________________
૨૨૦
સંબંધમાં પણ જાણી લેવો.
આરણકલ્પવાસી દેવોથી પ્રાણતકલ્પના દેવો સંખ્યાતગુણા છે. તેનાથી આનત કલ્પના દેવો સંખ્યાતગુણા છે. અહીં પણ આનતકલ્પ દક્ષિણમાં અને પ્રાણતકલ્પ ઉત્તરમાં છે.
પંચસંગ્રહ-૧
અનુત્તર વિમાનવાસી દેવોથી આરંભી આનતકલ્પવાસી દેવો સુધીના સઘળા દેવો દરેક ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશરાશિ પ્રમાણ છે.
કહ્યું છે કે——‘આનત પ્રાણતાદિ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગે છે.’ માત્ર ક્ષેત્રપલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અનુક્રમે મોટો મોટો લેવાનો છે. આનતકલ્પવાસી દેવોથી સાતમી નરકપૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે. કેમ કે તેઓ ઘનીકૃત લોકની એક પ્રાદેશિક-સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ છે.
તેઓથી છઠ્ઠી નરકપૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણ છે. મહાદંડકમાં સાતમી નરકપૃથ્વીના નારકીઓ છઠ્ઠી નરકપૃથ્વીના નારકીઓના અસંખ્યાતમા ભાગે કહ્યા છે, એટલે અહીં સાતમીથી છઠ્ઠીના અસંખ્યાતગુણા કહ્યા તે બરાબર છે.
તેઓથી પણ સહસ્રારકલ્પવાસી દેવો અસંખ્યાતગુણા છે. છઠ્ઠી નરકપૃથ્વીના નારકીઓનાં પ્રમાણના હેતભૂત જે શ્રેણિનો અસંખ્યાતમો ભાગ કહ્યો છે, તેની અપેક્ષાએ સહસ્રારકલ્પવાસી દેવોના પ્રમાણમાં હેતુભૂત શ્રેણિનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાતગુણ મોટો હોવાથી સહસ્રાર કલ્પવાસી દેવો અસંખ્યાતગુણા છે. ૬૬
હવે શુક્ર આદિના સંબંધમાં કહે છે—
सुक्कंमि पंचमाए लंतय चोत्थीए बंभ तच्चाए । माहिंद सणकुमारे दोच्चाए मुच्छिमा मणुया ॥६७॥
शुक्रे पञ्चम्यां लान्तके चतुर्थ्यां ब्रह्मे तृतीयस्याम् । माहेन्द्रे सनत्कुमारे द्वितीयस्यां संमूच्छिमा मनुजाः ॥६७॥
અર્થ—શુક્રમાં, પાંચમી નારકીમાં, લાંતકમાં, ચોથી નારકીમાં, બ્રહ્મદેવલોકમાં, ત્રીજી
નારકીમાં, માહેન્દ્ર દેવલોકમાં, સનકુમાર દેવલોકમાં, અને બીજી નારકીમાં ઉત્તરોત્તર અનુક્રમે અસંખ્યાતગુણ જીવો છે. તેનાથી સંમૂચ્છિમ મનુષ્યો અસંખ્યાતગુણા છે.
ટીકાનુ—સહસ્રાર દેવોથી મહાશુક્રકલ્પના દેવો અસંખ્યાતગુણા છે, કારણ કે વિમાનો ઘણાં છે. તે આ પ્રમાણે—સહસ્રાર દેવલોકમાં છ હજાર વિમાનો છે, અને મહાશુક્રકલ્પમાં ચાળીસ હજાર વિમાનો છે. તથા નીચે નીચેના વિમાનવાસી દેવો વધારે વધારે હોય છે અને ઉપર ઉપરના વિમાનવાસી દેવો અલ્પ અલ્પ હોય છે.
ઉપર ઉપરના વિમાનવાસી દેવો અલ્પ અલ્પ હોય છે એ કઈ રીતે સમજી શકાય ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે—ઉપર ઉપરના વિમાનવાસી દેવોની સંપત્તિ ઉત્તરોત્તર ગુણપ્રકર્ષના