________________
દ્વિતીયદ્વાર
૨૩૩
. એ જ પ્રમાણે ગાથામાં ગ્રહણ કરેલ “gવ' પદથી ચારિત્ર મોહની ક્ષપણા કરનારા આઠમાથી દસમા ગુણસ્થાનક સુધીના અને ક્ષીણમોહ બારમા ગુણસ્થાનકવાળા એમ બંને લેવાના છે.
ઉપશાંતથી પછીના ચાર ઉત્તરોત્તર સંખ્યાતગુણા છે, અને તેઓથી પછીના ચાર ઉત્તરોત્તર અસંખ્યાત ગુણા છે. તે આ પ્રમાણે–
' ઉપશમક આઠમાથી દસમા ગુણસ્થાનક સુધીના આત્માઓ અને ઉપશાંતમોહી આત્માઓ સૌથી અલ્પ છે. કેમ કે શ્રેણિના સંપૂર્ણ કાળ આશ્રયી વિચારતાં પણ વધારેમાં વધારે તેઓની એક, બે કે ત્રણ આદિ નિયત સંખ્યા પ્રમાણ છે માટે.
તેઓથી લપક અને ક્ષીણમોહી આત્માઓ સંખ્યાતગુણા છે. કારણ કે તેઓની શ્રેણિના સંપૂર્ણ કાળ આશ્રયી પણ ઉત્કૃષ્ટ સંખ્યા શત્ પૃથક્ત પ્રમાણ છે માટે.
ઉપશમ અને ક્ષેપક શ્રેણિમાં કહેલું ઉપરોક્ત અલ્પબદુત્વ એ બંને શ્રેણિમાં જ્યારે વધારે જીવો હોય ત્યારે ઘટે છે. કારણ કે કેટલીક વખત આ બંને શ્રેણિમાં કોઈ પણ જીવો હોતા જ નથી, કોઈ વખત બંનેમાં હોય છે અને સરખા જ હોય છે, કોઈ વખત ઉપશમક થોડા અને ક્ષપક જીવો વધારે હોય છે, કોઈ વખત ક્ષપક થોડા અને ઉપશમક વધારે હોય છે, એમ અનિયતપણે હોય છે.
ક્ષપક જીવોથી સયોગી કેવળીઓ સંખ્યાતગુણા હોય છે, કેમ કે તેઓ ઓછામાં ઓછા પણ કોટિ પૃથકત્વ હોય છે માટે
તેઓથી અપ્રમત્તયતિ સંખ્યાતગુણા હોય છે, કેમ કે તેઓ બે હજાર ક્રોડ પ્રમાણ હોઈ શકે છે માટે.
તેઓથી પ્રમત્તયતિઓ સંખ્યાતગુણા છે, કેમ કે તેઓ કોટિ સહસ્ર પૃથક્ત હોય છે માટે.
તેઓથી પણ દેશવિરતિ અસંખ્યાતગુણા છે, અસંખ્યાતા તિર્યંચોનો દેશવિરતિ ગુણસ્થાનકે . . સંભવ છે માટે.
અહીં અસંખ્યાતનું કેટલું પ્રમાણ લેવું તેના જવાબમાં કહે છે કે ક્ષેત્રપલ્યોપમનો અસંખ્યાતમો ભાગ લેવો.
તેઓથી પણ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ આત્માઓ અસંખ્યાતગુણા છે, આ ગુણસ્થાનક અનિત્ય હોવાથી જ્યારે તેમાં ઉત્કૃષ્ટ સંખ્યા હોય ત્યારે આ અલ્પબદુત્વ ઘટે છે. કારણ કે કોઈ વખત તેઓ સર્વથા હોતા નથી. કોઈ વખત હોય છે ત્યારે જઘન્યથી એકબે પણ હોય છે અને ઉત્કૃષ્ટથી દેશવિરતિના પ્રમાણના હેતુભૂત ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ અસંખ્યાતગુણ મોટા ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ હોય છે.
તેઓથી મિશ્રદષ્ટિજીવો અસંખ્યાતગુણા છે. તેઓ સાસ્વાદનના પ્રમાણમાં હેતુભૂત ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ અસંખ્યાતગુણા મોટા ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ છે માટે.
આ ગુણસ્થાનક પણ અનિત્ય હોવાથી જ્યારે તેમાં ઉત્કૃષ્ટ સંખ્યા હોય ત્યારે જ આ પંચ૦૧-૩૦