________________
૧૯૩
દ્વિતીયદ્વાર
. જો પર્યાપ્ત અપર્યાપ્તરૂપ વિશેષણની અપેક્ષા કર્યા વિના સામાન્યથી સૂક્ષ્મનો કાયસ્થિતિ કાળ વિચારીએ તો આ પ્રમાણે જાણવો–વારંવાર સૂક્ષ્મપૃથ્વીકાયપણે ઉત્પન્ન થતા સૂક્ષ્મપૃથ્વીકાયનો કાયસ્થિતિ કાળ જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સપ્પિણી અવસર્પિણી જાણવો.
એ પ્રમાણે સૂક્ષ્મ અપ્લાય, સૂક્ષ્મ તેઉકાય, સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ વનસ્પતિકાયનો પણ સમજવો.
કહ્યું છે કે–હે પ્રભો ! સૂક્ષ્મ પૃથ્વીકાયપણે ઉત્પન્ન થતા સૂક્ષ્મ પૃથ્વીકાયનો કાયસ્થિતિ કાળ કેટલો ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કાળ આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસપ્પિણી અને ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ કાળ જાણવો.
એ પ્રમાણે સૂક્ષ્મ અપ્લાય, સૂક્ષ્મ તેઉકાય, સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ વનસ્પતિકાયનો પણ જાણવો. ૪૮
હવે પ્રત્યેક અને બાદરાદિની સ્વકાયસ્થિતિ કહે છે–
पत्तेय बादरस्स उ परमा हरियस्स होइ कायट्टिई । ' ओसप्पिणी असंखा साहारत्तं रिउगइयत्तं ॥५०॥
प्रत्येकं बादरस्य तु परमा हरितस्य भवति कायस्थितिः ।
उत्सपिण्योऽसंख्येयाः साहारत्वं ऋजुगतित्वम् ॥५०॥
અર્થ–બાદરની અને બાદર વનસ્પતિકાયની એ દરેકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી છે. આહારીપણું અને ઋજુગતિપણું પણ એટલો જ કાળ હોય છે. - ટીકાનુ–આ ગાથામાં પ્રત્યેક એ જુદું પદ છે, સમસ્તપદ નથી. સમસ્ત-સમાસાન્ત પદ હોય તો વનસ્પતિકાયનું વિશેષણ થાય અને તેથી પ્રત્યેક વનસ્પતિકાયની સ્વકાયસ્થિતિનો પ્રસંગ આવે. આ ગાળામાં પ્રત્યેક વનસ્પતિકાય આશ્રયી સ્વકાયસ્થિતિ કહી નથી, પરંતુ સામાન્યથી બાદર વનસ્પતિકાય આશ્રયી સ્વકીય સ્થિતિ કહી છે.
૧. મૂળ ટીકામાં પ્રત્યેક અને બાદર એ બંને વનસ્પતિકાયનાં વિશેષણ લીધાં છે. તેમાં એમ જણાવ્યું છે કે, પર્યાપ્ત અપર્યાપ્ત વિશેષણરહિત પ્રત્યેક બાદર વનસ્પતિકાયની સ્વકાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે. આટલો જ કાળ આહારીપણાનો અને ઋજુગતિપણાનો પણ છે. આહારીપણાનો અને ઋજુગતિપણાનો આટલો કાળ છે, એવું કઈ રીતે અનુમાન કરો છે ? તેના ઉત્તરમાં જણાવે છે કે, ગાથામાં અક્ષરો અધિક હોવાથી અર્થ પણ અધિક થાય છે. પ્રત્યેક વનસ્પતિકાય સૂક્ષ્મ નહિ હોવાથી તેનું બાદરપણું તો સિદ્ધ જ છે. સિદ્ધ છતાં પણ જે બાદરનું ગ્રહણ કર્યું છે તે ઉપરોક્ત અર્થને જણાવવા માટે જ ગ્રહણ કર્યું છે.
મલયગિરિજી મહારાજે પ્રજ્ઞાપના સૂત્રને અનુસરી બાદર અને વનસ્પતિકાય ભિન્ન ભિન્ન લીધા છે. અને બાદર વનસ્પતિકાયમાં સાધારણ અને પ્રત્યેક એ બંનેનું ગ્રહણ કર્યું છે. તથા વ્યાધ્યાનતો વિશેષપ્રતિપત્તિ: એ ન્યાયે આહારીપણાનો અને ઋજુગતિપણાનો જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કહ્યો છે. પંચ૦૧-૨૫