________________
દ્વિતીયદ્વાર
૨૨૧
યોગે અધિક અધિક પુણ્યવાન આત્માઓ પ્રાપ્ત કરી શકે છે, અને નીચે નીચેના વિમાનની સંપત્તિ અનુક્રમે હીન હીન ગુણના યોગે અલ્પ અલ્પ પુણ્યવાન આત્માઓ પ્રાપ્ત કરી શકે છે. ઉત્તરોત્તર અધિક અધિક ગુણપ્રકર્ષવાળા પુણ્યવાન આત્માઓ સ્વભાવથી જ અલ્પ અલ્પ હોય છે, અને હીન હીન ગુણયુક્ત અલ્પ પુણ્યવાન આત્માઓ વધારે હોય છે, તેથી જ ઉપર ઉપરનાં વિમાનોમાં દેવોની સંખ્યા અલ્પ અલ્પ હોય છે, અને નીચે નીચેનાં વિમાનોમાં વધારે વધારે હોય છે. માટે જ સહસ્ત્રાર કલ્પના દેવોથી મહાશુક્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા ઘટે છે.
તેઓથી પાંચમી નરક પૃથ્વીના નારકીઓ અસંખ્યાત ગુણા છે. કારણ કે તેઓ શ્રેણિના મોટા અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશરાશિ પ્રમાણ છે.
તેઓથી પણ લાંતક કલ્પમાં દેવો અસંખ્યાત ગુણા છે. શ્રેણિના અતિ મોટા અસંખ્યાતમાં ભાગમાં રહેલ આકાશપ્રદેશરાશિ પ્રમાણ છે માટે.
તેઓથી પણ ચોથી પંકપ્રભા પૃથ્વીમાં નારકો અસંખ્યાતગુણા છે. લાંતક દેવોના પ્રમાણમાં હેતુભૂત શ્રેણિના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ ચોથી નારકીના નારકીઓના– પ્રમાણમાં હેતુભૂત શ્રેણિનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાત ગુણ મોટો છે માટે.
તેઓથી પણ બ્રહ્મ દેવલોકમાં દેવો અસંખ્યાતગુણા છે. અસંખ્યાતગુણા શી રીતે હોય? તેનો વિચાર મહાશુક્ર દેવલોકની સંખ્યા કહેવાના પ્રસંગે કહ્યો છે તે પ્રમાણે સમજી લેવો.
તેઓથી પણ ત્રીજી નરકપૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે. અહીં પણ યુક્તિ પહેલાની જેમ જ સમજવી.
તેઓથી પણ માહેન્દ્ર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે.
તેઓથી પણ સનકુમાર કલ્પમાં દેવ વિમાનો ઘણાં હોવાથી અસંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે સનકુમાર કલ્પમાં બાર લાખ વિમાનો છે, અને મહેન્દ્રકલ્પમાં આઠ લાખ વિમાનો છે. વળી સનકુમાર કલ્પ દક્ષિણ દિશામાં છે અને માહેન્દ્ર કલ્પ ઉત્તર દિશામાં છે. તથાસ્વભાવે કૃષ્ણપાક્ષિક જીવો દક્ષિણ દિશામાં વધારે ઉત્પન્ન થાય છે, અને શુક્લપાક્ષિક જીવો ઉત્તર દિશામાં વધારે ઉત્પન્ન થાય છે. સ્વભાવથી જ કૃષ્ણપાક્ષિક જીવો ઘણા છે, અને શુક્લપાક્ષિક જીવો થોડા હોય છે. તેથી માહેન્દ્રકલ્પના દેવોની અપેક્ષાએ સનકુમાર કલ્પના દેવો અસંખ્યાતગુણા ઘટે છે.
' તેઓથી પણ બીજી નરકમૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે. અતિ મોટી શ્રેણિના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે માટે,
સાતમી નરકમૃથ્વીથી આરંભી બીજી નરકમૃથ્વી પર્યત દરેકની સ્વસ્થાને સંખ્યા સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ રાશિ પ્રમાણ છે. માત્ર પૂર્વ પૂર્વ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગની અપેક્ષાએ ઉત્તરોત્તર સૂચિશ્રેણિનો અસંખ્યાતમો ભાગ મોટો મોટો લેવાનો છે. એટલે ઉપરોક્ત અલ્પબદુત્વ ઘટી શકે છે.
તથા બીજી નરકપૃથ્વીના નારકોથી સંમૂચ્છિમ મનુષ્યો અસંખ્યાત ગુણા છે. કારણ કે તેઓ અંગુલમાત્ર ક્ષેત્રમાં રહેલા આકાશ પ્રદેશના ત્રીજા મૂળ સાથે પહેલા મૂળનો ગુણાકાર કરતાં