________________
પંચસંગ્રહ-૧
તોત્તેરથી ચોરાશી સુધીની સંખ્યા નિરંતર ઉત્કૃષ્ટથી ચાર સમયપર્યંત મોક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
૨૦૨
પંચાસીથી છન્નુ સુધીની સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર ત્રણ સમયપર્યંત મોક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
સત્તાણુથી એકસો બે સુધીની સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર બે સમયપર્યંત મોક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
એકસો ત્રણથી એકસો આઠ સુધીની કોઈપણ સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર એક સમયપર્યંત જ મોક્ષમાં જાય છે, પછી અવશ્ય અંતર પડે છે.
ગાથામાં એકથી અનુક્રમે આઠ સમયપર્યંત જે સંખ્યાનું પ્રતિપાદન કર્યું છે તે પશ્ચાનુપૂર્વીએ સમયની સંખ્યા લેવા સૂચવ્યું છે. એટલે એનો અર્થ આ પ્રમાણે થાય છે. એકસો ત્રણથી એકસો આઠ સુધીની કોઈપણ સંખ્યા એક સમયપર્યંત જ મોક્ષમાં જાય છે. સત્તાણુથી એકસો બે સુધીની કોઈપણ સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર બે સમય પર્યંત જ મોક્ષમાં જાય છે. એમ યાવત્ એકથી બત્રીસ સુધીની કોઈપણ સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર આઠ સમયપર્યંત મોક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે. જઘન્યથી દરેક સંખ્યા એક સમયપર્યંત મોક્ષમાં જાય છે. પદ
આ પ્રમાણે સવિસ્તર કાળદ્વાર કહ્યું છે, હવે અંતરદ્વાર કહે છે— गब्भयतिरिमणुसुरनारयाण विरहो हुत्त बारसगं ।
मुच्छिमनराण चवीस विगल अमणाण अंतमुहू ॥५७॥ गर्भजतिर्यग्मनुष्यसुरनारकाणां विरहो मुहूर्त्ताणि द्वाद्वश । संमूच्छिमनराणां चतुर्विंशतिः विकलामनस्कानामन्तर्मुहूर्त्तम् ॥५७॥ અર્થ—ગર્ભજ તિર્યંચ, મનુષ્ય, દેવ અને નારકીનો વિરહકાળ‘બાર મુહૂર્ત, સંમૂચ્છિમ મનુષ્યનો ચોવીસ મુહૂર્ત, અને વિકલેન્દ્રિય તથા અસંશીપંચેન્દ્રિયનો વિરહ અંતર્મુહૂર્તનો છે.
ટીકાનુ—નિરંતર ઉત્પન્ન થતા ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવતા અને નારકીનો ઉત્પાદ આશ્રયી ઉત્કૃષ્ટ વિરકાળ બાર મુહૂર્તનો છે. એટલે કે ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યમાં ગર્ભજ તિર્યંચ અને મનુષ્યરૂપે કોઈપણ જીવ ઉત્પન્ન ન થાય તો તેનો વિરહકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત છે, ત્યારપછી તેઓમાં કોઈ ને કોઈ જીવ અવશ્ય ઉત્પન્ન થાય જ છે.
કહ્યું છે કે—‘હે પ્રભો ! ગર્ભજતિર્યંચ પંચેન્દ્રિયનો ઉત્પાદ આશ્રયી કેટલો વિરહકાળ કહ્યો છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત કહ્યો છે.
એ પ્રમાણે ગર્ભજ મનુષ્યના સંબંધમાં પ્રશ્નનો ઉત્તર આપેલ છે. હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.'