________________
દ્વિતીયદ્વાર
૨૩૫
. ટીકાનુ–સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા સૂક્ષ્મ, અને બાદર નામકર્મના ઉદયવાળા બાદર એમ એકેન્દ્રિયો બે પ્રકારે છે. તથા સંજ્ઞી અને અસંશી એમ પંચેન્દ્રિય જીવો બે ભેદે છે. તે ચાર ભેદ તથા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એમ જીવોના સાત ભેદો થાય છે. તે દરેક પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદે જીવોના કુલ ચૌદ ભેદો થાય છે. આ ચૌદે ભેદોનું પૂર્વે સવિસ્તર વર્ણન કર્યું છે એટલે અહીં તેનું વર્ણન કરતા નથી. ૮૨ હવે છેલ્લો સંજ્ઞીપર્યાપ્ત ભેદ ગુણસ્થાનકના ભેદે ચૌદ પ્રકારે છે તે ચૌદ ભેદો કહે છે.
मिच्छा सासणमिस्सा अविरयदेसा पमत्त अपमत्ता । अपुव्व बायर सुहुमोवसंतखीणा सजोगियरा ॥८३॥ मिथ्यादृष्टिः सासादनमिश्रौ अविरतदेशौ प्रमत्ताप्रमत्तौ ।
अपूर्वबादरसूक्ष्मोपशान्तक्षीणाः सयोगीतरौ ॥८३॥ અર્થ-
મિથ્યાષ્ટિ, સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, મિશ્રદૃષ્ટિ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંતમોહ, ક્ષણમોહ, સયોગી, અને અયોગીકેવળી એ ચૌદ ગુણસ્થાનકો છે. તેનું સ્વરૂપ પહેલા દ્વારમાં વિસ્તારથી કહ્યું છે તેથી અહીં ફરી તેનું વ્યાખ્યાન કરતા નથી. ૮૩ આ ગુણસ્થાનકોમાં વર્તતા જે જીવો કર્મનો બંધ કરે છે તે કહે છે –
तेरस विबंधगा ते अविहं बंधियव्वयं कम्मं । मूलुत्तरभेयं ते साहिमो ते निसामेह ॥८४॥ त्रयोदश विबन्धकास्ते अष्टविधं बन्धव्यं कर्म ।
मूलोत्तरभेदं तान् कथयामः तान् निशमयत ॥८४॥ અર્થ–તેર ગુણસ્થાનકવર્તી તે જીવો મૂળ અને ઉત્તર ભેજવાળા બાંધવા યોગ્ય આઠ પ્રકારના કર્મને બાંધે છે. તે અમે કહીએ છીએ, તેને તમે સાંભળો.
'ટીકાનુ–મિથ્યાદષ્ટિથી આરંભી સયોગીકેવળી સુધીના તેરે ગુણસ્થાનકમાં વર્તતા જીવો યથાયોગ્ય રીતે પ્રતિસમય આઠ, સાત, છે કે એક કર્મને બાંધે છે. અયોગીકેવળી ભગવાન હેતુનો અભાવ હોવાથી એક પણ કર્મનો બંધ કરતા નથી. - બાંધવા યોગ્ય વસ્તુ વિના કોઈ પણ રીતે બંધક હોતા નથી, માટે બાંધવા યોગ્ય વસ્તુ કહે છે
બાંધવા યોગ્ય જેનું સ્વરૂપ ત્રીજા દ્વારમાં કહેશે તે મૂળ અને ઉત્તર ભેટવાળાં કર્મો છે. તેમાં મૂળ ભેદે કર્મ આઠ પ્રકારે છે, અને ઉત્તર ભેદે એક્સો અઠ્ઠાવન પ્રકારે છે, તે મૂળ અને ઉત્તર ભેદોને અમે વિસ્તારપૂર્વક કહીએ છીએ, સાવધાન થઈને સાંભળો. ૮૪ આ પ્રમાણે બંધક નામનું બીજું દ્વાર પૂર્ણ થયું.
બીજું દ્વાર સમાપ્ત