________________
દ્વિતીયદ્વાર
૨૧૯
કેટલાક વર્ગ ન્યૂન આવલિકાના ઘનના જેટલા સમયો થાય તેટલા છે. તેનું પ્રમાણ દ્રવ્યપ્રમાણ દ્વારમાં કહ્યું છે.
હવે અનુત્તર દેવાદિ સંબંધે કહે છે –
तत्तोणुत्तरदेवा तत्तो संखेज्ज जाणओ कप्पो । तत्तो अस्संखगुणिया सत्तम छट्ठी सहस्सारो ॥६६॥ तत्तोनुत्तरदेवाः ततः संख्येयगुणः यावदानतः कल्पः ।
ततोऽसंख्येयगुणाः सप्तम्यां षष्ठ्यां सहस्रारः ॥६६॥ અર્થ–તેનાથી અનુત્તરદેવો અસંખ્યાત ગુણા છે, તેનાથી આનત કલ્પ સુધીના દેવો અનુક્રમે સંખ્યાતગુણો છે, તેનાથી અનુક્રમે સાતમી અને છઠ્ઠી નારકીઓના નારકીઓ, તથા સહસ્ત્રાર દેવો અસંખ્યાતગુણા છે.
ટીકાનુ-બદર પર્યાપ્ત તેઉકાયથી અનુત્તર વિમાનવાસી દેવો અસંખ્યાત ગુણા છે, કારણ કે તેઓ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ છે.
- તે અનુત્તરવિમાનવાસી દેવોથી આનત કલ્પ સુધીના દેવો અનુક્રમે સંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે
અનુત્તર વિમાનવાસી દેવોથી ઉપરની રૈવેયકના પ્રતરના દેવો સંખ્યાતગુણ છે, કારણ કે તેઓ ક્ષેત્રપલ્યોપમના મોટા અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ છે.
" આ કઈ રીતે જાણવું ? એના ઉત્તરમાં કહે છે કે–વિમાનો ઘણાં છે માટે. તે આ પ્રમાણે–અનુત્તર દેવોનાં પાંચ જ વિમાનો છે, અને રૈવેયકના ઉપરના પ્રસ્તટ-પ્રતરમાં સો વિમાનો છે. અને પ્રત્યેક વિમાનમાં અસંખ્યાતા દેવો રહેલા છે. જેમ જેમ નીચે નીચેના વિમાનવાસી દેવોનો વિચાર કરીએ તેમ તેમ તેની અંદર વધારે દેવો હોય છે. તેથી જણાય છે કે અનુત્તર વિમાનવાસી દેવોની અપેક્ષાએ ક્ષેત્રપલ્યોપમના મોટા અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ રૈવેયકના ઉપરના પ્રતરના દેવો છે.
- પન્નવણાના મહાદંડકમાં પણ તેમ જ કહ્યું છે. આગળ પણ મહાદંડકને અનુસરીને જ | વિચાર કરી લેવો.
રૈવેયકના ઉપરના પ્રતરના દેવોથી રૈવેયકના મધ્યમ પ્રતરના દેવો સંખ્યાતગુણા છે. તેનાથી રૈવેયકના નીચેના પ્રતરના દેવો સંખ્યાતગુણા છે. તેનાથી પણ અય્યત દેવો સંખ્યાતગુણા છે.
જો કે આરણ અને અશ્રુત સમશ્રેણિમાં છે, તેમજ સરખી વિમાનની સંખ્યાવાળા છે, તોપણ અશ્રુતદેવોથી આરણકલ્પના દેવો સંખ્યાતગુણા છે. કારણ કે આરણકલ્પ દક્ષિણ દિશામાં છે, અશ્રુતકલ્પ ઉત્તર દિશામાં છે. દક્ષિણ દિશામાં તથાસ્વભાવે કૃષ્ણપાક્ષિક જીવો ઘણા ઉત્પન્ન થાય છે. કૃષ્ણપાક્ષિક જીવો ઘણા છે અને શુક્લપાક્ષિક થોડા હોય છે. તેથી જ અચુત કલ્પની અપેક્ષાએ આરણ કલ્પમાં દેવોનું સંખ્યાતગુણાપણું સંભવે છે. આ વિચાર આનત અને પ્રાણતના