી કેવળી જીવો છે તે ક્ષેપક તુલ્ય હોય છે. કેમ કે તેઓની સંખ્યા પણ વધારેમાં વધારે શતપૃથક્ત જ હોય છે.
અભવસ્થ અયોગીકેવળી અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોથી અનંતગુણા છે, સિદ્ધો અનંતા છે અને તે સઘળા અયોગી છે માટે. ૮૧
આ રીતે અલ્પબદુત્વ કહ્યું અને તે કહેવાથી સત્પદાદિ પ્રરૂપણા સંપૂર્ણ કરી. આ સત્પદાદિ પ્રરૂપણા અતીવ ગહન છે છતાં પણ પ્રજ્ઞાપના સૂત્રની કૃપાથી તેનું મેં અલ્પમાત્ર વર્ણન કર્યું છે. અલ્પબુદ્ધિવાળા મેં જિનેશ્વરોના આગમથી જે કંઈ વિરુદ્ધ કહ્યું હોય તેને તત્ત્વજ્ઞ વિદ્વાનોએ મારા પર કૃપા કરી શોધી લેવું. હવે પૂર્વે જીવોના ચૌદ ભેદો વર્ણવ્યા છે તે ચૌદ ભેદો કહે છે.
एगिदिय सुहुमियरा सन्नियर पणिंदिया सबितिचउ । पज्जत्तापज्जत्ताभएणं चोदसग्गामा ॥८२॥ एकेन्द्रियाः सूक्ष्मेतराः सज्जीतराः पञ्चेन्द्रियाः सद्वित्रिचतुरिन्द्रियाः ।
पर्याप्तापर्याप्तभेदेन चतुर्दशग्रामाः ॥४२॥
અર્થ સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિય સંજ્ઞી અને અસંશી પંચેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ સાતે પર્યાપ્તા અપર્યાપ્તાના ભેદે જીવોના ચૌદ પ્રકાર છે.