________________
૨૦૦
પંચસંગ્રહ-૧
અહીં સ્વસ્થાન પરસ્થાનનું તાત્પર્ય એ છે કે સાધારણ વનસ્પતિના જીવો સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો સમયે સમયે અનંતા ઉત્પન્ન થાય છે. અને નિગોદ સિવાય શેષ જીવોમાંથી સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. કારણ કે નિગોદ સિવાય કોઈપણ ભેટવાળા જીવોની સંખ્યા અનંત પ્રમાણ નથી. માત્ર સાધારણ વનસ્પતિ જીવોની સંખ્યા જ અનંતપ્રમાણ છે.
તથા ત્રાસપણે નિરંતર ઉત્પન્ન થાય તો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ કાળ પર્યત ઉત્પન્ન થાય છે. ત્યારપછી અવશ્ય અંતર પડે છે. એટલે કે તેટલો કાળ ગયા પછી કોઈપણ જીવ અમુક કાળપર્યત ત્રસપણે ઉત્પન્ન થતો નથી.
સામાન્યતઃ ત્રસપણાનો તો ઉપરોક્ત કાળ ઘટે છે. પરંતુ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય તિર્યíચેન્દ્રિય, સંમૂછિમ મનુષ્ય, અપ્રતિષ્ઠાન નરકાવાસના નારકીઓને છોડી શેષ દરેક નારકીઓ, અનુત્તર દેવ વર્જીને શેષ સઘળા દેવો, એ દરેક નિરંતર ઉત્પન્ન થાય તો જંઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ કાળ પર્યત ઉત્પન્ન થાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે. - તથા સમ્યક્ત અને દેશવિરતિ ચારિત્રને અનેક જીવો નિરંતર પ્રાપ્ત કરે તો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ પર્યત પ્રાપ્ત કરે છે, ત્યારપછી અમુક સમયનું અવશ્ય અંતર પડે છે.
તથા સર્વથા પાપવ્યાપારના ત્યાગરૂપ જે આત્મપરિણામ તે રૂપ જે ચારિત્ર કે જે મૂળ ગુણ અને ઉત્તરગુણના આસેવન રૂપ લિંગ વડે ગમ્ય છે તેને, તથા સઘળા કર્મનો નાશ થવાથી પ્રાપ્ત થયેલા યથાસ્થિત આત્મસ્વરૂપ રૂપ જે સિદ્ધત્વ તેને અનેક જીવો પ્રાપ્ત કરે તો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમયપર્યત પ્રાપ્ત કરે છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે. ૫૪ હવે ઉપશમશ્રેણિ આદિ નિરંતર કેટલા સમયપર્યત પ્રાપ્ત થાય તે કહે છે –
उवसमसेढी उवसंतया य मणुयत्तणुत्तरसुरत्तं । पडिवज्जंते समया संखेया खवगसेढी य ॥५५॥ उपशमश्रेणिमुपशान्ततां च मनुष्यत्वमनुत्तरसुरत्वम् ।
प्रतिपद्यन्ते समयान् संख्येयान् क्षपकश्रेणिं च ॥५५॥
અર્થ–ઉપશમશ્રેણિ, ઉપશાંતપણું, મનુષ્યપણું, અનુત્તરસુરપણું, અને ક્ષપકશ્રેણિ આ સઘળા ભાવોને સંખ્યાતા સમયપર્યત પ્રાપ્ત કરે છે.
ટીકાનુ–ઉપશમશ્રેણિ, ઉપશાંતપણું-ઉપશાંતમોહ ગુણસ્થાનક, પંચેન્દ્રિયગર્ભજ મનુષ્યત્વ, અનુત્તરસુરત, ઉપલક્ષણથી અપ્રતિષ્ઠાન-સાતમી નારકીના ઇંદ્રક નરકાવાસમાં નારકીપણું, તથા ક્ષપકશ્રેણિ આ સઘળા ભાવોને અનેક જીવો નિરંતર પ્રાપ્ત કરે તો જઘન્યથી સમયમાત્ર પ્રાપ્ત કરે છે. એક કે અનેક જીવો તે તે ભાવોને પ્રાપ્ત કરી બીજે સમયે કોઈપણ જીવ તે તે ભાવોને પ્રાપ્ત ન કરે તે આશ્રયી જઘન્ય સમયકાળ ઘટે છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા સમય