________________
દ્વિતીયદ્વાર
૨૩૧
. પક્ષાપતા: સૂક્ષ્મા: વિઝિયા: મસિદ્ધિ: ..
ततो बादरसूक्ष्माः निगोदाः वनस्पतिजीवास्ततः ॥७॥
અર્થ–તેઓથી પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. તેઓથી ભવ્ય સિદ્ધિક જીવો વિશેષાધિક, તેઓથી બાદર સૂક્ષ્મ નિગોદો વિશેષાધિક, અને તેઓથી સઘળા વનસ્પતિ જીવો વિશેષાધિક છે.
ટીકાનુ–સઘળા પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી સઘળા પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે. તેઓથી ભવ્યસિદ્ધિઆ જીવો વિશેષાધિક છે. કારણ કે સર્વ જીવોની સંખ્યામાંથી જઘન્યયુક્ત અનંત પ્રમાણ અભવ્યની સંખ્યા કાઢી નાખતાં શેષ સઘળા જીવો ભવ્ય છે, માટે પૂર્વોક્ત સંખ્યાથી ભવ્ય જીવો વિશેષાધિક કહ્યા છે.
તેઓથી પણ બાદર અને સૂક્ષ્મ બંને મળી નિગોદ જીવો વિશેષાધિક છે. કેમ કે તેમાં કેટલાક અભવ્ય જીવોની સંખ્યાનો પણ સમાવેશ થાય છે માટે.
પ્રશ્ન–ભવ્ય જીવોથી બાદર અને સૂક્ષ્મ નિગોદ જીવો વિશેષાધિક કેમ કહ્યા? સંખ્યાત કે અસંખ્યાતગુણા કેમ નહિ ? કેમ કે નિગોદમાં ભવ્ય, અભવ્ય બંને પ્રકારના જીવો છે, અને ભવ્ય જીવો નિગોદ સિવાયના જીવભેદોમાં પણ છે. એટલે નિગોદ અને તે સિવાયના જીવભેદોમાં રહેલા ભવ્ય જીવોથી નિગોદના જીવો કે જેમાં અનંત અભવ્યો પણ રહેલા છે તે વિશેષાધિક કેમ ?
- ઉત્તર–ભવ્ય જીવોથી બાદર અને સૂક્ષ્મ નિગોદ જીવો સંખ્યાત કે અસંખ્યાતગુણા કોઈ પણ રીતે ઘટી શકતા નથી. કેમ કે અહીં અભવ્ય સિવાયના ભવ્યોનો વિચાર કર્યો છે. અભવ્યો યુક્ત અનંત સંખ્યા પ્રમાણ છે, અને બાદર સૂક્ષ્મ નિગોદ વિનાના શેષ સઘળા જીવોનો સરવાળો અસંખ્ય લોકાકાશપ્રદેશરાશિ પ્રમાણ જ છે. તેથી અભવ્યો અને ભવ્યોની મોટી સંખ્યા તો બાદર નિગોદમાં જ રહેલી છે, અન્યત્ર નહિ. તથા ભવ્યની અપેક્ષાએ અભવ્યો ઘણા જ અલ્પ છે'અનંતમો ભાગ માત્ર છે—એટલે અભવ્ય અનંત જીવો સૂક્ષ્મ બાદર નિગોદમાં રહેલા છે છતાં પણ કુલ ભવ્ય જીવોથી બાદર સૂક્ષ્મ નિગોદ જીવોની કુલ સંખ્યા વિશેષાધિક જ થાય છે.
સૂક્ષ્મ બાદર નિગોદ જીવોથી સામાન્યથી વનસ્પતિ જીવો વિશેષાધિક છે. કારણ કે પ્રત્યેક શરીરી વનસ્પતિકાયના જીવોનો પણ તેમાં સમાવેશ થાય છે માટે ૭૮. હવે સામાન્ય એકેન્દ્રિયાદિ માટે કહે છે –
एगिदिया तिरिक्खा चउगइमिच्छा य अविरइजुया य । सकसाया छउमत्था सजोग संसारि सव्वे वि ॥७९॥ एकेन्द्रियाः तिर्यञ्चः चातुर्गतिकमिथ्यादृष्टयश्चाविरतियुताश्च ।
सकषायाश्छास्थाः सयोगाः संसारिणः सर्वेऽपि ॥७९॥ અર્થ–તેઓથી એકેન્દ્રિયો, તિર્યંચો ચારે ગતિના મિથ્યાત્વીઓ, અવિરતિ, સકષાયી, છઘસ્થો, યોગવાળા, સંસારી, અને સર્વ જીવો ઉત્તરોત્તર વિશેષાધિક છે.