________________
દ્વિતીયાર
૨૦૧
પર્યત પ્રાપ્ત કરે છે. ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
કારણ કે આ સઘળા ભાવોને પ્રાપ્ત કરનાર ગર્ભજ મનુષ્યો જ છે, અને તે સંખ્યાતા જ છે.
જો કે અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તિર્યંચો પણ જાય છે પરંતુ તે નરકાવાસો માત્ર લાખ યોજનનો જ હોવાથી તેમાં સંખ્યાતા જ નારકીઓ હોય છે, એટલે તિર્યંચ મનુષ્યોમાંથી જનારા પણ સંખ્યાતા જ હોય છે. તેમજ ત્યાં જવાનો નિરંતર કાળ ઉત્કૃષ્ટથી સંખ્યાતા સમયનો જ કહ્યો છે.
તથા ગર્ભજ મનુષ્યમાં પણ જો કે ગમે તે ગતિમાંથી આવી શકે છે, પરંતુ ગર્ભજ મનુષ્યની સંખ્યા સંખ્યાત પ્રમાણ હોવાથી આવનાર જીવો પણ સંખ્યાતા જ સમજવા.
ચોપ્પનમી ગાથામાં અપ્રતિષ્ઠાન નરકાવાસ અને અનુત્તર સુર માટે કહ્યું ન હતું તે આ ગાથામાં કહ્યું છે. ૫૫
પહેલાં નિરંતર આઠ સમયપર્યત સિદ્ધત્વ પ્રાપ્ત કરે છે, એ કહ્યું છે. તેમાં આઠ સમયપર્યત કેટલા મોક્ષમાં જાય ? તેમ સાત છ વગેરે સમયપર્યત કેટલા મોક્ષમાં જાય ? એ શિષ્યની શંકા દૂર કરવા અને વિશેષ નિર્ણય કરવા કહે છે–
बत्तीसा अडयाला सट्ठी बावत्तरी य चुलसीई । छनउड़ दुअट्ठसयं एगाए जहुत्तरे समए ॥५६॥ द्वात्रिंशत् अष्टचत्वारिंशत् षष्टिः द्वासप्ततिश्च चतुरशीतिः ।
षण्णवतिः द्विअष्टोत्तरशतं एकादीन् यथोत्तरान् समयान् ॥५६॥
અર્થ–બત્રીસ, અડતાળીસ, સાઠ, બોતેર, ચોરાશી, છનુ, એકસો બે, અને એકસો આઠ સુધીની સંખ્યા પશ્ચાનુપૂર્વીએ અનુક્રમે એકથી આઠ સમય પર્યત મોક્ષમાં જાય છે.
ટીકાન–એકથી બત્રીસ સુધીની સંખ્યા નિરંતર આ સમયપર્યત મોક્ષમાં જાય છે. ' એટલે કે પહેલે સમયે જઘન્ય એકબે મોક્ષમાં જાય. ઉત્કૃષ્ટ બત્રીસ મોક્ષમાં જાય, બીજે સમયે જઘન્યથી એકબે મોક્ષમાં જાય ઉત્કૃષ્ટથી બત્રીસ મોક્ષમાં જાય, એ પ્રમાણે ત્રીજે ચોથે યાવતુ આઠમે સમયે પણ જઘન્યથી એકબે અને ઉત્કૃષ્ટથી બત્રીસ મોક્ષમાં જાય છે. ત્યારપછી અવશ્ય અંતર પડે છે. નવમે સમયે કોઈપણ મોક્ષમાં જતો નથી.
એ પ્રમાણે તેત્રીસથી અડતાળીસ સુધીની કોઈપણ સંખ્યા નિરંતર ઉત્કૃષ્ટથી સાત સમય સુધી મોક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
ઓગણપચાસથી સાઠ સુધીની કોઈપણ સંખ્યા નિરંતર ઉત્કૃષ્ટથી છ સમય પર્યત મોક્ષમાં જાય છે, ત્યારપછી અંતર પડે છે.
એકસઠથી બોતેર સુધીની કોઈપણ સંખ્યા નિરંતર ઉત્કૃષ્ટથી પાંચ સમયપર્યત મોક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે. પંચ૦૧-૨૬