________________
૨૩૨
પંચસંગ્રહ-૧ ટીકાનુ–સઘળા વનસ્પતિજીવોથી સામાન્યતઃ એકેન્દ્રિયો વિશેષાધિક છે, કેમ કે બાદર અને સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવોની સંખ્યાનો તેમાં સમાવેશ થાય છે માટે.
તેઓથી સામાન્યતઃ તિર્યંચો વિશેષાધિક છે, કેમ કે પર્યાપ્ત અપર્યાપ્ત બેઇન્દ્રિયાદિ જીવોની સંખ્યાનો તેમાં સમાવેશ થાય છે માટે.
તેઓથી ચારે ગતિના મિથ્યાષ્ટિ જીવો વિશેષાધિક છે, કેમ કે અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકવાળા કેટલાક સંજ્ઞી પંચેન્દ્રિય વિનાના સઘળા તિર્યંચો મિથ્યાષ્ટિ છે, તેઓનો તથા અસંખ્યાતા મિથ્યાષ્ટિ નારક દેવ અને મનુષ્ય જીવોનો તેમાં સમાવેશ થાય છે, માટે તિર્યંચ જીવોની અપેક્ષાએ ચારે ગતિના મિથ્યાષ્ટિઓ વિશેષાધિક કહ્યા છે.
તેઓથી અવિરતિ યુક્ત-વિરતિ વિનાના જીવો વિશેષાધિક છે, કેમ કે કેટલાક અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્માઓનો તેમાં સમાવેશ થાય છે માટે.
તેઓથી કષાય યુક્ત આત્માઓ વિશેષાધિક છે, કેમ કે દેશવિરતિથી આરંભી સૂક્ષ્મસંપાય સુધીનાં ગુણસ્થાનકોમાં રહેલા કેટલાક જીવોનો તેમાં સમાવેશ થાય છે માટે.
તેઓથી છઘસ્થો વિશેષાધિક છે, કેમ કે તેમાં ઉપશાંતમોહી તેમજ ક્ષીણમોહી જીવોનો સમાવેશ થાય છે માટે.
તેઓથી યોગવાળા આત્માઓ વિશેષાધિક છે, સયોગી કેવળી જીવોનો તેમાં સમાવેશ થાય છે માટે.
તેઓથી સંસારી જીવો વિશેષાધિક છે, અયોગી કેવળીનો સમાવેશ થાય છે માટે.
તેઓથી સઘળા જીવો વિશેષાધિક છે, કારણ કે સિદ્ધના જીવોનો તેમાં સમાવેશ થાય છે માટે. ૭૯
આ પ્રમાણે સામાન્યતઃ સર્વજીવો આશ્રયી અલ્પબહુત કહ્યું. હવે ગુણસ્થાનક આશ્રયી કહે છે
उवसंत खवग जोगी अपमत्त पमत्त देस सासाणा । मीसाविरया चउ चउ जहुत्तरं संखसंखगुणा ॥८०॥ उपशान्तात् क्षपकाः योगिनः अप्रमत्ताः प्रमत्ताः देशाः सासादनाः ।
मिश्रा अविरताः चत्वारः चत्वारः यथोत्तरं संख्येयासंख्येयगुणाः ॥८॥
અર્થ–ઉપશામક અને ઉપશાંતમોહીથી અનુક્રમે ક્ષપક સયોગી અપ્રમત્ત અને પ્રમત્ત એ ચાર ઉત્તરોત્તર સંખ્યાત સંખ્યાત ગુણા છે. અને તેઓથી દેશવિરતિ, સાસ્વાદન, મિશ્ર અને અવિરતિ એ ચારે ઉત્તરોત્તર અસંખ્યાત અસંખ્યાત ગુણા છે.
ટીકાનુ–ગાથામાં ગ્રહણ કરેલ ‘વસંત' એ પદથી ચારિત્ર મોહનીયની ઉપશમના કરનારા આઠમા, નવમા અને દસમા ગુણસ્થાનકવાળા તથા જેણે ચારિત્રમોહનીયની સર્વથા ઉપશમના કરી છે તે અગિયારમા ગુણસ્થાનકવાળા એમ બંને ગ્રહણ કરવાના છે.