________________
૨૨૨
પંચસંગ્રહ-૧ જેટલો પ્રદેશ રાશિ આવે તેટલા તેટલા પ્રમાણવાળા એક પ્રાદેશિકી એક સૂચિશ્રેણિમાં જેટલા ખંડો " થાય તેમાંથી કેટલાક કોડાકોડી પ્રમાણ ગર્ભજ મનુષ્યો ઓછા કરીએ તેટલા છે. તેથી અસંખ્યાતગુણા ઘટે છે. ૬૭ હવે ઈશાનાદિના સંબંધમાં અલ્પબદુત્વ કહે છે–
ईसाणे सव्वत्थवि बत्तीसगुणाओ होंति देवीओ । संखेज्जा सोहम्मे तओ असंखा भवणवासी ॥६८॥ ईशाने सर्वत्रापि द्वात्रिंशद्गुणा भवन्ति देव्यः ।
संख्येयगुणाः सौधर्मे ततोऽसंख्येयगुणा भवनवासिनः ॥६८॥
અર્થ–તેઓથી ઈશાન દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે. સર્વત્ર દેવીઓ બત્રીસગુણી હોય છે. તેઓથી સંખ્યાતગુણા સૌધર્મ કલ્પવાસી દેવો છે. તેઓથી ભવનપતિ અસંખ્યાતગુણા છે. •
ટીકાનુ–સંમૂછિમ મનુષ્યોથી ઈશાન દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશરાશિના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી ઘનીકૃત લોકની એક પ્રાદેશિકી સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો. હોય તેટલા ઈશાનકલ્પમાં દેવ-દેવીઓનો સમૂહ છે.
કુલ દેવ-દેવીની જે સંખ્યા કહી તેને બત્રીસે ભાગતાં જે આવે તેમાંથી એક રૂપ જૂન કરતાં જે આવે તેટલા ઈશાન કલ્પના દેવો છે. માટે જ સંમૂચ્છિમ મનુષ્યોથી ઈશાન કલ્પના દેવો અસંખ્યાતગુણા કહ્યા છે.
ઈશાન કલ્પના દેવોથી તેની દેવીઓ સંખ્યાતગુણી છે, કેમ કે બત્રીસ ગુણી અને બત્રીસ અધિક છે માટે. તે જ કહે છે.
સૌધર્મ કહ્યું અને જ્યોતિષ્ક આદિ દેવોના દરેક ભેદમાં દેવોથી દેવીઓ બત્રીસગુણી હોય છે. ગાથામાં મૂકેલ ‘તુ” શબ્દ અધિક અર્થનો સૂચક હોવાથી બત્રીસ વધારે લેવાની છે.
જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે –
તિર્યંચ પુરષોથી તિર્યંચ સ્ત્રીઓ ત્રણ ગુણી અને ત્રણ વધારે છે, મનુષ્ય પુરુષોથી મનુષ્ય સ્ત્રીઓ સત્તાવીસ ગુણી અને સત્તાવીસ વધારે છે, અને દેવપુરુષોથી દેવ સ્ત્રીઓ બત્રીસગુણી અને બત્રીસ વધારે છે.”
તથા ઈશાન કલ્યની દેવીઓથી સૌધર્મકલ્પના દેવો વિમાન ઘણાં હોવાથી સંખ્યાતગુણા છે. તે આ પ્રમાણે–
ઈશાન દેવલોકમાં અઠ્ઠાવીસ લાખ વિમાનો છે, અને સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ વિમાનો છે. વલી સૌધર્મકલ્પ દક્ષિણ દિશામાં છે, અને ઈશાન કલ્પ ઉત્તર દિશામાં છે. દક્ષિણ દિશામાં કૃષ્ણપાક્ષિક જીવો વધારે ઉત્પન્ન થતા હોવાથી અને જીવસ્વભાવે કૃષ્ણપાક્ષિક જીવોની સંખ્યા વધારે હોવાથી ઈશાન કલ્પના દેવોથી સૌધર્મકલ્પના દેવો સંખ્યાતગુણા છે.