________________
૧૯૨
પંચસંગ્રહ-૧
બેઇન્દ્રિયનો કાયસ્થિતિકાળ કેટલો? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતો કાળ છે. એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિયનો પણ કાળ સમજવો.”
આ સામાન્ય વિકલેન્દ્રિયનો સ્વકાયસ્થિતિકાળ સમજવો. જો પર્યાપ્ત બેઈન્દ્રિયાદિનો વિચાર કરીએ તો તેઓનો કાયસ્થિતિ કાળ આ પ્રમાણે સમજવો.
વારંવાર પર્યાપ્ત બેઇન્દ્રિયપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત બેઈન્દ્રિયનો કાયસ્થિતિકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષનો છે.
પર્યાપ્ત તેઈન્દ્રિયનો જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ દિવસનો છે. પર્યાપ્ત ચૌરિન્દ્રિયનો જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસનો છે.
કહ્યું છે કે–હે પ્રભો ! પર્યાપ્ત બેઇન્દ્રિયપણે ઉત્પન્ન થતા પર્યાપ્ત બેઈન્દ્રિયનો કાયસ્થિતિકાળ કેટલો હોય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષનો હોય છે.
હે પ્રભો ! પર્યાપ્ત તે ઇન્દ્રિયપણે ઉત્પન્ન થતા તેઇન્દ્રિયનો કાયસ્થિતિ કાળ કેટલો? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા રાત્રિ દિવસનો છે.
હે પ્રભો ! પર્યાપ્ત ચૌરિક્રિયપણે ઉત્પન્ન થતા ચૌરિન્દ્રિયનો કાયસ્થિતિ કાળ કેટલો? જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસનો છે.”
સૂક્ષ્મ એકેન્દ્રિયથી આરંભી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સઘળા અપર્યાપ્તાનો દરેકનો કાયસ્થિતિકાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે. '
કહ્યું છે કે—હે પ્રભો ! અપર્યાપ્તપણે ઉત્પન્ન થતા અપર્યાપ્તાનો કેટલો કાળ છે? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે.
તથા સામાન્યથી સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ. સાધારણ-પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ અને પર્યાપ્ત, અપર્યાપ્ત બાદર નિગોદ એ દરેક ભેદનો કાયસ્થિતિકાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – હે પ્રભો ! સૂક્ષ્મ અપર્યાપ્તપણે ઉત્પન્ન થતા સૂક્ષ્મ અપર્યાપ્તાનો કાયસ્થિતિકાળ કેટલો છે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે.
આ પ્રમાણે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયનો પણ કાયસ્થિતિ કાળ સમજવો.
દરેક પર્યાપ્તાનો પણ એટલો જ સમજવો.
હે પ્રભો ! બાદર પર્યાપ્ત નિગોદપણે અને બાદર અપર્યાપ્ત નિગોદપણે ઉત્પન્ન થતા બાદર પર્યાપ્ત નિગોદનો અને બાદર અપર્યાપ્ત નિગોદનો કાયસ્થિતિ કાળ કેટલો? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે.'