________________
૧૯૪
-
પંચસંગ્રહ-૧
આગમમાં પણ એ જ પ્રમાણે કહી છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છે–સામાન્યથી બાદરકાયની તથા બાદરનો સંબંધ વનસ્પતિ સાથે પણ હોવાથી બાદર વનસ્પતિની-સામાન્યતી વનસ્પતિકાયની કાયસ્થિતિ પહેલા ૪૬ મી ગાથામાં કહી છે–ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી છે. જઘન્ય એ બંનેની અંતર્મુહૂર્ત છે. એટલે કે કોઈ જીવ ઉપરાઉપરી બાદરના ભવો કરે સૂક્ષ્મ ન થાય તો તેની અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાયસ્થિતિ સમજવી. એ પ્રમાણે કોઈ જીવ બાદર વનસ્પતિકાય થયા કરે તો તેની પણ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જાણવી, અને જઘન્ય અંતર્મુહૂર્ત સમજવી.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે–હે પ્રભો ! વારંવાર બાદરપણે ઉત્પન્ન થતા બાદર જીવોનો કાયસ્થિતિકાળ કેટલો છે? હે ગૌતમ ! કાલથી-કાળ આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સપ્પિણી અવસપ્પિણી પ્રમાણ અસંખ્યાતો કાળ છે. ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે.
હે પ્રભો ! બાદર વનસ્પતિકાયપણે ઉત્પન્ન થતા બાદર વનસ્પતિ જીવોનો કાયસ્થિતિકાળ કેટલો છે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સપ્પિણી અવસપ્પિણી કાળ છે. ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ છે.”
આ પાઠમાં જે અંગુલનો અસંખ્યાતમો ભાગ કહ્યો છે, એનું તાત્પર્ય આ પ્રમાણે– અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશો છે, તેમાંથી સમયે સમયે એક એકનો અપહાર કરતાં જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ થાય તેટલો કાળ અહીં લેવો.
તથા આહારીપણું નિરંતર પ્રાપ્ત થાય તો જઘન્યથી બે સમયજૂન એક ફુલ્લકભવ પ્રમાણ, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાળ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે–ઉપરાઉપરી ઋજુગતિ થાય, વક્રગતિ ન થાય, ઋજુગતિમાં આત્મા આહારી જ હોય છે તો આહારીપણાનો ઉપરોક્ત કાળ ઘટે છે.
કહ્યું છે કે હે પ્રભો ! કાળથી આહારીપણું કેટલો કાળ હોય ? હે ગૌતમ ! આહારીપણું બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–૧. છબસ્થ આહારીપણું. અને ૨. કેવળીઆહારીપણું. હે પ્રભો ! છદ્મસ્થ આહારીપણાનો કેટલો કાળ છે ? હે ગૌતમ ! જઘન્યથી બે સમયજૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સપ્પિણી અવસર્પિણીરૂપ અસંખ્યાતો કાળ છે, અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ કાળ છે.”
૧. અહીં આહારીપણાનો જઘન્ય કાળ બે સમય ન્યૂન બસો છપ્પન આવલિકા કહ્યો છે. ઓછામાં ઓછું બસો છપ્પન આવલિકા આયુ હોય છે, એટલે તેટલો કાળ લીધો છે, તેમાં પણ બે સમયનૂન લેવાનો છે. એક ભવમાંથી બીજા ભવમાં જતો આત્મા વિગ્રહગતિમાં જ અણાહારિ હોય છે. વિગ્રહગતિએ પરભવમાં જતાં બે સમય કે ત્રણ સમય થાય છે. તેમાં શરૂઆતના એક કે બે સમય અણાતારિપણું હોય છે. અહીં જઘન્ય આહારીપણાનો કાળ કહેવાનો છે, માટે તે બે સમયનૂન બસો છપ્પન આવલિકાકાળ કહ્યો છે. જો કે વિગ્રહગતિમાં ચાર કે પાંચ સમય પણ થાય છે, અને તેથી અહાહારિના સમય વધારે હોય છે. પરંતુ તે ક્વચિત જ, બહુલતાએ નહિ માટે તેની વિવક્ષા કરી નથી. જુઓ પ્રજ્ઞાપના સૂત્ર પાનું ૩૯૩.