________________
દ્વિતીયાર
૨૦૩
• ભવનપતિ આદિની વિવક્ષા કર્યા વિના સામાન્યતઃ દેવગતિમાં ઉત્પન્ન થતા દેવોના ઉત્પાદ આશ્રયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત વિરહકાળ છે.
કહ્યું છે કે હે પ્રભો ! દેવગતિમાં ઉત્પાદ આશ્રયી કેટલો વિરહકાળ કહ્યો છે ? હે ગૌતમ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.”
દેવગતિમાં કોઈપણ જીવ ઉત્પન્ન ન થાય તો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બારમુહૂર્ત પર્યત ઉત્પન્ન ન થાય, ત્યારપછી ભવનપતિ આદિ કોઈ ભેદમાં કોઈ ને કોઈ જીવ આવી ઉત્પન્ન થાય જ.
હવે જો દેવગતિમાં અસુરકુમારાદિ જુદા જુદા ભેદ આશ્રયી વિચાર કરીએ તો ઉત્પત્તિ આશ્રયી અંતર આ પ્રમાણે જાણવું–
અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર, વાયુકુમાર, અગ્નિકુમાર, સ્તનિકુમારે, ઉદધિકુમાર, દ્વિપકુમાર, દિકુમાર, એમ પ્રત્યેક ભવનપતિ, દરેક ભેદવાળા વ્યંતરો દરેક ભેટવાળા જયોતિષ, સૌધર્મ અને ઈશાન એ સઘળા ભેટવાળા દેવોમાં ઉત્પન્ન થતા દેવો આશ્રયી જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત વિરહકાળ છે.
સનસ્કુમાર દેવોમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ નવ રાત્રિ દિવસ અને વીસ મુહૂર્ત વિરહકાળ છે.
એ પ્રમાણે માહેન્દ્ર દેવલોકમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર રાત્રિદિવસ અને દશ મુહૂર્ત, બ્રહ્મ દેવલોકમાં સાડી બાવીસ દિવસ, લાંતક દેવલોકમાં પિસ્તાળીસ રાત્રિદિવસ, મહાશુક્ર દેવલોકમાં એંશી રાત્રિદિવસ, સહસ્ત્રાર દેવલોકમાં સો રાત્રિ દિવસ, આનત દેવલોકમાં સંખ્યાતા માસ, પ્રાણત દેવલોકમાં સંખ્યાતા માસ, માત્ર આનત દેવલોકની અપેક્ષાએ વધારે જાણવા. આરણ દેવલોકમાં સંખ્યાતા વર્ષ, અય્યત દેવલોકમાં પણ સંખ્યાતા વર્ષ, માત્ર આરણ કલ્પના દેવની અપેક્ષાએ વધારે જાણવા. અધસ્તન ત્રણ રૈવેયક દેવોમાં સંખ્યાતા સો વર્ષ, મધ્યમ ત્રણ રૈવેયક દેવોમાં સંખ્યાતા હજાર વર્ષ, ઉપરના ત્રણ રૈવેયક દેવોમાં સંખ્યાતા લાખ વર્ષ, વિજય, વિજયંત જયંત અને અપરાજિત અનુત્તર દેવોમાં અસંખ્યાતો કાળ, અને સર્વાર્થસિદ્ધ મહાવિમાનવાસી દેવોમાં પલ્યોપમના સંખ્યામાં ભાગરૂપ ઉત્પાદ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહકાળ છે.
જઘન્ય વિરહ દરેક સ્થળે એક સમયનો છે.
કહ્યું છે કે-“હે પ્રભો ! અસુરકુમાર દેવોનો ઉત્પાદ આશ્રયી કેટલો વિરહ કહ્યો છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત કહ્યો છે.
હે પ્રભો! નાગકુમાર દેવોમાં ઉત્પત્તિ આશ્રયી કેટલો વિરહકાળ કહ્યો છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત કહ્યો છે.
એ પ્રમાણે સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, દ્વિપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર અને સ્તનકુમાર દેવોમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.