________________
દ્વિતીયદ્વાર
૧૯૫
• આટલો કાળ નિરંતર આહારીપણું ઋજુગતિએ પરભવમાં જતાં હોય છે, વિગ્રહગતિએ જતાં હોતો નથી. કારણ કે વિગ્રહગતિમાં અણાતારિપણું હોય છે. એટલા જ માટે ઋજુગતિપણાનો પણ ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસપ્પિણી પ્રમાણ કાળ ઘટે છે. વક્રગતિ ન થાય અને ઉપરાઉપરી ઋજુગતિ જ થાય તો અસંખ્યાતી ઉત્સર્પિણી અવસપ્પિણી પર્યત થાય છે. ૫૦ હવે બાદર એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ કહે છે–
मोहट्ठिई बायराणं सुहुमाण असंखया भवे लोका । साहारणेसु दोसद्धपुग्गला निव्विसेसाणं ॥५१॥ मोहस्थितिर्बादराणां सूक्ष्माणामसोया भवेल्लोकाः ।
साधारणानां द्वौ सार्धपुद्गलौ निर्विशेषाणाम् ॥५१॥ અર્થ–સામાન્યથી બાદર પૃથ્વીકાયાદિની મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ, સૂક્ષ્મની અસંખ્યાતા લોક પ્રમાણ, અને સાધારણની અઢી પુદ્ગલપરાવર્તન પ્રમાણ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે.
ટીકાનુ–ગાથામાં મૂકેલ મોહ શબ્દથી દર્શનમોહનીય કર્મની વિવેક્ષા છે. તથા ગાથામાં જો કે પદ સામાન્યતઃ કહ્યું છે તોપણ બાદર પૃથ્વી, અપ, તેઉં, વાઉ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ આશ્રયી કહ્યું છે એમ સમજવું. સામાન્યથી બાદર આશ્રયી કે બાબર વનસ્પતિકાય આશ્રયી સમજવું નહિ. કારણ કે તે બંનેની કાયસ્થિતિ પહેલાં પચાસમી ગાથામાં કહી છે. તેથી ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે.
પર્યાપ્ત અપર્યાપ્ત વિશેષણ રહિત બાદર પૃથ્વી, અપ, તેલ, વાલ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ કાયની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટથી મિથ્યાત્વ મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ કાયસ્થિતિ છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે–હે પ્રભો ! બાદર પૃથ્વીકાયપણામાં બાદર પૃથ્વીકાયનો સ્વકાસ્થિતિ કાળ કેટલો હોય ! હે ગૌતમ? જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ સિત્તેર કોડાકોડી સાગરોપમપ્રમાણ હોય છે.
એ પ્રમાણે બાદર અપ્લાય, બાદર તેઉકાય, અને બાદર વાયુકાય આશ્રયી પણ જાણવો.
હે પ્રભો ! પ્રત્યેક વનસ્પતિકાયનો પ્રત્યેક વનસ્પતિકાયપણામાં કાયસ્થિતિકાળ કેટલો હોય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે.
હે પ્રભો ! બાદર નિગોદાણામાં બાદર નિગોદનો કાળ કેટલો હોય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સિત્તેર કોડાકોડી સાગરોપમપ્રમાણ હોય છે.
તથા વારંવાર સૂક્ષ્મપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત અપર્યાપ્ત વિશેષણ વિનાના સૂક્ષ્મ પૃથ્વીકાયાદિનો કાયસ્થિતિ કાળ જઘન્ય અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા લોકાકાશમાં રહેલા